એના ગાલ પરનુ તીલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછું આછું છે. એ પ્રિયતમા પાછળ ઘણા પાગલ થઈ ગયા. પણ બધામાં કાજળ જીતી ગયુ. પોતે કાળુ હોવા છતા એની આંખો ને ચુમવાનો મોકો. આ કાજળ ભાગ્યશાળી છે. પાછુ ગાલ પરનું તલ કંઈ નિર્દોષ નથી. એ તલે તો કેટલાંયના હ્રદયને દોડાવ્યા છે, મારી આંખો એની સાક્ષી છે. એના ખુલ્લા સીલ્કી વાળમાં ખબર નહિ કઈ શક્તિ છે. એક તરફ વાળ ઉડે અને બીજી તરફ બધાના હ્રદય સપનાઓના આકાશમાં ઉડે.

એના ક્યારેક ક્યારેક પહેરેલા ઝાંઝરનો અવાજ વર્ષો સુધી કાનમાંથી જતો નથી. તો એના આગળ આવેલા વાળને પાછળ નાખવાની અદા અને આ અદાની સાથે નેણ ઉંચા હોય છે, એનો ઉદાસ ચહેરો એની ઉંમર વધારી દે છે. પણ એના સ્મિત વાળો ચહેરો જોયા પછી લાગે કે, બસ હવે કંઈ નથી જોઇતુ. એક સ્મિત જોયુ અને જીવી લીધી આ જિંદગી. એની આંખોને હું આજ સુધી સમજી નથી શક્યો. કદાચ એની આંખો કન્ફ્યુઝ હશે. દર વખતે કંઈ અલગ અલગ જ બોલતી હોય. પણ એની આંખોને મારે થેંક્સ કહેવુ પડે કારણ કે, મેં એને રડતા બવ ઓછી જોઇ છે. એના એરીંગ્સ એના કાનને કંઈક કહેતા હોય છે. એના એરીંગ્સ બવ ચાલાક છે. જે વાત એરીંગ્સ ને ના ગમતી હોય એ કાન સુધી પહોંચે જ નહિ, પછી મારે ના છુટકે એરીંગ્સને ચણા ના ઝાડ પર ચડાવવા મસ્કા મારવા પડે. “એરીંગ્સ મસ્ત છે”, એરીંગ્સ ગદ ગદ ફુલાઇ જાય.

તો પાછા એના ઝાંઝર ને ખોટુ લાગી જાય. એના ઝાંઝરની એવી ફરિયાદ છે કે, મને એના પગેથી દુનિયા જોવાનો મોકો બવ ઓછો મળે છે. શહેરમાં જ્યારથી હું એની સાથે આવ્યો છું ત્યારથી મને નવરાત્રીમાં જ બોલવાનો મોકો મળે છે. પણ પછી મેં એને સાંત્વના આપી. તુ ખુશનસીબ છે, તારો આભાર તો ઘણાય માનતા હશે. કારણ કે જ્યારે તુ બોલે છે, તો લોકો ને ખબર પડી જાય છે, કોણ આવી રહ્યુ છે. ઝાંઝર તો ખુશ થઇ ગયા.

નેકલેસ વધારે વાટ ના જોઇ શક્યુ. એને એમ થયુ કે બધાની સાથે વાત થઇ, મારો તો વારો જ ના આવ્યો. નેકલેસ ને એમ થઇ ગયુ કે હું તો ડવલો છું. ડાયમંડ નેકલેસના હિરા ઝાંખા પડવા લાગ્યા. મેં નેકલેસને સમજાવવાનુ ચાલુ કર્યુ.
“જો ભાઇ, તુ ના હોત તો આ સુના ગળાને કોણ જોતુ હોત. તારા વિના આ ગળુ સુંદર જ ના લાગે. ઝાંઝર ને કોઇ સાંભળે ના સાંભળે, એરીંગ્સ ઉપર વાળ આવી ગ્યા હોય તો કોઇ જોવે પણ નહિ, પરંતુ પ્રિયતમાં ની સાથે વાત કરતી વખતે તારા ઉપરતો નજર જાય જ. એટલે તારો આ મુલાયમ બોડી ઉપર મોટો રોલ છે, એટલે તારે સારૂ પરફોર્મન્સ આપવાનુ છે. અને લોકોને તારી બવ પડી હોય છે, તારા વિના ગળાની સુંદરતા આવે જ નહિ. એટલે તારી વેલિડીટી લાઇફ ટાઇમ છે, કદાચ ચોરીના ફેરા પછી તમારા ફેમીલીનુ જ કોઇ મંગળસુત્ર બનશે. યુ આર વેરી ઇમ્પોર્ટ્ન્ટ.”

ત્યાંજ અચાનક પ્રિયે ટેબલ પર હાથ મુક્યા, કાંચના બે કંગણ તુટી ગયા. એમણે તો શોર મચાવ્યો. મારે હવે એમને પણ શાંત કરવા પડે એમ હતા.
“ના મારે કંઇ નથી સાંભળવું. શહેરમાં આવ્યા પછી મને તો બધા ભુલી જ ગયા છે. ગામડામાં હતા ત્યારે તો અમને અમારા માલીક લારી લઇને વેંચવા નીકળતા, શેરીમાં આવેલી બંગડીની લારીની આસપાસ સુંદરીઓનું ટોળુ હોય. અમને પંસદ કરવામાં બે બે કલાક ચાલી જતી. અમારો અવાજ સાંભળીને આજુબાજુના છોકરાઓ થ્રિલ અનુભવતા. જ્યારે અમારા સ્વર્ગવાસનો સમય થઇ ગયો હોય ત્યારે પ્રેમથી અમને ફેંકી દેવામાં આવતા, જો અમે એલ્યુમીનીયમથી બન્યા હોઇએ તો અમે ભંગાર વાળા સાથે જઈને પણ પ્રિયતમાંને થોડાક પૈસાની હેલ્પ કરતા. પણ હવે તો અમારી પણ હાઈબ્રીડ જાતીઓ આવી ગઇ છે, પ્લાસ્ટીકની રિંગ્સ અને લાકડાના કંગણે અમને ખુબ રડાવ્યા. તુટવુ એતો અમારો સ્વભાવ છે, એમાં અમે શું કરી શકીએ? પ્લાસ્ટીંગ તો ગ્લોબલ વોર્મીંગમાં પણ વધારો કરે છે. અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે.”

મેં કગણને સમજાવવાનુ ચાલુ કર્યુ.. “જો ૨૧મી સદી ચાલી રહી છે. અમારા IT ની વાત કરૂ તો રોજ નવી બે ટેકનોલોજી આવે છે. અમારે એ ટેકનોલોજી સાથે અપડેટ રહેવુ પડે. એવી જ રીતે આ નવા કંગણ તમારા જ કુંટુંબના હશે. હા એ વધારે અવાજ નથી કરતા, પણ એ વારંવાર તુડી પણ નથી જતા. અને તમે ક્યાંય પણ અથડાવ તો કાંચના હોવાથી ઇઝીલી તુટી જાવ. છતા તમને નવ દિવસનો જલસો નવરાત્રીમાં તો હોય જ છે ને. નવ દિવસ સુધી તમારે મનમુકીને ખનકવાનુ હોય છે. મેં ગઇ નવરાત્રીના ફોટા જોયા હતા. બવ મસ્ત લાગતા હતા તમારા લોકો. અને યાર તમે મુવ ઓન કરો. હવે તો તમારો ઉપયોગ ઘટશે એટલે હવે તમે નવા રૂપ ધારણ કરી લો, જો એના ફાવે તો તમારે ગામડામાં પાછુ જવુ પડશે.”

“હા નવરાત્રીમાં તો અમારી બોલબાલા હોય છે, આ વખતે જો નવે નવ દિવસ અમને હાથમાં પહેરવામાં નહિ આવે તો…”
“તો શું?”, મેં પૂછ્યુ.
“તમારો પેલો પોલીટીશીયન છે ને અરવિંદ કેજરૂ, એ જેમ કારણ વિનાના ધરણા કરે ને એમ અમે પણ ધરણા કરીશુ. પછી બધા લોકોએ પોતાના હાથ પર સાબુ લગાવીને અમને હાથમાં ચડાવવા પડશે.”
“ચલ હું તારી ગેરન્ટી લવ છું, તુ આ વખતે નવે નવ દિવસ.”, મે કહ્યુ.

એનો પગ ભુલથી મારા પગને અડી ગયો અને મારી નજર એના સેન્ડલ પર પડી.  સેન્ડલ તો બવ ખુશ દેખાણા. સ્લીમ એન્ડ સાદા સેન્ડલ ખુબ સુંદર લાગી રહ્યા હતા. મેં સેન્ડલ ને પૂછ્યુ. કા એલા તમે આટલા બધા ખુશ કેમ છો? એમણે તો એજ ખુશીથી કહેવાનુ ચાલુ કર્યુ.

“જલસો તો અમારે જ છે,  જ્યારે હોસ્ટેલમાં કોઇ બહાર ફરવા જવાનુ હોય એટલે અમારી પાસે આવી પહોંચે, જેના પગમાં છીએ એમના સેન્ડલને  નવી નવી જગ્યા જોવાનો મોકો જ નથી મળતો અને અમે બીજા કોઈના સેન્ડલ હોવા છતા દુનિયા ફરીએ છીએ. હોસ્ટેલમાં રહેવાનો આ તો ફાયદો છે.”

ઓહ તો તમે કોઇના ઉધાર છો.

હવે બધા ખુશ હતા. એરિંગ્સ, કાજળ, તલ, નેકલેસ, બંગડી(કંગણ), ઝાંઝર.

“ત્યાંતો કપડા બોલ્યા. અમે ઓ કોઈને દેખાતા જ નથી. અમારી પાછળ તૈયાર થવા માટે બે-કલાક બગાડ્યા છે.” કપડા કટાક્ષમાં બોલ્યા.
“જો ભાઇ તમે ના હોત તો બાહ્ય સુંદરતા જ ના હોત. આજે તો તમે બવ સુંદર લાગો છો.”
“ક્યાંથી આવ્યા છો?”
“હું નેહરૂ નગરથી.” ટોપ બોલ્યુ.
“હું લાલ દરવાજાથી”, લેગીઝ બોલી.

“ઓહ્હ નાઇસ, યુ આર લુકીંગ ગ્રેટ. એન્ડ પરફેક્ટ.”,

પણ હું તો કોઇ બીજાના પ્રેમમાં જ પડ્યો હતો. મારા આ સંવાદ દરમ્યાન એ લોકો કંઇ જ નહોતા બોલ્યા.
“આંખો ચુપચાપ મને જોઇ રહી હતી, જાણે ધારદાર તલવાર હોય એમ એણે એની દ્રષ્ટિથી મને હ્રદય સોંસરવો વીંધી નાખ્યો.”
“ખુલ્લા લહેરાતા વાળ મુંગા મુંગા કેટલુય બોલી રહ્યા હોય એમ લાગતુ હતુ.”
“એનુ સ્મિત… આહ્હ્હ્હ્હા. એના સ્મિત પર તો વારી જાવા ! જો સવારમાં એનું સ્મિત મળી જાય તો ઈશ્વરને યાદ કરવાની પણ જરૂર ના પડે. એનું સ્મિત જ મારી બંદગી”

મંદિર યા મસ્જીદ કી ક્યા ઝરૂરત હૈ,
ઉસકા હસતા ચહેરા હી મેરી બંદગી હૈ

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 2 Comments

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: