
સંગિત ક્યારેક તારી શકે,
એ કોઈકના હ્રદયને ઠારી શકે,
ઇશ્વરને પ્રાપ્ત કરવાની તો બધાની ઇચ્છા હોય,
પણ સંગિત તો ઈશ્વર બનાવી શકે.
મોસ્ટ ઓફલી કામ કરતા કરતા યુટ્યુબ પર રખડતો હોવ છું. આમ પણ રખડવાની આદત પેલ્લેથી. પહેલા રખડવા જાતો ત્યારે મમ્મી ગોતવા આવતા. હવે કામ ગોતવા આવે છે. કદાચ કામ એમ કહેતો હશે,’માળો હાળો ક્યાં સટકી ગ્યો !’. તો આ લાંબી રખડપટ્ટી પછી કેટલોક સામાન ભેગો કર્યો છે. મેં ઘણા સુફી સોંગ્સ, ગઝલો, ક્લાસીકલ સંગિત, રાગ, તબલાની થપાટો જે પણ સાંભળ્યુ એમાંથી મને જે જે બહુ જ ગમ્યુ એનો અહિં ખડકલો કરૂ છુ. આ બધા જ મને ખુબ નશીલા લાગ્યા. હોપ તમને ગમશે. તો તૈયાર થઇ જાવ કાનમાં ભુંગળા ચડાવીને.
૧) તુ માને યા ના માને – વાડલી બ્રધર્સ. (મારા મોસ્ટ ફેવરીટ માનું એક.)
૨) છાબ તીલક – આબીદા પ્રવિણ.
૩) દોસ્ત – આબિદા
૪) જુગની (મારા પ્લેલીસ્ટનુ કાયમી.)
૫) આઓ બલમા (એ. આર રેહમાન : નામ હી કાફી હૈ..!)
૬) ફરી એક વાર ગુલામ મુસ્તફા ખાં
૭) સુન વે બલોરી – મિશા શાફી (થોડુ ફાસ્ટ)
૮) કાન્હા તારી વાંસળી – કરશન સાગઠીયા (આ તોં કેમ ભુલાય)
૯) જાકીર હુસૈન અને પંડિત શીવકુમાર શર્મા – સપ્તક
૧૦) કૌશીકી ચક્રબોર્તી – સપ્તક
૧૨) કૌશીકી ચક્રબોર્તી – સપ્તક
૧૩) રાગ મુલતાની – કૌશીકી ચક્રબોર્તી (જબર..!)
૧૩) રાગ માલકૌંસ – સાજન રાજન
૧૫) પંડિત જસરાજ
૧૬) કથક – પંડિત બીરજુ મહારાજ – સપ્તક (ઓહ્હ માય ગોડ એક્સ્પ્રેશન તો જુવો. વાહ વાહ.. વાહ..વાહ આપડાય પગ થીરકવા માંડે, )
બે અંગ્રેજી સોંગ્સ.
૧૭) એડેલ (ક્લાસીકલ તો સાંભળ્યુ પણ એડેલને કાંય થોડી ભુલી જવાય..!)
૧૮) All of the Stars (Fault in our stars)
અને અંતમાં બે ભૈરવી
૧૯) ભૈરવી – કૌશીકી ચક્રબોર્તી (એક અલગ જ દુનિયામાં લઇ જાય..!)
૨૦) ભૈરવી – પંડિત ભીમસેન જોશી (અમુક અંશો ખુબ જ આતંકી…!)
બાપ રે ! આમાંનું કશું સાંભળ્યું નથી – તો આ મારે માટે હોમવર્ક થયું 😉 [ સંગીત’નો ટેસ્ટ સારો હોવા છતાં હું આ ક્ષેત્ર’માં થોડો ગમાર લાગુ ! ]
કોક સ્ટુડિયો’નું એક મારું ફેવરીટ શેર કરું ?! – મારું અત્યંત પ્રિય ” મદારી ” – ખાસ તો વચ્ચે’નો ભાગ કે જ્યાં થોડીક વાર તો ‘ સોનું કક્કડ ‘ વિશાલ દ્દદ્લાની’ને પણ સાઈડ’લાઈન કરી નાખે છે !! તેણી’નો સોલીડ હાઈ પીચ સ્વર – હેટ્સ ઓફ ! [ કોક સ્ટુડિયો’ની એક સીઝન માંડ અડધી’પડધી જોવાણી 🙁 પછી મેળ જ ન પડ્યો ! ]
વિશાલનુ મદારી પણ સુપર્બ છે. ઇન્ડિયન કોક સ્ટુડીયોના મોસ્ટ ઓફ સોંગ્સ સારા છે. પણ પાકિસ્તાન કોક સ્ટુયોની સાતમી સીઝન તો અદભુત. ટાઇમ મળે તો સાંભળજો..! મોજ પડી જશે…!
અને ખાસ તો છેલ્લી બન્ને ભૈરવી..! અમેઝીગ..! આઇ ઇનસીસ્ટ..!
જ+રૂ+ર 🙂