પરફેક્શન કે પૂર્ણતા એક રોગ છે. અમે ગેમ તેટલા ખરાબ સંજોગોમાં પણ દિપ પ્રગટાવીએ છીએ. પણ પરફેક્શન એક રોગ છે. આ મારા શબ્દો નથી. ત્રણ દિવસથી બીયોન્સનુ ભૂત વળગ્યુ છે. બીયોન્સનુ પ્રીટી હર્ટ્ઝ ન તો મારો પીછો છોડે છે ન તો હું એનો. મારા માટે દર વખતે આવુ જ થતુ હોય છે. એ રીહાના હોય, શકીરા, લીલ વેન, એમીનેમ કે બીયોન્સ હોય. એના અમુક અમુક ગીત મારા માટે ઉપનીશદનું કામ કરતા હોય છે. કારણ કે પોતાની સુધી પહોંચાડવાનુ કામ ઉપનીશદ કરે છે, એમ આ ગીતો પણ ક્યારેક રસ્તો બતાવતા હોય છે. આ ગીત એટલુ મગજમાં ઘુસી ચુક્યુ છે, ખાતા, પીતા, બાઈક ચલાવતા, કરાગ્રે વસ્તે લક્ષ્મી ના બદલે પ્રીટી હર્ટ્ઝ પ્રીટી હર્ટ્સ મગજમાં ઘુંટાય છે,. ટુંકમાં આ ગીત થોડાક દિવસ મારા હ્રદયનુ મહેમાન બનીને આવ્યુ છે. બીયોન્સ ના સેલ્ફ ટાઇટલ્ડ ઈન્ટરવ્યુ જોયા પછી એના વિશે થોડુક વધારે જાણવા મળ્યુ.

બીયોન્સ ના ડ્રન્ક ઇન લવની જેમ પૂરેપુરૂ ગીત નશાકારક છે. બે ચાર વાર પીવો(સાંભળો) એટલે તમને તલબ લાગ્યા જ કરે. ગીતના અમુક લીરીક્સ ધારદાર છે. જે લગભગ બીયોન્સના અનુભવો જ છે. (એ એણે પોતાના ઇન્ટર્વ્યુ માં પણ કહેલુ.)

 

Ain’t got no doctor or pill that can take a pain away.

The pain’s inside and nobody frees you from your body.

It’s the soul, it’s soul that needs surgery.

બીયોન્સ ના ડ્રન્ક ઇન લવ સોંગમાં જેમ સર્ફ બોર્ડ વાળી કડી એનો આત્મા કે જીવ છે એમ આ કડી આ ગીતનો આત્મા છે.

 

આ દર્દને કોઇ ડોક્ટર કે દવા દુરના કરી શકે.

આ દુખ ખુબ અંદર છે, અને તમારા શરીરથી કોઇ દૂર ના કરી શકે.

એ આત્મા છે, હા એ આત્મા છે જેને સર્જરીની જરૂર છે.

 

ક્યારેક આપડે એવી સમસ્યાઓ ને સોલ્વ કરવા મથતા હોઇએ જે ખરેખર આપડે જોઈ જ ના શકતા હોઇએ. એ આત્મા છે, જેને સર્જરીની જરૂર છે.

પ્લાસ્ટીક સ્માઇલ અને ખોટા શબ્દો જ તમને દુર લઇ જશે. પણ જ્યારે તમે તુટી જશો ત્યારે બધા મુખોટા ઉતરી જશે અને તમે ઘોર અંધકારમાં ગરકાવ થઇ જશો. અને તમે દુખી અરિસાઓની સાથે રહી જશો સાથે માત્ર રમણીય ભૂતકાળના ધારદાર ટુકડાઓ જ હશે.

કવિતા તો જુઓ ! આવુ ગીત ગાયા પછી બીયોન્સ શામાટે ના કહે, “હા મારે મારી બોડી બતાવવી હતી એટલે પ્રેગનન્સી પછી વધી ગયેલુ શરીર ઘટાડ્યુ. મને મારી કર્વીંગ સેક્સી કાયા દેખાડવી ગમે છે.”

પણ હું લખવા કંઇક અલગ વિચારીને જ બેઠેલો. પરફેક્શન ઇઝ ડિઝીઝ. મારી આદત પ્રમાણે એક ટોપીક લઇને એની આસપાસ પ્રદક્ષિણા કરવાની.

ખરેખર પરફેક્શન એક રોગ જ છે. લોકો ઈશ્વર વિશે પૂર્ણપુરૂષોતમ શબ્દ વાપરતા હોય છે. પણ સામાન્ય માણસ જો પરફેક્ટ હોય તો બીજો વ્યક્તિ એને કેટલી હદે સ્વિકારી શકે. ખરેખર પરફેક્શન જેવી કોઇ વસ્તુ હોતી જ નથી. વધારે શાર્પ કે ચોક્ક્સ હોઈ શકે. કારણ કે પરફેક્શનની વ્યાખ્યા પ્રમાણે એમાં બધુ જ આવી જાય, સારૂ પણ ખરાબ. (ખરેખર તો સાચા ખોટાની કોઈ વ્યાખ્યા જ નથી, એના ઉપર પણ મેં એક આર્ટીકલ લખેલો.) તો લોકો જસ્ટ એની નજરમાં સારૂ લાગે એને સ્વિકારી શકે. એ પૂર્ણતાની તલવાર સાથે લડી શકે એવો હિમ્મતવાન નથી, એ સક્ષમ હોવા છતા પાંગળો છે.  લોકોને ક્રિષ્ન ગમે છે, લોકો એની પાછળ પાગલ છે. એમને જ રાધા – ગોપી સાથે નો રાસ પણ ગમે છે. પણ કોઈ છોકરો કે છોકરી એમના મેલ કે ફીમેલ ફ્રેન્ડ્સ સાથે ટોળુ લઇને નીકળે ત્યારે લાલ આંખો કેમ થઇ જાય છે. ક્યાં ગ્યુ ક્રિષ્નનુ એક્સેપ્ટન્સ. ક્યાં ગ્યુ પરફેક્શન? લોકોને સંસ્કૃતિ હણાતી લાગે છે. કારણ કે એમને સંસ્કૃતનો કક્કો ય નથી આવડતો.

પરફેક્શનમાં બધુ જ વ્યવસ્થિત ગોઠવાયેલુ હોય. સીમ્પ્લ, એલીગન્સ સોબર પણ હોઇ શકે. પણ અવ્યવસ્થિત પણાની એક ઓર જ મજા છે. રોજ આપણે વ્યવસ્થિત ભોજન કરતા જ હોઇએ, પણ ક્યારેક રખડપટ્ટી કરીને લારીની ભાજી કે ખીમો ખાવાનુ પણ મન થાય. જો તીખુ તમ તમતુ ખાવાનુ મન થ્યુ હોય અને તમે ના ખાઈ શકો તો ધુળ પડે એ પરફેક્શનમાં. ખરેખર તો પરફેક્શનમાં એક જ રંગ હોય છે. વાઇબ્રન્ટ તો હંમેશા ઇમ્પરફેક્શન જ હોય છે. ઇમ્પરફેક્શન હંમેશા કલરફુલ હોય છે. ઇમ્પરફેક્ટ માણસ  હંમેશા મલ્ટીપલ કલર્ડ હોય. અને દરેક કલર્ડ માણસ કાંચીડાની જેમ સ્વાર્થ ખાતર પોતાના કલર બદલી નથી નાખતો. એ એના કલર એની મોજના આધારે બદલતો હોય છે. એ કલર બદલવા પાછળ કોઇ ને હાની (તન-મન) પહોંચાડવાની ચેષ્ઠા જરાંય પણ હોતી નથી. (વાક્ય લૂપ વાળુ બની જશે પણ ઈમ્પરફેક્શન જ માણસને પરફેક્ટ બનાવતુ હોય છે.)

beyonce

એટલે જ પરફેક્શન ઇઝ અ ડિસીસ. પૂર્ણતા એ રોગ છે. ક્રિષ્નને પૂર્ણ બનાવવામાં ઇપર્ફેક્શનનો સૌથી મોટો ફાળો છે. બધુ સરખી માત્રામાં નાખવાથી કદી તમતમતુ તવા પનીર ના બને. એમાં મીઠું મરચુ અલગ અલગ માત્રામાં જ નાખવુ પડે. એટલે જ ક્રિષ્નમાં કપટ, ચોરી સાથે પ્રેમ અને કરૂણા પણ હશે.

પરફેક્શનનું છેલ્લુ ઇન્ગ્રીડીયન્ટ ઇમ્પરફેક્શન છે. એવુ બાબા હિરેનનુ કહેવુ છે. (લોલ….!)

બીયોન્સ નુ પ્રીટી હર્ટ્ઝ સોંગ નીચે સાંભળો.

બીયોન્સનો સેલ્ફ ટાઇટલ્ડ ઇન્ટર્વ્યુ. મસ્ટ વોચ કારણ કે ખોજ અને મોજ (શબ્દો નિરવભાઇ પ્રેરિત). પાંચ પાર્ટમાંનો આ પેલો ભાગ. બીજા તમે યુ ટ્યુબ પર મેળવી શકશો.

 

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 2 Comments

 • નિરવ says:

  સૃષ્ટિ અરાજકતા’માંથી જન્મી છે અને આપણે સૌ અહીંયા અરાજકતા જ ફેલાવીએ છીએ . . . દિવસે દિવસે પૂર્ણતા પામવાના હવાતિયા સ્વરૂપે વધુ અપૂર્ણ થતા રહ્યા છીએ . . . લોકો એ નથી સમજતા કે પૂર્ણતા એ અંદર’થી ઉગી નીકળતી એક ક્ષણ છે કે જેની તુરંત બાદ જ વધુ એક અપૂર્ણ ચક્ર શરુ થાય છે . . . અપૂર્ણતા’ની પણ એક મજા છે કારણકે ત્યાં પૂર્ણ’નાં સ્વપ્નો આવે છે .

  બિયોન્સે’ના સોંગ્સ તો મને પણ ખુબ ગમે . . . તેના રોમેરોમ’માં જે નૃત્ય ચાલતું હોય છે તે જોતા એમ લાગે કે સમગ્ર અણુ’એ અણુ દોલન કરી રહ્યું છે . . એમાં પણ જયારે તેણે અને શકીરા’એ જોડી જમાવી હતી ત્યારે તો બસ 🙂

  Thanks for lovely recommendation 🙂 મેઈલ’માં થોડા વધુ વિડિયોઝ સજેસ્ટ કરવા વિનંતી

  • Hiren Kavad says:

   પુર્ણ સુધી પહોંચવાની સફર પણ મસ્ત હોય એવુ મહાપુરુષો પાસે સાંભળ્યુ છે. એટલે જ અપુર્ણતાની પણ મજા હોતી હશે.

   ચોક્ક્સ કોઇક સારા વિડીયો જોઇશ એટલે તમને મેઇલ કરી દઇશ. સેલ્ફ ટાઇટલ ના પાંચ પાંચ મિનિટના પાંચ પાર્ટ છે એ જોઇ નાખજો. ખાસ કરીને Bloomberg ની Game Changers ડોક્યુમેન્ટરી સરસ હોય છે. જે લગભગ સક્સેસફુલ માણસ ઉપર બનાવવામાં આવે છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: