“Harry looked down and saw deep green mountains and lakes, coppery in the sunset.”    -J. K. Rowling.

“When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.”                                                                                            -Mahatma Gandhi.
જ્યારે જિંદગી હતાશાથી ભરચક ભરાઇ ગઇ હોય. મગજમાં વિચારોના ધોધને કારણે માથુ ફાટા ફાટ થતુ હોય. નિંદા ઇર્ષ્યા, મત્સર, અભિમાન, લાલસા જેવા દુર્ગુણો મગજમાં ઘર કરી ગયા હોય, પણ દિલના કોઈ ખુણામાં લાઇફનો પેશન પડ્યો હોય. કેટલાંક સારા વિચારો હોય, કેટલીક ભુતકાળની સારી યાદો હોય. પણ વર્તમાનમાં મન અનિચ્છિત પરિસ્થિતિઓ થી જજુમતુ હોય અને એને ખબર પણ હોય કે કપરા નિર્ણયો લેવાના હજુ બાકી છે. કારણ કે પેશન ને પ્રોફેશનમાં લાવવાનો છે. એ ઇચ્છા મરવાના ૭૦ વર્ષ પહેલા સાકાર કરવાની છે.(એવરેજ આયુષ્ય ૧૦૦ ગણ્યુ છે. 🙁 )
આવી પરિસ્થિઓ માથુફાડી નાખે એટલા વિચારો લઈને આવતી હોય છે. ઇશ્વર દ્વારા પોતાને સોંપાયેલા કામ કરવાને બદલે વિચારોને કઈ રીતે શાંત કરવા એના વિચારો કરવા પડે છે. બહું અઘરૂ છે. વિચારોને શાંત કરવા માટે પણ વિચારો? ક્વાઇટ રીકર્સીવ પ્રોસેસ.
કુદરત આ દુનિયામાં હજુ જીવીત છે. જ્યારે જવાબ બહાર ન મળે, અંદરથી જવાબ મેળવવાનો રસ્તો ટેમ્પરરી બંધ થઇ ગયો હોય. ત્યારે એક જ વસ્તુ બચે. બસ હાથ ઉપર કરવા. અભિમાનથી નહિ પણ શરણાગતીની ભાવનાથી સહેંજ વધારે ડોંકુ ઉંચુ કરીને. વાદળી આકાશ કે ઢળતા સુરજ વખતના લાલ આકાશ સામે નજર કરીને, માત્ર આંખો ભીની કરીને, બે ક્ષણ સુર્ય સાંથે આંખ મેળવીને, બસ એટલુ જ કહેવુ કે ” આઈ એમ ડન એન્ડ આઇ એમ યોર્સ” . આ બંદગી છે, હજરત છે, પ્રાર્થના છે, ઇબાદત છે, નમાઝ છે.
કુદરત દોડતો દોડતો  બાંહ ભીડવા આવી પહોંચે છે. એ આંસુ જોઈને ખુશ થતો હોય છે. કારણ કે વિચારોના વરસાદમાં ન્હાતા ન્હાતા આંસુઓનો વરસાદ પણ વરસ્યો. આંસુ એટલે સમસ્યાઓનો રસ્તો. પીડાઓનુ પરિણામ નહિ.
આંસુ તૃપ્તિ આપે છે, સાચુ પણ,
કુદરતને તો મળવાનુ બહાનુ જોઈતું હોય છે.
જ્યારે કોઇ રસ્તો ના મળે ત્યારે હાથ ઉંચા કરીને કુદરત સામે સરન્ડર કરવું એજ રસ્તો છે. એ હાર નથી. એ મંઝીલ સુધી પહોંચવા માટેનુ એક વિરામ સ્થળ હોય છે. એવુ હું માનુ છું. અને એજ માનીને ચાલવાનુ ફરી શરૂ કર્યુ. સ્ક્રેચથી તો નહિ જ. પણ જે રફરોડ ઘણા સમય પહેલા બનાવ્યા હોય એ ક્યારેક તો કામ લાગે જ ને.
લાલ લાલ સુર્ય કેટલી પ્રેરણા આપી જાય છે. કૃષ્ણની અઢાર આધ્યાયની ગીતા વાંચ્યા પછી અર્જુન કહે કે “સ્મૃતિર્લબ્ધા”. પણ આથમતો સુરજ પણ ક્યારેક સ્મૃતિઓની ભેટ લઇને આવે છે. અને કાંનમાં કંઈક ફુકી જાય છે. એક આશા અને એક સુરજ બધા જ વિચારોને શાંત કરવા માટે પુરતા છે.
ઉગતો સુર્ય ભલે નવો દિવસ લઇને આવતો હોય. કદાચ નવા વિચારો લઇને પણ આવે. નવી તાજગી લઇને આવે. નવી તકો લઇને આવે. નવા વસ્ત્રો, નવી હવા, નવા નીર આ બધુ જ ઉગતો સુર્ય જ લઇને આવે છે. પણ આથમતા સુરજને જોવાની ક્ષણો ભુલાઈ જાય છે.
સાંજના સાડા છ વાગે ઓફીસની બારી બહાર જોઇને લાલ પીળા પણ આંખને ટાઢક આપતા સુર્ય જોવાનું ભુલાઇ જાય છે. બે ક્ષણ માટે એક નજરે કોઇ પણ કુદરતી વસ્તુને જોવાથી બધા ઉત્પાતો શાંત થઇ જાય એવુ મેં આજ અનુભવ્યુ. બસ દિલમાં એક હકારાત્મક આશા હોવી જોઇએ.
ઉડતા પંખીઓ ઉડવાની પ્રેરણા આપશે. વહેતો પવન હમેંશ વહેતા નીર જેવા નવા વિચારો લઇને આવશે. સુર્યના તીવ્ર રાક્તિક કિરણો વેધક ધારદાર વિચારો અપાવશે.
રસ્તો ખબર હોય પણ મુસાફરી શરૂ કરવાનો ડર આથમતો સુરજ ભગાડી શકે.
એ મુસાફરી માટેની શાંત ચિત સાથે વિચારોની મુસાફરી લઈને આવશે. પછી આ જ સુરજ besotted બનાવશે. બસ આજ સુરજને એક જ વિનંતી કે પરસીસ્ટન્સ અપાવે. કાયમીપણુ અપાવે.
ઉગતો સુર્ય ભલે સોનાનો પ્રકાશ ફેલાવતો હોય પણ, ઉપરના જે. કે રોલીંગના ક્વોટ મુજબ આથમતો સુરજ ઉંચા વિશાળકાય પર્વતોને તાંબાના રંગે રગી દે છે. તાંબાની જગ્યા સોનુ તો ના જ લઇ શકે.
આથમતો સુરજ જ ઓફિસના કંટાળા બાદ ઘરે જવાની આશ લઇને આવે છે. એજ બાળકોના કોમળ હાથોને સ્પર્શ કરવાનો મોકો આપે છે.  એ લાલ સુર્ય જ જતા જતા ઉંઘનુ વરદાન આપતો જાય છે, એ લાલ સુરજ જ ગર્લફ્રેન્ડ સાથે કેન્ડલ લાઈટ ડિનર માટેની પળો આપતો જાય છે.
આ લાલ સુરજ, ક્યારેક જીંદગીમાં શ્વેત પ્રકાશ ફેલાવનારા વિચારો આપતો જાય છે. થેંક્સ આથમતા સુરજ.
hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 2 Comments

 • – – – વિચારોને શાંત કરવા માટે પણ વિચારો..?

  – – – એક આશા અને એક સુરજ બધા જ વિચારોને શાંત કરવા માટે પુરતા છે.

  – – – બે ક્ષણ માટે એક નજરે કોઇ પણ કુદરતી વસ્તુને જોવાથી બધા ઉત્પાતો શાંત થઇ જાય એવુ મેં આજ અનુભવ્યુ.

  – – – તાંબાની જગ્યા સોનુ તો ના જ લઇ શકે.

  આથમતા સુરજ વિષે અદભુત ચિંતન . . . આથમતો સુરજ એટલા માટે ચુકાઈ જાય છે કે ત્યારે માણસ “મથતો” હોય છે અને સુરજ આ”થમતો” હોય છે ! કદાચ એટલે જ આથમતા સુરજે પણ એક આખરી પ્રયત્ન સ્વરૂપે પોતાનું તેજ ચંદ્ર’ને આપ્યું હોય છે કે હજુ એ તેજ અને તે નજારો જોઈ લો અને આંખો’થી અડી લો .

 • Hiren Kavad says:

  ખરેખર..ચંદ્ર પણ એક અનેરો અહેસાસ આપવા માટે આવતો હશો.! ખેર ચંદ્રની વાત ફરી ક્યારેક..!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: