Buddha Says...

Buddha Says…

પહેલા દાદા દાદી કે મમ્મી પપ્પા એના બાળકને ઉંઘતી વખતે વાર્તાઓ કહેતા. પંચતંત્ર, બત્રીસ પુતળી કે પછી અરેબીયન નાઇટ્સ જેવી નાની વાર્તાઓ,  મનોરંજન સાથે ઘણુ બધુ કહી પણ જાય. આવી વાર્તાઓ ઉંઘતા પહેલા બાળકો સાંભળતા. જોકે હવે સ્માર્ટ ફોન આવી ગયા એટલે કદાચ બાળકો એન્ડ્રોઇડ માં ગેમ રમતા રમતા જ સુઇ જતા હશે.

મેં સૌથી વધુ વાર ચકા અને ચકી ની વાર્તા જ સાંભળી છે.

બેડ ટાઇમ સ્ટોરીઝ નુ કામ માત્ર બાળકને ઉંઘાડવાનુ હોતુ નથી, નાની ઉંમરે બાળકોને જે પીરસવામાં આવે એ જમી લેતા હોય છે, ભાવે કે ફાવે નહિ તો એ પ્લેટને ઘા પણ કરી દે. કારણ કે બાળકો નિખાલસ હોય છે, એમની પાસે કોઇ તર્ક હોતો નથી. એને મોજ પડે એ જ કરે. એટલે જ કદાચ  બાળકને ઇશ્વર કહે છે.

બાળ ઉંમરે જો સૌથી મોટુ મળેલુ વરદાન એ છે કે, બાળક માં ક્યુરીઓસીટી વધારે હોય છે. એને નાની નાની દરેક વસ્તુનુ આશ્ચર્ય હોય છે, એટલે જ એન્જોય કરી લે છે, અને મોટાંઓ લોગીકલ વિચારતા હોય. આપણે બધી બસ્તુઓ બાબતે ઓબવીઅસ થઇ ગયા હોઇએ એટલે જ આપડે એન્જોય નથી કરી શકતા. ક્યારેક વધારે પડતી સ્મરણ શક્તિ પણ મન ભરીને, માણીને જીવવામાં બાધક બનતી હોય છે. અને બાળક બધુ ભુલી જવામાં માને છે.

એમને હાથી અને કીડી ના સંવાદ સાચા લાગે છે,  એટલે જ એમને આનંદ આવે છે, આપણે ઓબવીઅસ છીએ કે હાથી અને કીડી કદી વાતો ના કરી શકે એટલે જ આપડે આવા નાના સંવાદોને માણી નથી શકતા.

Buddha Says… બાળકો માટે નો એક પ્રયત્ન છે (અને સમજણા મોટેરાઓ માટે નો, જે લોકો બાળક બની શકતા હોય),

સૌપ્રથમ, આ બુકની એક પણ વાર્તા મેં લખી નથી. બુધ્ધ ના ધમ્મપદ માં બુદ્ધના અલગ અલગ વ્યક્તિઓ અને એમના શીષ્યો સાથેના સંવાદ છે, કોઇ પણ માણસ બુદ્ધ પાસે કોઇ પ્રોબ્લેમ લાવે તો બુદ્ધ એમને કોઇ વાર્તા કહીને સમજાવતા. એમના શીષ્યોને પણ કોઇ નવી ટીચીંગ્સ આપવા માટે વાર્તાઓનો સહારો લેતા.

આજના બાબાઓની જેમ ઉપદેશ ના આપતા, પણ ગળે ઉતરે અને મજા પણ આવે એવી વાર્તાઓ કહીને સમજાવતા. પછી બુદ્ધ પેલુ આશીર્વાદક વાક્ય કહેતા “અપ દીપો ભવ”. ક્રિષ્ને પણ અર્જુનને ગીતા સંભળાવી ને પછી કહ્યુ કે “તને જે સારૂ લાગે એવુ કર.”

બુદ્ધની મોસ્ટ ઓફ સ્ટોરીઝ બાળકો માટે બેસ્ટ છે, મને પણ વાંચવાની મજા આવી. પણ જો મજા લેવી હોય તો બાળકનુ મન બનાવીને વાંચવુ જોઇએ. હરણ, સસલા, કુતરા, બળદ જેવા પશુઓને લઇને દરેક સ્ટોરીઝ બનાવવામાં આવી છે, વાર્તાઓમાં રાજા પણ લગભગ એક જ હોય છે, બ્રહ્મદત અથવા બનારસનો રાજા. પણ દરેક વાર્તા નવી શીખામણ લઇને આવે છે,

જેમ કે આ બુક ની પહેલી જ સ્ટોરી, Demons in the desert. આ સ્ટોરીનો મોરલ

One must always be wise enough not to be fooled by tricky talk and false appearances.

એટલે કે માણસે એટ્લુ તો ડાહ્યુ હોવુ જોઇએ જેથી આપણને કોઇ મુર્ખ ના બનાવી જાય. કારણ કે મુર્ખતા મૃત્યુનુ કારણ બની શકે. કોઇ માણસ ગુંચવી ને આપણને મુર્ખ ના બનાવી જાય, એ માટે આ વાર્તા કહેવામાં આવી છે. આવી અલગ અલગ ૪૫ વાર્તાઓનુ કલેક્શન એટલે બુદ્ધા સેઝ….

દરેક વાર્તાનો એક મોરલ હોય છે, ક્યારેક વિવેકની વાત હોય તો ક્યારે પ્રમાણીકતાની. કોઇ સ્ટોરીઝ ના મોરલમાં લીડરશીપ, મિત્રતા, હિમ્મત, ન્યાય, મુર્ખતા, ચોખ્ખાઇ, પ્રેમ, કરૂણા, સત્ય, એકતા જેવી વિવિધ ક્વોલોટીઝ  હોય છે.

બસ આવી જ નાની નાની વાર્તાઓ નુ કલેક્શન એટલે બુદ્ધા સેઝ..! એવુ જરૂરી નથી કે આ વાર્તાઓ માત્ર બાળકો જ સાંભળે, કારણે બુદ્ધે આવી બધી વાર્તાઓ બાળકો ને નથી સમજાવી કે સંભળાવી. મોટેરાઓ ને સંભળાવી અને સમજાવી છે. દરેક વાર્તાઓ માંથી કંઇક ને કંઇક સંદેશો તો મળે છે, જો કોઇ સારા હ્યુમર વાળા ફ્રેન્ડની સાથે વાંચો તો કોમેડી પણ કરી શકાય. નાના નાના બાળકો માં આવા સારા મુલ્યોનું રોંપણ એટલે “બુદ્ધા સેઝ”

 

Buy  “Buddha Says” Online

Paper Back : http://pothi.com/pothi/book/hiren-kavad-buddha-says

Kindle Version on Amazon.com : https://www.amazon.in/dp/B00KBVSNVQ