કોકટેઈલ

શબ્દોનોં નશો

શબ્દ ઈશ્વર છે. શબ્દ શરાબ છે. શબ્દ ભટકાવતો માયાવી રસ્તો પણ છે. શબ્દ અને આત્મામાં ખુબ સામ્યતા છે. શબ્દનેં શસ્ત્રો છેદી નથી શકતા, શબ્દનેં પાણી ભીંજવી ના શકે, એટલે જ શબ્દ બ્રહ્મ છે. કાગળ પર શબ્દ એ તો એનું સ્થૂળ સ્વરૂપ છે. એનું સુક્ષ્મ સ્વરૂપ તો હ્રદયમાં અંકિત થતુ હોય છે. શબ્દ ઘોર અંધકારમાં જળહળતો દિવો બની શકે.

શબ્દ મુક્તિ આપી શકે, શબ્દ કોઈને આધિન નથી છતા શબ્દ કોઈનેં રાંક તો કોઈનેં રંક બનાવી શકે. શબ્દ પ્રેમનોં લય તો શબ્દ પ્રેમ સુધી પહોંચાડવાનું સાધન છે.

કોકટેઈલ એ લાગણી, વેદના, કરૂણા, કલ્પના અને પ્રેમના કારણે નીકળેલા સુરબદ્ધ શબ્દોનોં સમન્વય છે. કોકટેઈલ એ અલગ અલગ ફળો ભેગા કરીને બનાવેલો પેલી ધારનોં શરાબ છે.

એટલે જ કોઈકટેઈલ શબ્દોનોં નશોં છે. પીતે રહો 🙂