લગભગ દોઢેક વર્ષ પહેલા સિટી બસમાં આવેલા વિચારોને કારણે લખેલો આ લેખ.

સીન છે અમદાવાદની એમ.એમ.ટી એસના કોઇ ભરચક બસ સ્ટેન્ડ નો.  ઘણા છોકરાઓમાંના બે છોકરા ઓ મસ્તીનાં મુડમાં છે અને કોઈ દેસી ગર્લ ત્યાંથી નીકળે છે, આ દ્ર્શ્ય જોતા મને તો ઘણી બધી ગુજરાતી ગઝલો પણ યાદ આવે છે, કારણ કે આ છોકરીને છોકરાઓની જ ભાષા મા કહુ તો માલ છે. આ છોકરી પણ તે બસ્ટેન્ડે આવીને ઉભી રહે છે, અને છોકરો (છોકરીઓની ભાષામાં કહુ (કદાચ આવુ જ કહેતી હશે)) ફટાકડો છે. હવે ધીરે ધીરે આદત વશ છોકરીની સામે તાકવાનું શરુ કરે છે. અને છોકરીને પણ ખબર પડે છે કે તે છોકરો તેની સામે એકધારૂ જુએ છે. થોડી વાર છોકરીઓનાં નિયમો અને અનૂશાસનનું માન રાખવા તે છોકરી તેના સામુ જોતી નથી, પણ નોટીસ તો કરતી જ હોય છે. છોકરાનો પતંગ તો ક્યારનોંય ફીરકીના બંધમાંથી મુક્તિ મેળવી ચુક્યો હતો પણ હવે પેલી છોકરીનોં પતંગ પણ કિન્ના પાસેથી કપાઇ ગયો. આ છોકરીનું બ્યુટી વર્ણન કરુ તો કદાચ કંઈક ચુક થઇ જશે એટલે એમ જ કહુ તો બરાબર લાગશે કે કિન્ના પાસેથી એટલે કપાણો હતો કારણ કે કોઈને લુટવા માટે તે પતંગ નીચે ના ઉતરે ત્યાં સુધી રાહ જોવી પડે, કારણ કે દોરી તો હોય નહિ એટલે તેનું લેપટણ ના કરી શકાય કે પછી કોઈ કાંટાળા જવડા કે ખવણા ભરાવી લુંટી ના શકાય, પણ આવા પતંગને લુટવા માટે જોઇએ રામાયણની અહલ્યામાં જે ધીરજ હતી તે ધીરજ વાળો અનુભવી લુટણયો. આ છોકરાએ ખબર નહિ પતંગ કેટલા લુટ્યા હશે પણ પતંગોની પાછળ દોડ્યો હશે એવુ તો લાગતુ જ હતુ. છેલ્લે તો કોઇ પણ કપાયેલા પતંગને નીચે તો આવવાનુ જ હોય છે. થોડી વાર પછી શરુ થાય છે ટુ-વે કોમ્યુનીકેશન. છોકરી પણ છોકરાને લાઇન આપે છે. “ ઓય, આમ જો બસ આવી ગઇ ”, પેલા છોકરાને તેના ફ્રેન્ડે કહ્યુ. સ્ટોરી અહીં પુરી નથી થઈ ગઈ. પણ હજુ તો શરુ જ થઇ કહેવાય.

જમાનો ચાલી રહ્યો છે સોશીયલ નેટવર્કીંગનો ફેસબુક, ટ્વીટર, માય સ્પેસ અને બ્લોગ્સ જેવી સાઇટમાં આજે કદાચ આ બસસ્ટેન્ડનું કામ કરી રહી છે, પણ કદાચ સ્ટાઇલ અલગ છે અને દરેક માણસ ને પોતાની એક કાતીલ અને મારકણી, યુનીક સ્ટાઇલ હોય જ છે, ના હોય તો એ માણસ ને મને કોપીડ કહેવામા કંઈ વાંધો દેખાતો નથી, એવુ મને લાગે છે. ખેલ બધો નઝરીયા નો જ છે, પણ એ નઝર હોવી જોઇએ.

સિટી બસ મા સોશીયલ નેટવર્ક

તો હવે આવુ હું મારા મેઇન ટોપીક પર સિટી બસ મા ચાલતુ હોય છે એક સોશિયલ નેટવર્ક જેને કહી શકાય સિટી બસનું સોશિયલ નેટવર્ક. અને આ નેટવર્કમાં લોગિન સિટી બસનાં કોઈ પણ બસ સ્ટેન્ડ પરથી થઈ શકાય. અને આગળની જે સ્ટોરી હતી એને તમે આના રેફરન્સમાં શું કહી શકો? એજ હતી કદાચ તમારી સાઇન-અપ પ્રોસેસ. અને આ સાઇન અપ જસ્ટ તમારી મરજી થી નથી થતુ પણ સામે વાળી પાર્ટી ના ઘણા વેલિડેશનમાંથી પસાર થવુ જ પડે છે, એને હેક કરવું કદાચ અસંભવ છે (હાહાહા એટલે જ તો કદાચ ઘણા હજુ રજીસ્ટર થવા માટે લાઇનમાં લાગેલા છે). એકવાર સાઇનઅપ થઇ ગયા પછી ફેસબુક જેમ પોતાના યુઝરને કોઇ પણ એડવર્ટાઇઝ મેન્ટ વગર ખેંચી લાવે છે એ રીતે તમને આ નેટવર્ક ખેચી રાખશે.

હવે કદાચ પેલી સ્ટોરીનો ઇન્ટરવલ અને ક્લાઇમેક્સ આમાં આવી જ જશે. લોગીન થઇ જાવ કોઇપણ નંબરની બસમાં ચડીએ એન્ડ વેલ કમ ટુ… “ સિટી બસ સોશિયલ નેટવર્ક.કોમ ”. ફેસબુકમાં તો પ્રોફાઇલ પિકચર ફેક મુકેલા હોઇ શકે, સ્ટેટસ કોઇના ઉઠાવેલા હોય, ગુગલી બેબી ફોટોઝ તો સો ઇમોશનલી છોકરીઓનાં પ્રોફાઇલ પીકચર તો હોય જ,  જોઇએ ત્યારે ખબર પડે કે આતો બ્લેક બ્યુટી છે અને બ્લેક બ્યુટી હોય તો તો સારુ જ ને, ક્યારેક તો પૈસા પડી ગયા એમ જ લાગે. બટ ધેર ઇઝ નો ધીઝ ટાઇપ ઓફ કન્ફ્યુઝન ઇન ધીઝ નેટ વર્ક,કારણ કે

૧) કોઇ પ્રોફાઇલ પિકચર નહીં એટલે નો ફીઅર ઓફ ડબલ ક્રોસીંગ

૨) તમને ફેસબુકની જેમ જસ્ટ ફોટો જોવા મળતો નથી, પણ થ્રિ-ડાયમેન્શનમાં જોઈ શકો છો અને કહુ તો ફોર-ડાયમેન્શનની જેમ મહેસુસ પણ કરી શકો છો.

૩) રિઅલ અદાઓ અપલોડેડ ફોટાઓમાં ક્યાં હોય છે, હોય છે તો બે ઘડી અને ફોટામાંજ સારા લાગતા મોડેલિંગ પોઝીસ. અહીં તો તમને જોવા મળશે પગની એડીથી માથાની લટ સુધીનો પરફેક્ટ નઝારો, જેમા છેતરાવાના ચાન્સીસ બવ ઓછા હોય છે. કારણ કે પછી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલવી કે નહિ તે તો આપણા પર ડીપેન્ડ કરે છે.

૪) નો નીડ ફોર ઇન્ટરનેટ કનેકશન.

૫) લાઇવ ચેટીંગ ઇઝ પોસીબલ. આ સિવાય પણ ઘણા ફાયદા છે.  ફેસબુકમાં જે બધી ફેસિલીટી છે તે આ નેટવર્ક સાથે કેવી સીમીલારીટી ધરાવે છે એ તો જોવુ જ પડે ને.

ફેસબુક એક ફેસિલીટી છે Poke ની, હવે આ નેટવર્કમાં પોક એટલે શુ? ફ્રેન્ડ્શીપ રિક્વેસ્ટ, નોટિકિકેશન્સ, મેસેજીસ, ચેટીંગ, પોસ્ટીંગ ઓન વોલ(કદાચ પોસ્ટીંગ ઓન હર્ટ), ગેમ્સ એન્ડ એપ્સ, એડવર્ટાઇઝમેન્ટ, ગ્રુપ્સ, લાઇક, શેર, કોમેન્ટ, લોગઆઉટ એટલાસ્ટ બટ નોટ લીસ્ટ ડીએક્ટીવેટીંગ.

ફેસબુકનો ફાયદો એ છે કે તમે કોઇ પણ ને ઓળખતા હો કે ના ઓળખતા હો ફ્રેન્ડ્શીપ રિક્વેસ્ટ મોકલો એટલે કદાચ એકસેપ્ટ થઇ જાય. ફેસબુક પોકીંગ એટલે ગુજરાતી અર્થ કદાચ એવો થઇ શકે કે યાદ. એટલે જ્યારે તમે કોઈને પોક કરૂ ત્યારે એમ કહ્યુ કેવાય કે હું તને યાદ કરુ છુ. આંગળી ચીંધવી એવો પણ અર્થ છે. અહીં ડારરેક્ટ ફ્રેન્ડ્શીપ રિક્વેસ્ટ જો તમે વ્યક્તિ ને ઓળખતા નહિ હોવ તો રીજેકટેડ જ થવાની. નો ડાઉટ. એટલે આ નેટવર્ક માટે પોકીંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ડ એન્ડ લિટલ ડિફરન્ટ ફ્રોમ ફેસબુક ઓલસો. પોકીંગ એટલે મોસ્ટ ફેમસ લેન્ગવેજમાં કહુ તો લાઇન મારવી, થોડી થોડી વારે જેને ફ્રેન્ડ બનાવવાની હોય તેની સામે જોવુ. અને જો કોઇ રિસ્પોન્સ મળે તો પછી જે ફેસિલીટી ફેસબુક પણ પ્રોવાઇડ નથી કરતી એ ફેસિલીડી ચેટીંગ વિથાઉટ બીંઇંગ ફ્રેન્ડ તમે કરી શકો અને આ જ હતી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટની પ્રોસેસ. એકસેપ્ટ થઇ જાય તો જલસા રે જલસા. કોઈ મારકણી અદા પરનો ડાયલોગ એટલે કમેન્ટ, લટને તેની નાજુક આંગળીઓથી કાન પાછળ હળવેથી ખસેડે અને પછી તે નજારો ઘર કરી જાય તો તે લાઇક, કોઇ આપણી ફ્રેન્ડ પેલી ફટાકડીના નવા સમાચાર આપે કે કેમ આજે તે લોગીન નથી થઈ કે પછી બીજી થયેલી ડિસ્કશન એ નોટીફીકેશન, ઘણા બધા ફ્રેન્ડ્સ મળીને ટોકીંગ શોકીંગ, વાદ યા વખાણ ચાલતા હોય તો તે ગ્રુપ એક્ટિવીટી અને ગ્રુપ ચેટીંગ, આખરે જેની સાથે સેટીંગ થઇ ગયુ છે તે જો તમને મીઠી વાત કરે અને જો તમે ખીલી ઉઠો તો હાર્ટ કે વોલ પોસ્ટીંગ, વીથાઉટ ફાયનાન્સ હોઠ ટુ હોઠ કોઈ વસ્તુ વીશે ચર્ચા થાય તે મોસ્ટ ઇફેક્ટીવ ટાઇપ ઓફ એડવર્ટાઇઝીંગ હવે વાત કરીએ પ્રાઇવેટ સેટીંગ્સની તો ચેહરા પર જો દુપટો વીટેલો હોય તો તે પ્રાઇવસીજ છે, કારણ કે તેને તેના ફ્રેન્ડ સિવાય કોઈ ઓળખી શકવાનુ નથી, સિટી બસની નીચે ઉતરી જવુ એટલે લોગઆઉટ અને આખરે બ્રેક અપ થાય તે અનફ્રેન્ડીંગ અને જો તે બસમાં ચડવાનુ બંધ થઇ જાય તો તે કદાચ ડીએકટવેશન.  જો બીજા રુટ મા આ પ્રોસેસ ચાલુ થાય તો તે ફરી થી રીએકટીવેશન અને આ બધુ ફરી ચાલુ થઇ જશે.

પણ સીક્કાની બે બાજુ તો હોય જ ને એમ આ સોશીયલ નેટવર્ક ના ઘણા ડિસએડવેન્ટેજ પણ છે જ. ક્યારેક ફ્રેન્ડરિક્વેસ્ટ વખતે મેથીપાક મળે તો એ પણ આ નેટવર્કીંગ નો એક પાર્ટ જ છે. જે કદાચ ફેસબુકની લેન્ગવેજમાં એબ્યુઝ કહી શકાય. હાહાહા. રિપોર્ટ/સ્પામ જેવી ડેફિનેશન પણ આના રેફરન્સે આપી શકાય. ફેસબુકમાં પણ ફિલોસોફી તો દેખાઇ આવતી હો જ છે પણ કદાચ વિષયાંતર થઇ જશે, ફરી ક્યારેક વાત. પણ ફાયદા કઇ ઓછા નથી, કોઇ દેશની સમસ્યા હોય તેની ચર્ચા જેટલી ફેસબુક પર થતી હોય તેના કરતા ઘણી પ્રવેગીત હોય છે. પછી કોઇ પણ ફિલોસોફીકલ કે સિમ્પથીકલ વાત હોય, સિટીજનો પાછળ તો નથી જ. અને આ નેટવર્કમાં પણ જસ્ટ આ પ્રેમલા પ્રેમલીનું જ કામ થાય એ જરુરી નથી, જસ્ટ એકઝામ્પલ છે, બાકી વાત તો દરેક ફિલ્ડમા લાગુ પડે છે. કોઈ બુઢઢા વ્યક્તિ ને ભીડમાં જગા ના મળી હોય તો ત્યા પણ વીના કોઈ રીક્વેસ્ટ જગ્યા આપવી ત્યા કેસબુકી ફિલોસોફી ટુકી પડતી હોય છે. કારણ કે સંવેદનશીલતા શબ્દોથી ઓછી વ્યકત થઇ શકે અને ચેસ્ટા ઓથી તે ઇમ્લીમેન્ટ થતી હોય છે, તો આ છે સિટી બસનું સોશિયલ નેટવર્ક.

“ ઓય આમ જો બસ આવી ગઇ ” આ સીલસીલો એક દિવસ નો તો નાજ હોય. પોકીંગ રોજ થવું જોઇએ. ટ્રાય એન્ડ ટ્રાય. વન ડે સકસેસ વિલ બી અવર, અને ક્યારેક સામેથી પણ ફ્રેન્ડ રિકવેસ્ટ આવશે અને પછી મળશે તે લુટેલો પતંગ ચગાવવાનો મહા મહેનત પછી નો આહલાદક આનંદ.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 5 Comments

 • Mayur says:

  સાવ સાચી વાત છે !! અમે પણ સુરતની સિટી બસનો આવો અનુભવ લઈ ચુક્યા છીએ. કોલેજકાળમાં સીનિયર્સ સાથે સિટીબસમાં જે મસ્તી થતી + ડ્રાઈવર અને કંડક્ટર પણ આપણા જાણીતા હોય, દરરોજના જાણીતા ચહેરાઓ એકબીજા સાથે ગમ્મત ગુલાલ કરતા-કરતા અડધી કલાકનો રૂટ કેવી રીતે ટાઈમપાસ કરાવી આપતા એ તો હજી પણ જાણબહાર જ છે !!!.. પછી ધીમે-ધીમે અમે લોકો સીનિયર્સ બની ગયા અને હવે વન્સ અપોન અ ટાઈમ ઇન સિટીબસ ઑન ધી વે ટૂ સિટીબસ !!!!

  હિરેનભાઈ, આપની લેખનકળા પણ જબરદસ્ત છે. બસ આમ જ લખતા રહો. અને અમારા ગુજરાતીસંસાર પર પણ ક્યારેક પધારો.

  • Mayur says:

   I meant = “વન્સ અપોન અ ટાઈમ ઇન સિટીબસ ઑન ધી વે ટૂ કોલેજ !!!!”

  • hirenkavad says:

   થેંક્સ ભાઇ, મયુર..! અને સ્યોર તમને મળતા રહીશુ. અમે પણ ત્રણ વર્ષ સુરતની બરમેચા સન્સમાં મુસાફરી કરી છે.

 • ખુબ સરસ સોશીયલ સાઈટ છે. આવી સાઈટ બહુ ઓછા ને મળે છે. પણ જેને મળી જાય તેને મજા પડી જાય.મેં પણ આવી સાઈટ માં લોગ ઇન કરાવેલું હતું.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: