“રાધા પ્રેમતો બે વચ્ચે થાય.. લગ્ન તો બે વચ્ચે થાય. આપણે બન્નેતો એક જ છીએ. તો આ કેવી રીતે શક્ય છે?”, ક્રિષ્નનાં ધતીંગ તો આવા જ હોય. બેને એક બનાવવા માટેની એક જ ઘટના છે, પ્રેમ, મોહબ્બત, લવ.

આજકલ સબકુછ બદલાસા લગતા હૈ,

વહ તીતલી, વહ ભંવરા ઔર રસ સે ભરી કલી,

પાની સે મીલને કે લીયે તડપતી હુઇ બારીશ કી બુંદે.

વહ હીલતે પત્તે ના જાને ક્યાં ફુસફુસાતે હૈ ?

યહ ગગન કિસીકો ઉડાને કે લીયે હલકા હો ગયા હૈ,

યે બાદલ કિસીકો જોર જોર સે આવાજ દે રહે હૈ.

યહ બાદલ ઔર જમીન કી ગુફ્તેગુહ હૈ,

યહ પાની ઔર આગ કા મીલન હૈ,

યહ લહુ સે મીલને કે લિયે બેતાબ તલવાર કા મીલન હૈ,

પ્રેમ મુજ જૈસે ભંવરે કો તુજ જૈસી કલી કો મિલને કી ચાહ હૈ.

 

પ્રેમમાં ભૂખ ઉંઘ અને વિચારોનો થાક નથી હોતો એ બધુ ચર્ચાઇ ચુક્યુ છે. પરંતુ આ બધા પાછળનુ કારણ શું ?

ઉંઘતો આંખ પાસે ટકટકી લગાવીને બેસેલી જ હોય છે, પરંતુ એજ આંખોને જાગરણ કરીને જુગાર રમવાનુ મન કેમ થાય છે? હ્રદયને તો ક્યારેક પરિણામની ખબર પણ હોય છે. પણ એ છાનુમાનુ જોયા કરે છે. એને પણ પ્રેમની રમત રમવાનો નશો હોય છે. એટલે એને કોઇ પણ પરિણામની પરવા નથી હોતી. એની પાસે વજ્ર જેવી સહન શક્તિ હોય છે, પછી ભલેને એ સહનશક્તિ જાળવવા આંસુ ઉછીના લેવા પડે.

પ્રેમમાં એક સુગંધ છે, જે પળે પળે વ્યક્તિને ફ્રેશ રાખે છે. એટલે એને આખી રાતનાં જાગરણનો કોઈ જ થાક નથી. પ્રેમ વ્યક્તિને રૂપના ઘુંટડા પીવરાવે છે. એટલે એને તરસ કે ભુખ નથી.  પ્રેમ માણસને દૂર દ્રષ્ટિ આપી જતો હોય છે, એને ભાળ આપી જતો હોય છે. એ આઘેનું વિચારવામાં એને થાક નથી લાગતો, એટલે જ પ્રેમ એક નશો પણ છે. નશા ઘણા પ્રકારના હોઇ શકે, એક પીવો ત્યાં સુધી રહે, બીજો રાતે પીવો અને સવારે ઉતરી જાય, પરંતુ પ્રેમ બે વ્યક્તિ ને જ એકબીજાનો નશો બનાવી દે છે, એકબીજાને પીધા વિના ન ચાલે એટલે ન જ ચાલે, પીધે જ રાખો.

 

Waiting in love

 

પ્રેમ કદી એક દ્વારા થતો જ નથી. ક્રિષ્નને તો નતનવા ધતીંગ કરવાની આદત જ છે, એ એના માટે જ આટલો બધો લવેબલ લાગે છે. પ્રેમના કારણે એવી તો કેવી તલબ લાગે કે શરાબનો નશો સાઇડ માં રહી જાય? શરાબનો આદતી જ્યારે શરાબ ના પીવે ત્યારે માત્ર હાથપગ ધ્રુજતા હોય, પરંતુ સાલુ પ્રેમી સાથે વાત ના થાય તો પેટમાં સલ્ફ્યુરીક એસીડ કેમ છંટાઇ જાય છે? હાથ પગ તો ઠીક હૈયુ ધબક્યા વિના ધ્રુજતુ હોય. દેશી મિક્સમાં કહીએ તો માઈન્ડ બેડ મારી જતુ હોય છે.

પ્રિય અવાજ સંભળાતા ટાઢા શેરડા પડે, એ સામે આવી જાય તો જામ પીવાઇ જાય. પરંતુ એ જામનો નશો ઉતરે એટલે પાછી તલબ ઉપડે. ફરી આહ, નિગાહ ઔર હમ તબાહ.

પ્રેમને સ્પર્શની આંસ હોય છે, પ્રેમને નજરોનો શ્વાસ હોય છે, પ્રેમને દર્દની પાંખ હોય છે. ત્રણેયની હાજરી પ્રેમને મહેસૂસ કરવા પર મજબુર કરી દે છે.

પ્રેમ સ્પર્શ માંગે જ છે, ભલે એ સ્પર્શનુ સ્વરૂપ સ્થુળ ન હોય. એવુ જરૂરી નથી કે કોઇ વ્યક્તિનો કોમળ કરનો સ્પર્શ પ્રેમી માંગશે જ. કદાચ હાથ ખરડાયેલા હશે તોય એ લપસણા કમળ જેવા જ લાગશે.  પ્રેમમાં તો હોઠોનુ યુધ્ધ છે, યુધ્ધ હોઠોની વચ્ચે, યુધ્ધ કરવા વાળાય હોઠો, જે મેદાન પર યુધ્ધ થાય એ પણ હોઠો. પાછી આ યુધ્ધમાં હાર તો કોઇની નહિ, દોનો ઔર ધજા પતાકા. માળુ હાળુ ખરુ છે. આ યુધ્ધ વારંવાર ખેલાવુ જોઇએ કારણ કે આ સ્પર્શની આંસ છે.

પ્રેમને નજરોનો શ્વાસ હોય છે. જબ આપકી નીગાહે મેરી કુરબત સે દુર હો જાયેગી તબ યે સાંસે રૂક જાયેગી…” . “એક નજર અને ધડકન બે”. નજરો મળતા મળતા તો હ્રદય એવું ધડકવા માંડ્યુ હોય કે જાણે હ્ર્દય રૂપી પંપને ૫૦૦૦ હોર્સપાવર આપવામાં આવ્યો હોય. હરખઘેલુ હ્રદય ફરી લલચાય છે, કારણ કે એને પ્રિયનાં હ્રદયને પણ એટલુ જ ઝડપથી દોડાવવુ છે. એને ત્યાં સુધી દોડવુ છે, જ્યાં સુધી એક વિરાનતા ના આવી જાય. એ વિરાનતા દ્વેતને એક્ય બનાવી નાખે.

“પછી ક્રિષ્ન કહી શકે હો કે આપણે બન્ને તો એક જ છીએ, ઓકે ઓકે.. લોલ . :)”

પ્રેમને દર્દની પાંખો હોય છે. પ્રેમનો ન તો જન્મ થાય છે, ન તો એનો કોઇ અંત છે, એ સર્વત્ર ફેલાયેલ છે. પરંતુ પ્રેમ ઉડે છે, પ્રસરે છે, ફેલાય છે. એને ઉડવા માટે જે પાંખો જોઇએ એ દર્દની પાંખો છે. પ્રેમ દર્દ વિના પાંગળો છે. જ્યાં સુધી એકબીજાથી થોડાક દૂર જવાની ક્ષણ નહિ આવે ત્યાં સુધી એ ખાલીપો ક્યાંથી આવશે? જેમાં પ્રેમનો જામ ભરવાનો હોય એ ખાલીપો એટલે જ દર્દ અને આ દર્દ જ આગ લગાવતુ હોય છે.

શાસ્ત્રોમાં વરસાદને અગ્નિ કહેવામાં આવ્યો છે. “પર્જન્યો વાવ ગૌતમાગ્નિ.” ઢળી ગયેલી સાંજે છુટા પડ્યા પછી અને ઢળતી સાંજે ફરી મળવા વચ્ચેનો જે સમય છે એ દર્દ છે. વરસાદતો કોઇને મળવા આવતો હોય છે, એ અવનિ ને પલાળવા આવતો હોય છે. પરંતુ સમજાતુ નથી, આ વરસાદ આગ બનીને અગ્નિને જ બુજાવવા કેવી રીતે આવી શકે? શાયદ મોહબ્બત મેં આગ દોનો તરફ લગતી હૈ. ભલે એ ઠંડો પવન અને સેન્સીટીવ છાંટા કાન પાસેથી પસાર થતા હોય પરંતુ એ ટાઢકની સાથે કોઇની યાદની અગ્નિ જલાવી જતા હોય છે. પછી આ મનને હું તો કાબુમાં ના જ રાખી શકુ. કોઇ ભડના દિકરાઓ હોઇ શકે પણ એ એનુ દુર્ભાગ્ય જ કહેવાય. આવી ક્ષણો માં મનને ઉડતા ન આવડતુ હોય તો એને ધક્કો મારી દેવો જોઇએ, એને ઉડતા આવડી જ જશે.

burning-heart

 

પ્રેમમાં ઘણુ બધુ હોય છે.

પ્રેમમાં એક જગ્યાએ મળતી બે નજર હોય છે.

પ્રેમમાં બે નામ હોય છે, જે બદનામ થવા તૈયાર હોય.

પ્રેમમાં વિચાર્યા વિનાની ક્ષણો હોય છે.

પ્રોગ્રામીંગની ભાષામાં કહેવામાં આવેતો,

પ્રેમમાં ઇન્સ્ટન્ટ ઇનિક્ષલાઇઝેશન હોય છે.

પ્રેમમાં પરમાત્મા હોય છે. (છતા લોકો જાતી પાતી ના નામે એ પરમાત્માનુ ખૂન કરવા આડા ઉભા રહી જાય એ વાત અલગ છે.)

પ્રેમમાં પુરૂષાર્થ હોય છે. (નાનુ ઉદાહરણ, મુવી : મૈને પ્યાર કીયા)

પ્રેમમાં ઉડતા વાળને કાનની પાછળ કરતી ચાર આંગળી અને એક અંગુઠો હોય છે.

પ્રેમમાં કોઇનાં શ્રુંગારનુ વર્ણન કરતા શબ્દો હોય છે.

પ્રેમમાં ખટમીઠા ઝઘડાઓ હોય છે.

પ્રેમમાં નજાકત, નખરા અને નગ્નતા હોય છે.

પ્રેમમાં પુર્ણતા હોય છે.

પ્રેમની પુર્ણતામાં એક ખાલીપો હોય છે.

ખરેખર તો પ્રેમમાં કશુ હોતુ જ નથી. પ્રેમમાં પ્રેમ જ હોય છે. 🙂

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 5 Comments

 • virajraol says:

  આમ જોઈએ તો કદાચ તમે કહ્યું એમ પ્રેમ માં બીજા નશો કરતા વધારે નશો હોઈ શકે, પણ મારું માનવું તો એમ જ છે કે પ્રેમ આલ્કોહોલ કે કોઈ પણ કૈફી અને એડીક્ટીવ એવા ડ્રગ્ઝથી જુદું નથી.
  આશિકી-૨ માં બતાવ્યું છે ને એવું…. જયારે હીરોને દારુનો નશો ચઢે છે ત્યારે એજ એની દુનિયા થઇ જાય છે અને જયારે દારૂ ઉતરે છે ત્યારે ફરી પાછું થાય છે કે આ તો સાલું છોડી દેવા જેવું છે,
  સેમ એવું જ પ્રેમ નું પણ હોય છે, જયારે પ્રેમ કરીએ ત્યારે એજ દુનિયા બની ને રહી જાય છે, પછી દિવસ શું ને રાત શું, સગા શું ને દુશ્મન શું, પ્રેમ થી દુર કરે એ બધાય દુશ્મન, અને જેવો થોડો ઘણો પણ નશો ઉતરે અથવા તો ભાઈ બ્રેકઅપ થયું એટલે પૂરું, આ પ્રેમમાં તો પાડવા જેવું જ નતુ, અને ફરી પળાય પણ નહિ….. પણ ફરી થી પેલું જે એડીક્શન થયું હોય એ ક્યાં જાય!! અને બસ, એનું એજ ક્ન્ટીન્યુઅસ્લી ચાલ્યે રાખે….. ઇન્ફાઇનાઈટ લુપ ની જેમ જ. પછી કાં તો લુપમાં જ ઘૂમ્યા કરવું પડે, કાં તો લાઈફ ને કંટ્રોલ-બ્રેક થી એન્ડ કરી દેવી પડે…..

  • kavadhiren says:

   હા, ખરી વાત છે, જ્યારે જ્યારે પ્રેમ થાય છે, ત્યારે ત્યારે આ જ સાચો પ્રેમ છે, એવી લાગણી પણ થતી હોય,,, એટલે સાચો કે ખોટો કોઇ પ્રેમ હોતો જ નથી. પ્રેમ પ્રેમ જ હોય છે.

 • yuvrajjadeja says:

  very good article… તમારી જોડેથી કૃષ્ણ ની વાતો સાંભળવાની ઓલવેય્ઝ મજ્જા પડે છે

  • kavadhiren says:

   થેંક્યુ, યુવરાજભાઇ, હુ ક્રિષ્નનો પુજારી બુજારી નથી, હા એનો ફેન જરૂર છુ, એટલે મને એની જે વાતો ગમે છે, બસ એ જ કહેતો હોવ છુ. કારણ કે પુજારીઓ ક્રિષ્નના બધા શબ્દોની સમજ્યા વિના પુજા કરતા હોય, ફેન્સ ને તો ઘણી વાત ના પણ ગળે ઉતરે.

 • […] લવ ઇન મી..? કે આઇ એમ ઇન લવ ?. […]

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: