
युंही चलते रहना अच्छा होता है ।
संभल कर गीरना अच्छा होता है ।
याद आए साकी की और, मनको फुसलाना ?
कभी याद कर लेना ही अच्छा होता है ।दर दर भटके है मोहब्बत की आंसमें,
आप का आना,
कभी भटकना भी अच्छा होता है ।मन को कह दिया की जा तु भी नशा कर ले,
ए परबदीगार तु भी थोडा पी ले,
कभी नशा कर लेना ही अच्छा होता है ।बुद्ध बनने गये थे घर से कोंसो दूर,
पता चला की “बुध्धु” बन रहे है,
कभी “बुध्धु” बननां ही अच्छा होता है ।सज़ाए कीसे नहिं मीलती हमसफर,
हमें आपसे मीलीं,
कभी सज़ाओ का मीलना भी अच्छा होता है ।आंखे बंध करना, और ध्यान मग्न होना,
उन्होनें कहा था ध्यान रखना,
कभी ध्यान रखना ही अच्छा होता है ।सुमीरन रब का, सुमीरन उनका,
सुमिरन करते तडप के मरना,
कभी तड़पना भी अच्छा होता है ।बहोत बारीश हुई आज एकांत में,
कभी आंखो का बरसना भी अच्छा होता है ।तन, मन और में बहोत हाथा पाई हुई है,
प्यार में समजौता होता है “बुध्धु”
कभी समजौता कर लेना ही अच्छा होता है ।युं ही चलते रहना अच्छा होता है ।
युं ही चलते रहना अच्छा होता है ।
ધ્યાન. અદભૂત પ્રક્રિયા છે. ખરેખર ધ્યાન માટૅ હિમ્મત જોઈએ. આપણે લોકો કદાચ બાહ્ય વિશ્વ સાથે લડવા સક્ષમ હોઈએ પરંતુ આપડા આંતરિક વિશ્વ સાથે બેસવું ખુબ અઘરૂ હોય છે. બુદ્ધે લોકોનેં પોતાના અંતર સુધી પહોંચાડવા ઘણું કામ કર્યુ છે. કેટકેટલી વિધાઓ એમાંની એક એટલે વિપ્પશ્યના
ધ્યાન. અદભૂત પ્રક્રિયા છે. ખરેખર ધ્યાન માટૅ હિમ્મત જોઈએ. આપણે લોકો કદાચ બાહ્ય વિશ્વ સાથે લડવા સક્ષમ હોઈએ પરંતુ આપડા આંતરિક વિશ્વ સાથે બેસવું ખુબ અઘરૂ હોય છે. બુદ્ધે લોકોનેં પોતાના અંતર સુધી પહોંચાડવા ઘણું કામ કર્યુ છે. કેટકેટલી વિધાઓ એમાંની એક એટલે વિપ્પશ્યના
અચાનક રોજનોં કાર્યક્રમ તમારો બદલાઈ જાય. તમારા મનની ટેવો અને પેટર્ન બદલાઈ જાય. મન ક્યારેય એવું નથી ઈચ્છતુ કે એને કોઈ અગવડ પડે. હું ખુબ નિશ્ચયી હતો કે મારે દસે દસ દિવસ પૂરા કરવા જ છે, ઘણા લોકો કોઈને કોઈ બહાનું કરીને જતા રહેતા હોય છે. હું કોઈપણ પરિસ્થિતીમાં વિપ્પશ્યના પૂર્ણ કરવા માંગતો હતો. એવો મેં નિશ્ચય કરેલો. પહેલા દિવસે જ મેળવેલી જીવનની ભાતોમાં ભંગાણ.
સવારે ચાર વાગ્યા અને બેલ વાગ્યો. બીજો બેલ વાગ્યો અને પછી વોલન્ટીયર્સ ઉઠાડવા આવ્યા. એક્સાઈટમેન્ટ હતી એટલે વહેલા જ જાગી ગયેલો. પહેલા દિવસનાં ધ્યાનની પ્રક્રિયા શરૂ થઈ. ચહેરા પરનાં સંવેદનો ખાસ કરીને નાક આસપાસની સંવેદનાઓનેં માત્ર સાક્ષી ભાવથી જોવાની હતી. કોઈ જ રીએક્શન નહોતુ કરવાનું. પરંતુ મન ! એ થોડું શાંત બેસવાનું. આ ભાગતા જીવનમાં કેટલો માહિતીનોં કચરો ભેગો કરીએ છીએ આપણે. જ્યારે તમારી ક્રિયાઓ શાંત થાય ત્યારે એ દોડવાનું શરૂ કરે. શ્વાસનું સાક્ષી બનવાનું હતુ. પરંતુ આ જાગૃતતા રાખવી ખુબ જ અઘરૂ કાર્ય છે. થોડી વાર મન સંવેદનાઓ અને શ્વાસોનું સાક્ષી બને પછી એ જાગૃતતા ને પોતાની કાલ્પનિક દૂનિયામાં ખેંચી જાય. ફરી જાગૃતતા આવે અને ફરી શ્વાસોનાં સાક્ષી અને ફરી મન એને કામનાં, વાસનાનાં વિચારો આપીને ફરવા લઈ જાય. પહેલા દિવસે અચાનક મૌન અને મનની દૈનિક ક્રિયા બદલાવાથી ધ્યાન દરમ્યાન મને ખુબ જ ભ્રમણા થવા લાગી.
બિજો દિવસ પણ મનનેં વિચારોમાંથી શ્વાસ પર ધ્યાન લાવવામાં જ જતો રહ્યો. કામ અથવા વાસના અને ડર આ ત્રણ મારા વિચારોનાં કેન્દ્રો હતા. જો હું મારા ધ્યાન દરમ્યાનનાં વિચારોનોં નિચોડા કાઢું તો આ બે તત્વો જ મળશે. ક્યારે એટલા હકારાત્મક વિચારો આવે કે તમને એમ થાય કે નાંચવા લાગો અને ક્યારેક એટલા નકારાત્મક વિચારો આવે કે તમને લાગે આ જ સત્ય છે.
ત્રીજો દિવસ પણ આવો જ, મન માટે આ અસહ્ય હતુ, એ દિવસો અને કલાકો તો ઠીક એક એક સેકન્ડની ગણતરી કરતું હતુ અને મારો એક હિસ્સો કહેતો હતો કે હું રહીશ જ.
ચોથો દિવસ ખુબ જ અઘરો હતો. વિચારોનાં લીધે મારૂ માથું ફાટી રહ્યુ હતુ. હું ખરેખર મારા વિચારોની વશમાં હતો. મને મારૂ મન સમજાવતુ કે આટલી સુંદર દૂનિયા છોડીને તું મોંક બનવા નીકળ્યો ? એક જ તો જીવન છે અને એને તું અહિંયા આવીને વેડફી રહ્યો છે, અહિંથી તને કશું જ મળવાનું નથી. પરંતુ હું જાણતો હતો કે હું મારા મનનેં જાણી રહ્યો છું. મારૂ મન મારી સાથે બહું જ રમતો રમતુ. મન સામે જીતવુ, એને વશમાં કરવુ ખુબ જ અઘરૂ છે.
ચોથા દિવસ પછી કંઈક શીખ્યો હતો. અને એ શીખનોં ઉપયોગ મેં પાંચમાં દિવસે કર્યો. મનને કાબુમાં કરવું અઘરૂ હોય છે, પરંતુ જો તમે એની સાથે મિત્રતા કરો તો એની સાથે રમત કરવાની મજા આવશે. ચાર દિવસ પછી મન થોડું સટલ તો થયુ હતુ. હું મનને જાણવા લાગ્યો હતો. હું જોઈ શકતો હતો કે એ કેવા કેવા પ્રકારની રમતો આપણી સાથે રમતું હોય છે. આપણે આપડી અબોધ અવસ્થામાં મનનાં કહેવા પ્રમાણે કેટ કેટલાં ધતિંગ કરતા હોઈએ છીએ. જે ખરેખર આપણે કરતા હોતા જ નથી. મન એની ચંચળતાનેં લીધે આપણી પાસે કરાવતું હોય છે. પાંચમાં દિવસે બપોર પછીનાં ધ્યાનમાં મારી આંખોએ વહેવાનું શરૂ કર્યુ. ખબર નહીં આ ક્યાંથી આવી રહ્યુ હતુ. એક તરફ મન શબ્દોનો વરસાદ કરે, બીજી તરફ આંખો ઉભી ના રહે. હું છલકાઈ ગયો હતો. હું ઈચ્છતો હતો કે આ શબ્દોનેં ક્યાંક તો જીલુ. પરંતુ હું ધ્યાનકક્ષમાં હતો. પેન અને કાગળ પર લખવાની મનાઈ હોય છે. પરંતુ ધ્યાનકક્ષમાંથી બહાર નીકળીને મારા ઓરડામાં જઈને મેં શબ્દોનેં કાગળ પર જીલ્યા. એ શબ્દો એટલે ઉપરની રચના. એ પછી મારા અને મનની મિત્રતા થઈ ગઈ હતી.
છઠ્ઠા દિવસે ધ્યાન એની રીતે આગળ વધતુ હતુ, હું મનનેં મિત્ર બનાવીને આગળ વધતો હતો. પરંતુ મન હજુ મારી સાથે જોડાયેલું હતુ ખરુ. આખરે મિત્રતા પણ એક બંધન જ છે. થોડુંક મીંઠું બંધન.
સાતમો દિવસ ફરી અઘરો હતો, હું મારા પરિવારને અને મારા વહાલાઓને ખુબ જ મિસ કરી રહ્યો હતો. મન ફરી મારા પર હાવી થઈ રહ્યુ હતુ. કેટકેટલા વિચારો. આ દિવસ વિપ્પશ્યનાં નો સૌથી કઠીન દિવસ હતો.
આઠમાં દિવસથી મારા મને એક નવી રમત શરૂ કરી. એને હતુ કે દસમાં દિવસે તો અમે છુટી જવાના. ખરેખર બારમાં દિવસે સવારે અમને છુટા કરે. પરંતુ એ મને તર્કો આપવા લાગ્યુ કે હવે એક દિવસમાં તો અહીંથી જવાના. એ એકલુ એકલુ હરખાતુ રહેતુ.
નવમોં દિવસ બસ જલદીથી અહીથીં જવાના એ આશામાં જ જતો રહ્યો.
દસમાં દિવસે મનને ઘોર નિરાશાં સાંપડી. સારી વાત એ હતી કે હું જાણતો હતો કે આ મનની ચાલબાજી છે. હું મનને મારાથી થોડું દૂર તો કરી શક્યો હતો એ મારા માટે મોટી વાત હતી.
અગિયારમાં દિવસે ધ્યાન અને અત્યાર સુધી મન સાથેનાં સંવાદો જોયા અને એક ઉત્સાહ હતો કે આવતી કાલે ફરી રોજીંદી દૂનિયામાં જવાનું. અગિયારમાં દિવસે રાત્રે છ વાગ્યે મૌન છુટ્યુ. પરંતુ હું ખરેખર કશુંક બોલવા નહોતો માંગતો. પહેલા શબ્દ જે મેં ઉચ્ચાર્યો એ હતો ‘પ્રેમ’.
આખરે બારમોં દિવસ આવ્યો અને અમે લોકોએ વિપશ્યનાં પૂરૂ કર્યુ. બધા જ કોમન એરીયામાં એકબીજા સાથે વાતો કરતા હતા. ૧૨ દિવસ સુધી કોઈએ કોઈ સાથે વાત નહોતી કરી છતા કોઈપણ સાથે વાત કરો તો એમ જ લાગે કે બધા એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. કદાચ મારા માટે આ જ અદભૂત અનૂભવ હતો. હું અનૂભવી શકતો હતો કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા જ છીએ, માત્ર અનૂભવી નથી શકતા. ઘણી બધી વાતો થઈ બધા સાથે અને બધાએ નક્કિ કર્યુ કે સેન્ટરનીં નીંચેનાં લેક પર જઈને આપણે સ્વિમીંગ કરીએ. છેલ્લે હું આખા સેન્ટરને હું જોવા ઈચ્છતો હતો એટલે મેં બધી જ જગ્યાએ એક ચક્કર લગાવ્યો. અને અમે લોકો વિપ્પશ્યનાં કેન્દ્રની બહાર નીકળ્યા.
વિપશ્યના ધ્યાન કેન્દ્ર પોખરા
પ્રવાસ એટલે સતત આગળ વધતા રહેવું. વિપશ્યના એક અદભૂત અનૂભવ રહ્યો હતો. આસક્તના બનવું એ એક શીખ હતી. પરંતુ મન એક તરફ તર્ક આપતુ હતુ કે ઈન્દ્રિયોનું પ્રયોજન આ કુદરતની સુંદરતાને માણવાનું છે.
બગનાસ લેક
વિપશ્યનાં પૂરૂ થયુ ત્યારે બધા ખુબ જ આનંદથી વાતો કરતા હતા અને માહોલ એક પરિવાર જેવો બની ગયેલો. બધાએ નક્કિ કર્યુ કે કેન્દ્ર પરથી દેખાઈ રહેલા લેક પર જઈએ. અમે લોકોએ પોતપોતાનોં સામાન લીધો અને એક નાનકડા ટ્રેક પર ચાલી નીકળ્યા. અદભૂત દ્રશ્ય હતુ. કેન્દ્રમાંનાં ઘણા લોકો ત્યાં જ હતા. મેં નક્કિ કર્યુ કે લેકમાં સ્વિમિંગ કરીને પોખરા જવા માટે નીકળી જઈશ.
મને તરતા નહોતું આવડતુ, એક ચીલી કપલે મને શીખવાડવાની ટ્રાય કરી બટ હું ના શીખી શક્યો. મારે સરોવરની વચ્ચે એક માછલી ઉછેર કેન્દ્ર હતુ ત્યાં જવું જ હતુ. લિઓને મને કહ્યુ કે જો ત્યાં લાઈફ જેકેટ લટકે છે એ લઈલે. બસ પછી તો શું હું કુદી પડ્યો. દસ દિવસના ધ્યાન પછી આ સુંદરતાને હું પૂરેપૂરી માણી રહ્યો હતો. આવીને બીઅર પીધું. છેલ્લા કેટલા મહિનાઓથી કોઈ જ નશાકારક તત્વોનું સેવન નહોતું કરેલું એટલે એક બીયરમાં જ હિટ આવી ગઈ. બધા બેઠા, ઘણી વાતો થઈ. અમારે પોખરા માટે નીકળવાનું હતુ એટલે હું લિઓન અને એક કોરીઅન છોકરો જવા માટે નીકળ્યા હતા. હું બજેટ ટ્રીપ પર હતો એટલે મને ટેક્સી પોસાય એમ નહોતી. તડકો વધારે હતો એટલે પેલા લોકો ટેક્સી લેવા તૈયાર હતા. થોડી રાહ જોઈ બસની, પછી ટેક્સી કરી લીધી. વિપશ્યનામાં મારો જે રૂમ પાર્ટનર કમીલિઓ, જે સૌથી વધારે નસકોરા બોલાવતો હતો એણે ધ્યાન પછી સ્મોકિંગ છોડી દીધેલું તો એણે ક્રશરથી માંડીને વિડ બધું અમને આપી દીધેલું. પોખરામાં કોઈ કેફેમાં જ મુવી પણ બતાવતા હતા તો મેં અને લિઓનેં નક્કિ કર્યુ કે એ દિવસે ત્યાં ચીલ મારીએ. અમે લોકો ત્યાં ગયા ગાંજો ફુંક્યો અને બીઅર પીધું. મને બરાબરનોં ગાંજો ચડ્યો હતો. મુવી પત્યુ અને ડોલતો ડોલતો હું હોસ્ટેલ પહોંચ્યો. મેં ડોક્ટરનેં કોલ કર્યો. હું નશામાં હોવ ત્યારે એમને મસ્તી લેવાની બહું આદત છે, આનંદ કર્યો અને હું ગાઢ નિંદ્રામાં સરી પડ્યો.
બીજે દિવસે લિઓન તો પેરાગ્લાઈડિંગ માટે જવાનો હતો. હું મોડો જ ઉઠ્યો. ઓલમોસ્ટ બપોર થઈ ગઈ હતી હું રસ્તા પરનાં રેસ્ટોરન્ટ જોતો જોતો આગળ વધી રહ્યો ત્યાં જ મને કમીલિઓ અને એની ગર્લફ્રેન્ડ મળી ગયા. એ લોકો પણ કંઈક ખાવા જ નીકળી રહ્યા હતા. અમે બધા સાથે ગયા અને બ્રન્ચ લીધું. એ લોકો મને એની ટ્રીપ વિશે કહી રહ્યા હતા. એ લોકો આજે જ ચિતવાન માટે નીકળવાનાં હતા. ભલા લોકો હતા. હસી મજાક સાથે એ મને એના વિપશ્યનાનાં અનૂભવો કહી રહ્યા હતા. કમિલિઓ માટે કામ પર સંયમ રાખવો ખુબ અઘરો હતો. ક્યારેક મારી પણ નજર પડતી કે જ્યારે ધ્યાન પૂરૂ થતુ ત્યારે બન્ને એકબીજા સાથે દૂરથી ઈશારામાં વાતો કરી લેતા. મેં મારી ટ્રીપ વિશે કહ્યુ. પ્રવાસ કે ટ્રાવેલિંગની મજા જ આ છે. તમે એકબીજા સાથે ઘણુ શેર કરો, છુટા પડો ત્યારે ખબર ના હોય કે જીવનમાં બીજી વાર મળશો કે નહિં. અમે લોકોએ યાદગીરી માટે એક ફોટો ક્લિક કર્યો અને હું ત્યાંથી નીકળ્યો. થોડીવાર પછી યાદ આવ્યુ કે હું પૈસા આપતા તો ભૂલી ગયો છું. એ લોકો ત્યાં જ હતા. મેં મારી ભૂલવાની આદત વિશે કહ્યુ અને અમે હસ્યા. ખરેખર આ ટ્રીપમાં હું બહું બધું ભૂલ્યો હતો. જો કે વિપશ્યનાંમાં મને બહુ જુનુ જુનુ યાદ આવ્યુ હતુ. મારે ભૂલી ગયેલ લેપટેબનું કવર લેવા જુની હોસ્ટેલ પર જવાનું હતુ. અંજલીએ મને ફોટો મોકલેલો કે તું આ હોસ્ટેલમાં જ ભૂલી ગયો છે, એણે રીસેપ્શન પર આપેલું. મેં રીસેપ્શન પરથી એ કલેક્ટ કર્યુ અને હું ફેવા લેક પર ચાલતો થયો. ત્યાં એકલાજ હું કલાકો બેઠો. માત્ર એકાંત. હું રીટર્ન થતો હતો ત્યારે જ વિપશ્યનામાંથી છુટીને અમે લેક પર ગયેલા ત્યારે અમારી સાથે હતી એ રશીયન છોકરી મળી. એણે મને એ જે પ્લેસ પર રહેતી હતી એ જગ્યા વિશે કહ્યુ. એને ખબર હતી હું સ્મોક કરૂ છું, એટલે એણે ભાર આપ્યો કે એ હિપ્પી પ્લેસ છે. નિર્વાણા ગેસ્ટ હાઉશ. પોખરાની ઉતરમાં ચાલો એટલે એ આવે. એણે કહ્યુ કે સમય મળે તો રાત્રે આવજે. મારે થોડી ખરીદી પણ કરવાની હતી એટલે વિપશ્યનામાં મળેલા એક નેપાળી મિત્ર વરૂનનેં ફોન કર્યો અને એને બોલાવ્યો. એ મને એના કોઈ સગાની દૂકાન પર લઈ ગયો અને મેં થોડા ટી શર્ટ ખરીદ્યા. હું ટહેલતો ટહેલતો હોસ્ટેલ પહોંચ્યો ત્યાં રાત થઈ ચુકી હતી. હજુ ઉંઘ નહોતી આવતી એટલે હું રૂફ ટોપ ગયો પણ ત્યાં કોઈ જ નહોતુ.
પરંતુ દૂર ક્યાંક પહાડીમાં સંગિત સંભળાઈ રહ્યુ હતુ. મેં વિચાર્યુ કે ચાલ આંટો તો મારૂ. હું સંગિતનેં ફોલો કરતો કરતો એક નાના ઘર પર પહોંચ્યો. હોમ સ્ટે હતુ. થોડાંક લોકો જામીંગ કરી રહ્યા હતા. હું પણ બેઠો અને મેં પણ ઢોલક પર હાથ અજમાવ્યો. જામીંગ પૂરૂ થયુ. હું ત્યાં થોડીવાર બેઠો ત્યાં બીજો એક ફોરેનર ત્યાં આવ્યો. એ ઘણા વર્ષોથી ભારતમાં કોઈ આશ્રમમાં રહેતો હતો અને વાંસળી વાદન શીખતો હતો. અમે લોકો લાકડાનાં એક ઓટલા જેવી જગ્યા પર બેઠા. હોમ સ્ટેનાં માલીકે જોઈંન્ટ બનાવ્યો. પેલાએ મને કહ્યુ કે તાનપૂરા એપ ડાઉનલોડ કરી આપ, મેં એપ ડાઉનલોડ કરી અને એણે ટ્યુન કરી. એણે વાંસળીના સૂર છેડવાનાં શરૂ કર્યા અને અમે ગાંજો ફૂંકવાનું શરૂ કર્યુ. થોડાક સમયમાં જ હું સુપર હાઈ હતો. એ દિવસની ટ્રીપ મારી એ ટ્રીપની સૌથી બેસ્ટ ટ્રીપ હતી. લગભગ અડધો કલાક સૂધી આંખો બંધ કરીને હું માત્ર વાંસળીના સૂરની પાછળ પાછળ જ ગયો. ખરેખર હું છલકાઈ ગયો હતો. આંખો ખોલી ત્યારે આંખોમાં આંસુ હતા. એ માણસનોં અમે ખુબ ખુબ આભાર માન્યો. મને ભૂખ લાગી હતી એટલે હું શાક, રોટલી દાળભાત ત્યાં જ જમ્યો. ફરી આજે મને ગજબ ગાંજો ચડ્યો હતો. હું હોસ્ટેલ પર ગયો અને ડોક્ટર સાથે વાતોનોં આનંદ લીધો અને સવાર પડી ગઈ.
કમીલીઓ અને વાંસળી વાદક
આજે નક્કિ કરેલું કે હું અને લિઓન સ્કૂટર રેન્ટ પર લઈને આસપાસનાં સ્થળો જોવા જઈશું. એટલે બન્ને નજીકમાં આવેલી ગુફા અને ધોધ જોવા નીકળ્યા પણ ત્યાં ગુફા કે ધોધ જેવું કંઈજ નહોતુ. છેલ્લે અમે પીસ પેગોડા ગ્યાં. ત્યાં સુધી સ્કુટર રાઈડ કરવાની મજા આવી. રસ્તા જેવું કંઈ હતુ જ નહીં એટલે થોડું એક્સાઈટીંગ હતુ જ. સફરમાં લોકોનેં જાણવાની પણ મજા આવતી હોય છે. લિઓન જર્મનીથી હતો અને એ છેલ્લ છ મહિનાથી ટ્રાવેલિંગ પર હતો. એ મને એનાં અનૂભવો વિશે વાત કરતો હતો. બસ વાતો જ. નવા સ્થળો જોયા અને સમય કપાઈ ગયો. બીજે દિવસે મારે વહેલી સવારે ચિતવાનની બસ પકડવાની હતી. અમે નક્કિ કર્યુ કે કોઈ સારા કાફેમાં જઈનેં કંઈક ખાઈએ અને છુટા પડીએ. કેફે પર પહોંચ્યા અને વરસાદ શરૂ થયો. ફરી ત્યાં ગાંજો ફૂંક્યો. ત્રણ ભારતની છોકરીઓ મળી જે નેપાળમાં સ્ટડી માટે આવેલી હતી. ઘણી વાતો થઈ, ઓલમોસ્ટ રાત થઈ ચુકી હતી એટલે અમારે જવું હતુ. મેં અને લિઓને બધો હિસાબ કર્યો અને અમે બન્ને છુટા પડ્યા. આજનો દિવસ ઘણો સારો રહ્યો હતો. કાલે ફરી એક નવા મુકામ પર જવાનું હતુ.
Peace Pagoda, Leone and Me.
સવારે વહેલા ઉઠીને બસ પકડી ચિતવાન સુધી. ચિતવાન ઉતર્યો અને ભારતીય ગરમી અનુભવી. ચિતવાન નેશનલ પાર્ક છે. ગેંડા, હાથી, મગર અને વાઘ ત્યાં જોવા મળે. મેં ઈકો પ્લેસ બુક કરાવેલું. હું સફારી લેવા નહોતો માંગતો કારણ કે એ ઘણી મોંઘી હતી. એટલે હું પોતેજ જેટલે સુધી જવાતું હતુ એટલે સુધી ચાલીને ગયો. ગેંડા, હાથી અને મગર તો જોવા મળ્યા જ. હાહા. વધારે મને ત્યાં રહેવા જેવું લાગ્યુ નહીં એટલે મેં એક દિવસ વહેલા જ ચેકઆઉટ કર્યુ અને બીજે દિવસે નેપાળ બોર્ડર જવા માટેની બસ પકડી. મને લુમ્બીની પહેલા ઉતાર્યો ત્યારે ખબર પડી કે લુમ્બીની પણ જવા જેવી જગ્યા હતી. જ્યાં બુદ્ધનોં જન્મ થયો હતો. પણ ફરી ક્યારેક.
Chitwan and Place where stayed
નેપાળ બોર્ડર સુધી જતા મને ખબર પડી કે નેપાળનાં ઘણા યુવાનોં ભારતીય બોર્ડરમાં છે. મારી પાસે વધેલો ગાંજો મેં મારા લગેજમાં રહેલ પેન્ટનાં ખીસ્સામાં નાખેલો. બેગ આખુ ચેક કરવામાં આવ્યુ. થોડીવાર ધબકારા વધી ગયેલા પણ વાંધો ના આવ્યો. મેં વધેલા નેપાલી રૂપિયાનેં એક્ક્ષચેન્જ કરાવ્યા. થોડું દૂખ થયુ. આપેલા કરતા ઘણા ઓછા પાછા આવ્યા હતા. 😀 hahaha. હું ગોરખપૂર સુધી ટેક્સીમાં ગયોં જ્યાં મારી ડોર્મીટોરી બુક હતી.
સાંજે હું ગોરખપૂર ફરવા નીકળ્યો. મેં નાસ્તો કર્યો. આમ તેમ આંટા માર્યા. હું ફોન પર વાતો કરતો કરતો જ ગોરખપૂર મંદિર ચાલીને ગયો. ત્યાં હું બોટમાં બેઠો અને મેં બોટમાં બેસીને ડોકટર સાથે વાતો કરી. અને જતી વખતે હું પેડલ રિક્ષામાં ગયો અને મેં ઢોંસા ખાધા. મેં ઘણા દિવસો પછી ભારતીય ખાણું ખાધુ હતુ. ખરેખર મને ગર્વ છે આ ભોજન પર. મારી ટ્રેઇનનું વેઇટીંગ હજુ એમનું એમ જ હતુ. મને નહોતુ લાગતુ કે હવે એ ક્લિઅર થશે. રાત્રે અઢી વાગ્યા સુધી મેં ચેક કર્યુ પણ એ ક્લિઅર ના થયુ. મેં નક્કિ કર્યુ કે બીજે દિવસે જતો રહીશ. એટલે હું આરામથી ઉઠ્યો. સવારે મસ્ત બ્રેકફાસ્ટ કર્યુ. અને તત્કાલમાં ટિકીટ બુક કરવા બેઠો પણ થઈ નહિં. મને નહોતું લાગતું કે મને જગ્યા મળે. એટલે રીસેપ્શનમાં એક ભાઈએ કહ્યુ કે અહિંથી એક ટ્રેન ઉપડે છે બરોડા સુધીની બપોરે એક વાગે. એટલે મેં ઝડપથી ચેકઆઉટ કર્યુ. અને હું નીકળી ગયો. ટીકીટ લીધી અને ટ્રેઇનની વાટે ઉભો રહ્યો. હું આવ્યો ત્યારે આકાશમાં ઉપર હતો. ટ્રેઇન આવી ત્યારે ખબર પડી, પગ મુકવાની પણ જગ્યા નથી. આવતી વખતે હું જમીન પર હતી. જે ઉપર જાય છે, એને નીંચે આવવું જ રહ્યુ.
In Gorakhpur
બે દિવસની સફરમાં મને સીટ પર બેસવાનીં જગ્યા નહોતી મળી. એટલે મારે નીંચે જ બેસવુ પડ્યુ હતુ. બરાબર ઉંઘ નહોતી આવતી બટ એનર્જી એવી ને એવી જ હતી. હું ડોક્ટર સાથે વાતો કરતો રહેતો. ચાર્જીંગ ઘણુ ચાલ્યુ હતુ જે એક સારી વાત હતી. ટ્રેઇનમાં જે નવા નવા પ્રકારના ફેરીયા, છક્કા, સેલ્સમેન અને જે પણ વ્યક્તિઓ આવતી એમને ઓબ્ઝર્વ કરવાની ખરેખર બહું જ મજા આવતી. પહેલા દિવસે તો મેં એક પણ ફેરીયાનેં ખાલી નથી જવા દીધો. કંઇકને કંઇક તો ખાધુ જ હતુ. બીજે દિવસે થોડી તકલીફ પડી હતી. ટોઇલેટમાં પાણી જ નહિં. એટલે મારે ના છુટકે દબાવીને બેસી રહેવું પડ્યુ. થોડીવાર મને થયુ કે હું ઉતરી જાવ આગ્રા. બટ પછી વિચાર્યુ કે એક જ દિવસ છે. રાત્રે તો ઘરે પહોંચી જઈશું. વાતો કરતા કરતા જ દિવસો કપાયા. મેં નક્કિ કર્યુ હતુ કે હું દાહોદ ઉતરી જઈશ અને ત્યાંથી બસમાં જતો રહીશ. ફરી એક નવું સીટી જોવાનું હતુ. હું દાહોદ આવ્યુ એટલે ઉતરી ગયો. ફ્રેશ થયો અને અમદાવાદની બસ પકડી. હવે જલદી હતી ક્યારે અમદાવાદ આવે અને ક્યારે એ આવે.
In Indian Train and Home.
હું રાત્રે બાર વાગ્યે અમદાવાદ પહોંચ્યો. ફાઇનલી હું લાંબા સમય પછી ઘરે હતો.
ક્યારેક એવું લાગે કે આપણી સંવેદનાઓ કેટલી સિમિત થઈ ગઈ છે. આપણા અંદર સ્વાર્થિ પણુ કેટલું અંદર અંદર સુધી વિસ્તરી ચુક્યુ છે. અત્યારે જ્યારે હું આંખો બંધ કરીને બે વર્ષ પહેલાની આ ટ્રીપને યાદ કરૂ છું ત્યારે ખરેખર લાગે છે, વસુધૈવ કુટુંબકમ. ટ્રાવેલિંગ પર હોવ ત્યારે ખરેખર મને સૌથી સારા લોકો મળતા હોય છે, કદાચ એ લોકો પણ ટ્રાવેલિંગ કરતા હોય છે એમનો અનૂભવ પણ આવો જ હશે. એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે કોઈને કોઈ પાસેથી અપેક્ષાઓ નથી. ઘણા દિવસો સાથે રહેવા છતા, જ્યારે જમવા જઈએ ત્યારે બધા પોતપોતાનું ઓર્ડર કરશે, એકબીજા સાથે શેર કરશે અને બિલ ચુકવતી વખતે જાણે અજાણ્યા હોય એમ પોતપોતાનું બિલ ચુકવશે. આ વખતે લખવામાં મેં થોડી કચાશ કરી છે, પરંતુ સ્મૃતિઓ થોડી ઝાંખી પણ છે, બધી વાતો યાદ પણ નથી. કદાચ ક્યારેક ભૂલવું એ જ ઉપાય હોતો હશે.
કેટલાંય લોકલ લોકો મળતા હોય, એમને આપણી પાસે શું સ્વાર્થ હોવાનો. એ તમને એના જીવનની બધી જ વાતો કરી દેશે, પોતાના પરિવારની, પોતાના સંઘર્ષની. કદાચ રડી પણ પડશે. અંદરને અંદર એને પણ ખબર છે આ માણસ એક દિવસ જતો રહેવાનો છે. દરેકને કંઈક કહેવું છે પરંતુ લોકોને કેવું લાગશે એ ડરથી અંદર ભરી રાખે છે. જો ખરેખર આવો વૈશ્વિક પરિવાર હોય તો કેટલું અદભૂત. હું કલ્પના માત્રથી એટલો અવિભૂત થઈ જાવ છું. કેટ કેટલી વાર્તાઓ. દરેક માણસને મળો એની પાસે વાર્તાઓ. બસ એ લખતા નથી. કહેતા તો હોય જ છે. જ્યારે કોઈ વ્યક્તિને મળો ત્યારે તમને એના પ્રત્યે નફરત કે પ્રેમ હોય. પરંતુ જ્યારે તમે ઘરે આવો અને સ્મરણોને વાગોળો ત્યારે દરેક વ્યક્તિ તમારી સ્મૃતિઓનો પરિવાર બની ગઈ હોય છે. હું મારી જાતને ખુબ નસીબદાર ગણું છુ કે મને આવો વૈશ્વિક પરિવાર મળ્યો છું. હું રખડી શકુ છું અને મને મળેલો પ્રેમ તમારી સાથેવહેંચી શકુ છું. બસ આજ મારો પ્રવાસ છે. આજ મારી શરૂઆત અને આજ મારો અંત. ચરૈવેતિ ચરૈવેતિ.
Recent Comments