
“હેય ફોરેસ્ટ તુ વિએતનામમાં હતો ત્યારે તને ડર લાગ્યો હતો?”
“વેલ, યેસ, આઇ… આઇ ડોન્ટ નો.”
“કેટલીક વાર ધોધમાર વરસાદને કારણે ટમટમાતા તારા દેખાવામાં ખુબ વાર લાગી, બટ જ્યારે આકાશ ખુલ્લુ થઇ ગયુ ત્યારે એ જીણા ટમટમાતા તારાઓએ પ્રકાશ ફેલાવી દીધો. પછી બધુ બરાબર હતુ. એ એવું લાગતુ હતુ કે જ્યારે સૂર્ય સ્થિર બની ગયેલા જળને પોતાની પથારી બનાવીને એમાં સુવા માટૅ જઇ રહ્યો હોય. ક્યારેક ત્યાં પાણીમાં લાખો જગમગારા હતા. ત્યાં ઉંચા ઉંચા જડ પહાડોની વચ્ચેનું સરોવર ખુબ જ ચોખ્ખુ ચળાક અને પારદર્શક હતુ. એટલે એવું લાગતુ હતુ કે જાણે એકની ઉપર બીજું એમ બે આકાશ હોય.
અને જ્યારે રણમાં સુર્યોદય થાય છે, ખરેખર હું કહી નથી શકતો કે સ્વર્ગ ક્યાં થોભી ગયુ હતુ અને પૃથ્વીની શરૂઆત ક્યાંથી થાય છે? એ પરમ સુંદર હતુ, (જાણે ઇશ્વર !)
“મારી ઈચ્છા હતી કે હું તારી સાથે રહી શકી હોત !” (ફોરેસ્ટની પ્રેમિકા એના છેલ્લા દિવસોમાં કહે છે.)
“યુ વર.. (તું હતી જેની. તુ હતી.)”.
રાતના ઓલરેડી સાડા ત્રણ વાગી ચુક્યા છે. અને બે ત્રણ દિવસ પહેલા જોયેલુ આ મુવી ફોરેસ્ટ ગમ્પ હજુ મને ઉંઘવા દેતુ નથી. ઉપરના ડાયલોગ એના નેટીવ ઈંગ્લિશમાં અને ફોરેસ્ટના અવાજમાં જ સાંભળવાની મજા આવે એવા છે. મેંતો થોડુંક ભેળવીને અનુવાદ કર્યો છે.
પણ નિખાલસતા અને નિર્દોષતાની ટોચ દેખાડતુ આ મુવી આંસુઓની ઉજાશ આપી જાય એવુ છે. મુવીના હીરોનો આઇ.ક્યુ ઓછો હોય છે, એટલે એ સામાન્ય બાળકો સાથે ભળતો નથી. એકદમ સહજ રહેતો માણસ ક્યાં સુધી પહોંચી શકે એ બતાવાયુ છે. એને કોઈ અપેક્ષાઓ વિનાનો પ્રેમ થાય છે, એને પી લાગી હોય ત્યારે એ દેશના પ્રેઝેડીનેટ પાસે મેડલ લેવા જાય ત્યારે એને પણ એમ કહી દે કે મને પી આવે એમ છે, આ નિખાલસતા, આ નિર્દોષતા, આ સહજતા. એને કેટલાંક મિત્રો પણ મળે છે, જે એને સતત મહિનાઓ સુધી ચાલતા વરસાદમાં અને મહિનાઓ સુધીના જાગરણમાં સાથ આપે છે, એને કાળા ધોળાનો ભેદ તો ખબર જ નહોતી. એટલે એનો ફ્રેન્ડ પણ એક નીગ્રો જ હોય છે, એ જ્યાં પણ જંપલાવે છે, ત્યાં કોઈ આશા અને કારણ વિના જંપલાવે છે, એટલે એને કોઇ ચિંતા નથી, ચિંતા નથી એટલે અન્ડર પરફોર્મન્સ નથી. યુધ્ધમાં એ એના પ્રિય મિત્ર બબ્બાને ખોઈ બેસે છે, પણ એણે કરેલુ પ્રોમીસ એ ભુલતો નથી. એના કુલા પર ગોળી વાગી હોય છે, એ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે, મિલેટ્રીનાં ઘણા જવાનોને એણે બચાવ્યા છે, એના ઓનરમાં એને મેડલ પણ મળે છે, પણ એની એને ક્યાં પરવાહ છે, એની તો એક જ ડેસ્ટીની હોય છે, “જેની !” જેને એ એક પળ પણ પોતાનાથી જુદી થવા દેતો નથી. એ પિંગ પોંગ રમવા લાગે છે, ફરી એ નંબર વન બની જાય છે, અને નેશનલ સ્પોર્ટ્સ પ્લેયર બની જાય છે, ત્યાં પણ એને કોઇ આશ નહોતી. રીટાયર્મેન્ટ આવતા એ બબ્બાનુ પ્રોમીસ પુરૂ કરવા ચાલી પડે છે, જે પણ પૈસા બચ્યા હોય એમાંથી એ શ્રીમ્પ બોટ ખરીદે છે. લેફ્ટનેન ડેન જેનો યુધ્ધમાં પગ કપાઇ ગયો હોય અને જેને શહિદ થઇ જવાનો શોખ હોય એ ફોરેસ્ટનો સાથીદાર બને છે, અને ફરી બન્ને પાગલની જેમ કામ કરે છે. એ દરેક જગ્યાએ કુદરતની નજીક છે, એણે સુર્ય પ્રકાશથી પાણીમાં પડતા જગમગારા જોયા. ક્યારેક એણે ખુલ્લા આખાશને જોયુ, એણે કુદરતના મહિનાઓ સુધી વરસતા વરસાદને સહન કર્યો, ક્યારેક એણે પરિસ્થિઓને મુંગે મોઢે જોઇ, તો ક્યારેક વરસતી ગોળીઓ અને બોમ્બના ધડાકા વચ્ચે એના પ્રિય મિત્ર બબ્બા ને શોધવા નીકળી પડ્યો. પણ સૌથી વધારે એને કોઇ યાદ આવતું હતુ તો એ “જેની !”
એ બધી જ જગ્યાએ નેશનલ લેવલે પહોંચી જતો કારણ કે એ જે કામ કરતો એમાં ડુબી જતો. એને જેનીને મેળવવાની આશા નહોતી પણ એ એને મીસ તો કરતો જ. અને જ્યારે જેનીની છેલ્લી પળો હોય છે, ત્યારે એ ઉપરનો ડાયલોગ બોલે છે. જે ઉપર અનુવાદ કર્યો છે. નીચેનો ડાયલોગ મારા તરફથી બોનસમાં.
“તુ મારી સાથે જ હતી. મારા વિચારોમાં જ હતી. મે દરેક શ્વાસમાં તને અનુભવી છે, વહેતી હવાનુ એક એક ઝોંકું તારી સુંગધની યાદ અપાવતુ હતુ. એ સૂર્યનુ કિરણ આંખોને દિલાસો આપતુ કે તુ હજી છે, હું દોડતો જ ગયો દોડતો જ ગયો, દોડતો જ ગયો. લોકો એ પોતાની મનઘડત કહાનીઓ બનાવી નાખી. પણ હું તો કારણ વિના દોડતો હતો. જ્યારે થાકી ગયો ત્યારે અચાનક થોભ્યો અને ઘરે આવી ગયો. તુ હતી જેની તુ હતી !”
Note: I am note a Film Reviewer. જસ્ટ મુવીના ડાયલોગે આંખો ભીની કરી દીધી એટલે શેર કરી દીધો. 🙂
હૃદય’થી બનાવેલ અને હૃદય’થી જ જોવાયેલ મારા મનપસંદ મુવીઝ’માનું એક . . .
નાનું છતાં ટુ ધ પોઈન્ટ આલેખન , દોસ્ત 🙂
આભાર,…!! મિત્ર.!