નદીની પેલે પાર, ઘોર અંધકાર. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સૂર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઇકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે ડુબોવી મારશે? કારણ કે નદીમાં વહેતા પાણીનાં કાંઠાની કોઈ સીમા જ નથી. એ નદીમાં જાણે દરિયાઇ તોફાન આવ્યુ હોય. એ કોપ સહેવા કોણ તૈયાર થશે ?

આ તો ક્રિષ્ન જન્મરાત્રીનો માત્ર એક સીન છે. પણ આ સીન ક્રિષ્ન જન્મ માટે આવશ્યક પણ છે. (લેખન અને સર્જકને પોતાની કલ્પના સૃષ્ટી કરવાનો હક છે. આના પાછળ કોઇ શાસ્ત્રનો પાયો નથી). ગીતામાં ઇશ્વર ક્યારે ક્યારે જન્મ લે અને ક્યા પ્રયોજનથી જન્મ લે એતો ક્રિષ્નએ કહી દીધુ. પણ એક રીતે એણે પોતાની દાસ્તાન તો નથી જ કીધી. ઈશ્વર જન્મ માટે “યદા યદા હી ધર્મસ્યા, ગ્લાનિર્ભવતી ભારતઃ” ની જરૂર પડે પણ ક્રિષ્ન જન્મ માટે બીજા કારણો છે.

હાલી ચાલીને આપણે એક કારણ તો આપી જ દઇએ “પ્રેમ”. હા પ્રેમ તો છે જ. અને હું તો પ્રેમને પીણુ માનીને ઘટઘટાવુ સુ હોતે. પણ માત્ર આ કારણ ના હોઇ શકે. કારણ કે જે સ્થિતિમાં ક્રિષ્નને જન્મ લેવો પડ્યો છે એ સ્થિતિ પ્રમાણે તો નહિ જ.

તો ચાલો જોઇએ એવા કેટલાક કારણો…

ક્રિષ્નનો જન્મ ક્રોધમાંથી થયો છે : ક્રોધ, ગુસ્સો કે એન્ગ્રીનેસ આ શબ્દોને આપણે દુર્ગોણો ગણીને વગોવી માર્યા છે. ક્રોધ એ દરેક જીવની અભિન્ન જરૂરિયાત છે.

જો ક્રિષ્ન જેવા હેન્ડસમ,બુદ્ધિશાળી, ચતુર, વિવેકી, રાજનીતિજ્ઞ, પ્રેમી, મિત્ર, સહાયક, કૃપણ, ક્યારેક કાયર પણ,  સ્વપ્નદ્ર્ષ્ટા, પેશનેટ, મોજીલા પુત્રની પ્રાપ્તિ થતી હોય તો ક્રોધ ઇઝ વેરી નાઇસ. ક્યારેક ક્રોધ આવશ્યક હોય છે. ક્રિષ્ન જન્મ માટે ક્રોધ કંસનો હતો. વિધીના લેખ જેવી અતાર્કિક વાતમાં નથી પડવુ. એ બધુ હશે જ. પણ ક્રોધ જેના પર વરસી રહ્યો છે. એ વ્યક્તિમાં કોઈક તો એવી રાસાયણિક ક્રિયા થાય જ કે જેથી એ ક્રોધીત વ્યક્તિને જવાબ આપી શકે. ક્રિષ્ન આ જ જવાબ છે.

ક્રિષ્નનો જન્મ ક્રુરૂક્ષેત્રમાંથી થયો છે : દરેક માણસના જન્મતા પહેલા કેટલાક કામો સોંપાયેલા હોય છે. એ કામ જ માણસને પોતાની સાચી ઓળખ આપતુ હોય છે. ક્રુરૂક્ષેત્ર એમાનું એક કારણ છે. ઘડીક ક્રિષ્નને ઇશ્વર માની લઇએ તો યુધ્ધ તો ક્રિષ્નના મનમાં ક્યારનુંય થઇ ચુક્યુ હતુ. એનુ પરિણામેય આવી ગ્યુ’તુ. પણ મનમાં જે ઘટના રચાય એને ફલક પર જો ન લઇ જઈએ તો માથુ ઉંચુ કરીને જોશે કોણ. ડાયરેક્ટર ના મનમાં બધાજ દ્રશ્યો તૈયાર હોય પણ એને સ્ટેજ પર અથવા કેમેરામાં કેદ કરવામાં ના આવે ત્યાં સુધી એ ફિલ્મમાં પરિવર્તિત નહિ થઇ શકે. એટલે કરૂક્ષેત્ર અને ત્યાંની બધીજ વસ્તુઓ ક્રિષ્નનુ સર્જન કરવા પાછળ જવાબદાર હતી. ક્રિષ્ન ક્રુરૂક્ષેત્રનો ડાયરેક્ટર છે.

ક્રિષ્ની: મિત્રતા માટે સુદામાં અને ક્રિષ્નનો દાખલો જ લેવાય છે. પણ બીજી એક મિત્રતા ક્રિષ્ન અને ક્રિષ્ની એટલે કે દ્રૌપદી વચ્ચે પણ હતી. કોઇ પણ વસ્તુનો જો આદી કે અંત ના હોય એટલે ઉર્જા નો કોઇ અંત નથી એના રૂપો બદલાતા રહે છે. તો મિત્રતા પણ એક ઉર્જા છે. એ ક્રિષ્ન જન્મ પહેલા પણ હતી અને પછી પણ. એ મિત્રતા જ ક્રિષ્નને જન્મ લેવા માટે નિમંત્રણ આપી રહી હતી. ત્યારના જમાનામાંય સ્ત્રિઓ પૂરુષ સાથે મિત્રો રાખતી હતી. અત્યારેતો કોઈ છોકરો એની ફ્રેન્ડ જોડે વાત કરતો હોય તોય અફવા ઉડે કે “એ એની સાથે ચાલુ છે” પણ શું? “મોબાઇલમાં ગીત ચાલુ હોય તો ભલે.” પણ મિત્રતા ને વર્ષો પહેલા આવુ પવિત્ર અલૈંગીક મિત્રતાનુ ઉદાહરણ બેસાડાવુ હતુ. એટલે જ ક્રિષ્ની એક કારણ છે.

raja_ravivarma_painting_radha_madhava

કુંજ : “જયો રાધા માધવ જય કુંજ વિહારી” કુંજે કેટલી રાહ જોઇ હશે? કુંજની ભુમી એ કોમળ ચરણોના રાસનો તાલ મહેસુસ કરવા તડપતી હશે. કુંજની અવનિ તપી હશે. કારણ કે એને કોઈ હિરલાનું સર્જન કરવાનુ હતુ. હા કુંજ પણ એક કારણ છે. કુંજ એ શ્રુંગારનુ સર્જન  છે. કુંજ એ પ્રેમની પુર્તિ છે. કુંજ કે રાધા ક્રિષ્નો લવ પાર્ક છે. કુંજની આ મૃદુ દ્રશ્યો જોવાની ભુખ એજ ક્રિષ્ન જન્મનું કારણ છે. વ્રજને ક્રિષ્નના બધા સ્વુરૂપો જોવા હતા, એને માટી ખાતો ક્રિષ્ન જોવો હતો તો એને ગીરીવરધારી  ક્રિષ્ન પણ જોવો હતો. વ્રજને યમુના તરે ક્રિષ્ન દ્વારા છૂપાવાતા વસ્ત્રોનુ દ્રશ્યો જોવુ હતુ તો એને કાળીનાગ સાથે થયેલી ફાઇટ પણ જોવી હતી. એને રાધા અને ક્રિષ્નનો પ્રેમ વૈભવ જોવો હતો તો એ વૈભવની જુદાઈ સમી રાધા ક્રિષ્નને છુટા પડવાની ક્ષણો જોવી હતી. એને માતાનુ અમૃત સમુ દુધ પીતા ક્રિષ્નનું સાક્ષી થવુ હતુ તો પુતનાના વિષ સમા દુધ પીવરાવવાની ક્ષણો પણ પોતાની ધુળમાં કેદ કરવી હતી. એને એ પુર્ણ વ્યક્તિના ચરણો ને ચાખવા હતા. કુંજ એટલે ક્રિષ્ના કરો ને આકાર આપતી ભુમી.

ગડ ગડ ગડ ગડ ગરજે વાદળ,
ભડ ભડ ભડ ભડ ભડકે ગાડર,

ધડ ધડ ધડ ધડ ધરણી ધ્રુજે,
કોપે પવન ને પહોચે કુંજે,

વાંસ ને વાટ કોની આતુર ?
હવા ને કહે, મને તુ ફુંકે.!

મોરલીયા તો નાચના ભુખ્યા.
નાચે ચરણો, ભુ પીંછા ચુટે.

વનરાજીઓ બાગબગીચા,
રાસની વાટે હરખને જુંટે.

જેલની કોઠી માની ચીસો,
કહે સમેટાયુ બધુ,
બસ હવે શ્યામ જ ખુટે..!

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 6 Comments

Leave a Reply

%d bloggers like this: