પહેલા દાદા દાદી કે મમ્મી પપ્પા એના બાળકને ઉંઘતી વખતે વાર્તાઓ કહેતા. પંચતંત્ર, બત્રીસ પુતળી કે પછી અરેબીયન નાઇટ્સ જેવી નાની વાર્તાઓ, મનોરંજન સાથે ઘણુ બધુ કહી પણ જાય. આવી વાર્તાઓ ઉંઘતા પહેલા બાળકો સાંભળતા. જોકે હવે સ્માર્ટ ફોન આવી ગયા એટલે કદાચ બાળકો એન્ડ્રોઇડ માં ગેમ રમતા રમતા જ સુઇ જતા હશે.
બેડ ટાઈમ સ્ટોરીઝનું કામ માત્ર બાળકને ઉંઘાડવાનું હોતુ નથી, નાની ઉંમરે બાળકોને જે પીરસવામાં આવે એ જમી લેતા હોય છે, ભાવે કે ફાવે નહિ તો એ પ્લેટને ઘા પણ કરી દે. કારણ કે બાળકો નિખાલસ હોય છે, એમની પાસે કોઇ તર્ક હોતો નથી. એને મોજ પડે એ જ કરે. એટલે જ કદાચ બાળકને ઇશ્વર કહે છે.
બાળ ઉંમરે જો સૌથી મોટુ મળેલુ વરદાન એ છે કે, બાળક માં ક્યુરીઓસીટી વધારે હોય છે. એને નાની નાની દરેક વસ્તુનુ આશ્ચર્ય હોય છે, એટલે જ એન્જોય કરી લે છે, અને મોટાંઓ લોગીકલી વિચારતા હોય. આપણે બધી બસ્તુઓ બાબતે ઓબવીઅસ થઇ ગયા હોઇએ એટલે જ આપડે એન્જોય નથી કરી શકતા. ક્યારેક વધારે પડતી સ્મરણ શક્તિ પણ મન ભરીને, માણીને જીવવામાં બાધક બનતી હોય છે અને બાળક બધુ ભુલી જવામાં માને છે.
એમને હાથી અને કીડી ના સંવાદ સાચા લાગે છે, એટલે જ એમને આનંદ આવે છે, આપણે ઓબવીઅસ છીએ કે હાથી અને કીડી કદી વાતો ના કરી શકે એટલે જ આપડે આવા નાના સંવાદોને માણી નથી શકતા.
Buddha Says… બાળકો માટે નો એક પ્રયત્ન છે (અને સમજણા મોટેરાઓ માટે નો, જે લોકો બાળક બની શકતા હોય),
બુદ્ધની મોસ્ટ ઓફ સ્ટોરીઝ બાળકો માટે બેસ્ટ છે, મને પણ વાંચવાની મજા આવી. પણ જો મજા લેવી હોય તો બાળકનુ મન બનાવીને વાંચવુ જોઇએ. હરણ, સસલા, કુતરા, બળદ જેવા પશુઓને લઇને દરેક સ્ટોરીઝ બનાવવામાં આવી છે, વાર્તાઓમાં રાજા પણ લગભગ એક જ હોય છે, બ્રહ્મદત અથવા બનારસનો રાજા. પણ દરેક વાર્તા નવી શીખામણ લઇને આવે છે.