મારે મારી સ્મૃતિ મીટાવવી છે. અકળામણોનું કારણ સ્મૃતિ છે, વિષાદોનું કારણ સ્મૃતિ છે. આંખોના ખુણે ભીનાશ નથી એનું કારણ પણ સ્મૃતિ જ છે. સ્મૃતિ નડે છે. સ્મૃતિ આશ્ચર્યનું ખુન કરે છે. સ્મૃતિને વર્તમાનને ઓળખી લેવાની આદત છે. પ્લીઝ કોઈ સ્મૃતિઓં ભુંસવા માટેનું ઇરેઝર આપો ને. નાના હતા ત્યારે પેંસિલથી લખતા, ખોટું લખાઇ જતુ ત્યારે જો પોતાની પાસે ના હોય તો બીજા પાસેથી “ચેક રબર” માંગતા. પણ સ્મૃતિઓને ભુંસવા માટેનું કોઇ જ ઇરેઝર નથી?

યાદોમાંતો ઘણી યાદો ગમતી પણ છે, અને ના ગમતી હોય એવી પણ છે. પણ હવે જ્યારે એ જ યાદો ફરી પગલા ભરતી ભરતી બીજી વાર સાચી થવા આવે છે, ત્યારે યાદોનો સ્વાદ ફીક્કો લાગે છે. મારે સ્મૃતિને ભુંસીને આ યાદોને મીટાવવી છે. જેથી પગલા ભરીને મારા તરફ આવતી યાદોને હું રમાડી શકુ.

યાદોને ક્યાં કોઇ નિશ્ચિત સ્થળ હોય છે. એ તો ક્યારેક ગરબાના તાલે તાંડવ કરનારના પગની ઝાંઝરની ઘુઘરીઓમાં હોય છે. એ ક્યારેક ક્લાસરૂમમાં બેસીને લેકચરર માટેની મુંગી કમેન્ટ્સમાં હોય છે. ક્યારેક એ યાદો કોઇએ હવામાં હાથ હલાવીને “બાય” કહ્યુ હોય એ ક્ષણમાં છુંપાઇને બેસેલી હોય છે. ક્યારેક એ યાદો માખણજેવા કોઇના ગાલના સ્પર્શના તણખામાં હોય છે. પણ યાદ ત્યારેજ બને જ્યારે ધડકનો વધારી દેતી ક્ષણો આવે. આ ઘટના ભાગ્યે જ આવતી હોય. બીજી વાર એ જ ઘટનાથી યાદોનું સર્જન તો નહિ જ થાય, પણ એ જ ઘટના ક્યારેક કડવી પણ લાગે. એટલે જ હુ સ્મૃતિઓ મીટાવવા માટેનું ઈરેઝર શોધુ છું. કાશ કોઇ હોલિવુડની મુવીઝ માં આવે એવુ કોઇ યંત્ર આપી દે અને હુ મારી યાદો મીટાવી દવ.

હું અકળાયો છું આ એક ને એક યંત્રવત જીંદગી થી. જે રોમાંચ મને પડતા આખડતા મળતો હતો એ રોમાંચ સારા પગાર અને પોચી પોચી ખુરશીમાં નથી મળતો. પહેલા દિવસનો રોમાંચ હવે કડવા કડિયાતા જેવો કડવો પણ નથી લાગતો, કડવુ કડિયાતુ પણ શરીર માટે ફાયદાકારક હોય. આ ક્ષણો તો મને ફોલી ફોલીને ખાઈ રહી છે. મારે મારા ગોઠણ છોલાવા દેવા છે. પગે ઠેસો આવવા દેવી છે, ભલે લોહી નીકળે. હુ લંગડાતો ચાલીશ. પણ એ લંગડાતો ચાલવાથી સીધા ચાલતા થઈ જવાની રાહ થોડોક તો રોમાંચ આપશે.

યેહ જવાની હૈ દિવાની મુવી માં એક ડાયલોગ છે, જ્યારે દિપીકા પુછે છે, “તુમ ક્યા ચાહતે હો બની?” ત્યારે જે બન્ની (રણબીર) નો જવાબ હોય છે, એના પર આખી જીંદગી જીવી નાખવા જેવી છે. એ કહે છે,

“રફતાર, પાગલ પન, મૈ ઉડના ચાહતા હુ, દોડના ચાહતા હુ, ગીરના ભી ચાહતા હુ, બસ રૂકના નહિ ચાહતા.”, ક્યા ડાયલોગ હૈ.

હાલ તો રફતારની કમી છે, કાંતો મારે પડવુ છે, અથવા તો મારે સ્મૃતિઓ ને ભુંસીને જે પહેલેથી દોડવાની મોજ આવે એ લઇ શકાય. પણ આ શક્ય નથી. પાગલપનની કમી છે.

પાગલપન વિના સમયને ભુલી ના શકાય. જ્યારે ઘડીયાળના કાંટા સામે વારંવાર નજર જતી હોય ત્યારે કોઇ વસ્તુને એન્જોય ના કરી શકાય. બસ સમયને ભુલી શકુ એવી કોઇ રોમાચીંત ક્ષણો ની જરૂર છે. બસ યાદોને ભુલવાની જરૂર છે.

આ સુકા જીવનમાં કોઇ વાવાજોડાની અને તુફાનની જરૂર છે. કદાચ એ જ આંસુ અપાવશે. કોરી આંખો કદી તુફાન સામે લડી ના શકે.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Leave a Reply

Enter email to get latest update

Join 3 other subscribers

Tell me something @ HirenKavad@ymail.com

%d bloggers like this: