અત્યારસુધીમાં કેટ કેટલા મહાપુરુષો આવ્યા? ગાંધી, કબિર, સોક્રેટીસ, આઇન્સ્ટાઇન, ઓશો, મહર્ષિ અરવિંદ, વિનોબા. આઝાદીના કેટકેટલા લડવૈયા. અને હજુ તો આપણે જેને ઇશ્વરો માનીએ છીએ એનાતો નામ લીધા જ નથી. ક્રિષ્ન, રામ, આપણાજ અવતાર બુધ્દ્ધ, મહાવિર અને બીજા ઘણા અવતારો. આ દૂનિયા પર શામાટે આવ્યા હતા?

શું એ લોકો આ દુનિયામાં શાંતિ સ્થાપવા માંગતા હતા? શું એ મહાપૂરુષો લોકો વચ્ચે એકતા અને મનમેળ સર્જવા માંગતા હતા? શું એ આ પ્રવાહને પરમની દિશા આપવા માંગતા હતા? શું એ લોકો દૂનિયાની બુરાઇઓને દૂર કરવા માટે આવ્યા હતા? જો જવાબ તમારો “હા” માં હોય તો આગળ વાંચો.

મારે કોઇ બીજા તર્કો રજુ નથી કરવા. બસ એક સવાલ પૂછવો છે, જો આ દુનિયામાં બધેજ અચ્છાઇ છવાઈ જશે તો આ દુનિયા ટકી શકશે ખરી? મારા મતે જવાબ “ના” જ છે. આ દૂનિયામાં માત્ર અચ્છાઇથી ચાલતી જ નથી. આ દૂનિયા ચલાવવામાં જેટલુ અચ્છાઇનું મહત્વ છે. એટલુંજ મહત્વ બુરાઇનુ છે. અને આખરે બુરાઈ એ એક રીતે હકારાત્મક જ છે. મહાભારતનાં વ્યાજ ઋષિ તો સાચા અને ખોટા માટે એક વજનદાર તર્ક મુકે છે. “આ દુનિયામાં શું ખોટુ અને શું સાચુ છે એ નક્કિ કોણ કરશે?, જો તમે સાચુ કરતા હશો તો સફળ થશો જ, લોકો કહે છે કે ઇશ્વરની મરજી વિના એક પાંદડુ પણ હલતુ નથી એટલે તમે  તમારે જે કરવુ હોય તે કરો. જો ઈશ્વરને એ ઈચ્છનીય નહિ હોય તો એ કદી પુરુ થશે જ નહિ. સત્ય અને અસત્યની કોઇ વ્યાખ્યા છે જ નહિ”. મને જવાબ ફાવે છે એટલે કહુ છુ. ખોટા અને સાચાની લપજપ શામાટે? સ્ટીવ જોબ્સે પણ એકરીતે ઝેરોક્ષ કંપની પાસેથી યુઝર ઇન્ટરફેસની ઉંઠાંતરી જ કરી હતી. અને પછી સ્ટીવ જોબ્સ પાસેથી બિલ ગેટ્સે હાથ મારી લીધો. અને બન્ને આજે ઈતિહાસ બનાવી ચુક્યા છે. આવા આજના જમાના જ ઉદાહરણો નથી, રામે છળથી વાલીને માર્યો. ક્રિષ્નએ તો કેટકેટલા ધતિંગ કર્યા છે, એ તો તમનેંય ખબર છે. એ લોકો ઇશ્વર હતા એમ કહીને છટકી ના જવાય. કેટલાક મહાપૂરુષો એમ કહે છે કે, “યુધ્ધ કદી બે ધર્મો વચ્ચે થાય જ નહિ, બે અધર્મો વચ્ચે જ થાય”, તો કુરુક્ષેત્રનું યુધ્ધ અધર્મનો જ ભાગ નહોતુ? શું એના પર ક્રિષ્નનો સીક્કો લાગે એટલે એ ધર્મયુક્ત થઇ જાય. પાંડવો બે જ કારણો ને લીધે જીત્યા. એક છળ અને બીજો છળી ક્રિષ્ન, જે છળના ધર્મયુક્ત આઇડીયાઝ આપતો હતો.

હવે પાછા આવી જઇએ. જો આખી દૂનિયા અચ્છાઇ યુક્ત થઇ જાય તો, આ દૂનિયાનો વિનાશ થઇ જાય. કારણ કે ધર્મને જેટલી હાની અતિબુરાઇ થી થાય છે, એટલી જ હાની અચ્છાઈથી થાય છે. જો બધા સારાઇમાં માનશે તો કોઈ કર્મ જ નહિ થાય. કોઇ યુધ્ધ નહિ હોય એટલે શસ્ત્રની જરુર નહિ પડે. આપડા મતે એક પ્રાણી બીજા પ્રાણીને મારે એ હિંસા છે. એક પ્રાણી બીજા પ્રાણીને મારતુ બંધ થઇ જશે, માણસ નહીં કીડીને મારે, નહિ મકોડાને કે નહિ મચ્છરને એટલે એની પણ સંખ્યા વધતી જ જવાની. જેલો ખાલી થઇ જશે, તો જેલરો બેરોજગાર થઇ જશે. પોલીસો બેરોજગાર થઇ જશે. બધા બેરોજગાર થશે તો ખાવાના ફદીયા ક્યાંથી લવાશે? રૂપિયાની વાત છોડી દઇએ તો, બધામાં અકર્મ પાંગરશે તો દૂનિયા સુંદર રહેશે ખરી. આંખો દિ’ જો ઘરે જ બેસશે તો વિચારો “કામ” ના આવશે એટલે ચાલુ થશે ખાટલા કબ્બડી જે વિશ્વની જનસંખ્યામાં વધારો કરશે. આમ આ દૂનિયામાં સામાજીક અને જંગલી પ્રાણીયો સિવાય કશુ હશે જ નહિ, બધે સારાઇ હશે તો કોઇને દુખ પડશે જ નહિ. દુખ અને દર્દ વિના વિકાસ સંભવ જ નથી. “મેન ઓફ સ્ટીલ” માં એક ડાયલોગ છે, “હમ ઇસલીયે વિકસીત હૈ ક્યોંકી હમ અચ્છાઈ ઔર બુરાઇમેં વિશ્વાસ નહિ રખતે, ઔર જીત હંમેશા વિકાસ કી હોતી હૈ.” સહી બાત હૈ.

અંતે જ્યારે પૃથ્વી નામનો રળીયામળો ગ્રહ કિડિયારાની જેમ ઉભરાઇ ગયો હશે ત્યારે ખાવાના ફાંફા પડશે પછી બ્રેડના ટુકડામાટે પણ ખૂન સરેઆમ શરુ થશે? અંતે વિનાશ. ક્યાં હુઆ અચ્છાઇ કા?

તો જે દુનિયા છે, એ પરફેક્ટ છે. અહિં આતંકવાદીઓની જરૂર છે. અહિં ધાર્મિક ઢોંગી બાબાઓની પણ જરૂર છે. અહિં મીઠા અને શીત પવનની પણ જરુર છે, તો તમિલનાડુમાં જે સર્જાયુ એવી ઘટનાઓની પણ જરુર છે. કુદરત એની ધુનમાં જ ચાલતી હોય છે, એની આગળ ઇશ્વર પણ મજબુર છે. એ થશે જ. આપણી પ્રાથનાઓની કુદરતને પડી જ નથી. એ તો એની મસ્તીમાં જ નૃત્ય કરે જાય છે. લોકો કહે છે કે જ્યારે કુદરત એનો નિશ્ચિત પાથ ભુલે છે, અથવા તો એની સીસ્ટમ ખોરવાઇ જાય છે, ત્યારે આવી પૂર અને વાવાજોડાની ઘટના બનતી હોય છે. પણ હકિકત તો એ જ છે કે કુદરતેને કોઈ સીસ્ટમ છે જ નહિ. એનુ એક જ સુત્ર છે. ચેન્જ. એને કદી સુકીપાટ ભૂમી નથી ગમતી એટલે એ વરસાદ લાવે છે. ભીની માટી અને કાદવથી કંટાળે એટલે એ પછી તડકી કાઢે છે. પછી એ ઠંડી વરસાવે છે. એ ઋતુ ઋતુએ ગુલાબ ખીલવે છે, લીલા પર્ણો લાવે છે. પણ એને એક વસ્તુથી કંટાળો આવી જાય એટલે એજ ગુલાબને મુરજાવી નાખે છે. એ લીલા પર્ણોને પાનખર લાવીને ખેરવી નાખે છે. તો ઈસ દૂનિયામેં કભી સબકુછ અચ્છા નહીં હો સકતા ઔર કભી પૂરી તરહ સે યે દુનિયા બુરી ભી નહિ હો સકતી. એજ કુદરનું સમતોલ પલડુ છે.

એટલે જે થઈ રહ્યુ છે. એ સાચુ જ છે. કારણ કે ઈશ્વર કદી એની મરજી વિના પાંદડુય હલવા દેતો નથી. તો જે મનમાં આવે એ કરવાની છુટ ઇશ્વર જ આપે છે. સો લીવ લાઇફ, લવ લાઇફ, એન્જોય લાઇફ. યોર ઓન વે.

 

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 3 Comments

 • નમસ્કાર!
  આપનો બ્લોગ ”Over the Sky” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  • kavadhiren says:

   ગુજરાતી ભાષાના સમૃધ્ધ વારસાને લોકો સુધી પહોંચડવા માટે આ તો કરી જ શકાય. અને બ્લોગ વિશેના પ્રતિભાવો આપવા બદલ આભાર.

 • નમસ્કાર,

  આપે જે ત્વરિતતાથી ગુજરાતીલેક્સિકોનનો લોગો અને લિંક તમારા બ્લોગ પર મૂક્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર.
  પરંતુ આપને એક વિનંતી છે કે ચિત્રની નીચે લખેલ ગુજરાતીલેક્સિકોનનો સ્પેલીંગ આ પ્રમાણે લખશો
  ”Gujaratilexicon”.

  આભાર,

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: