
એ વરસાદ ટીપે ટીપે શાને વરસે?
વરસ ધોધમાર, મુશળધર અથવા તો સાંબેલાધાર.
મારી કોરી હથેળી ભીંજવ,
આંખોની પાંપણ ભીંજવ,
ભીંજવ મારા સપનાઓ.
તપી ગયેલી ઉડતી ધુળને ભીંજવ,
ટહુકી રહેલા નવરંગી પીચ્છાઓને ભીંજવ,
ભીંજવ તુ પીળા પડી ગયેલા પર્ણોને.
આ આસમાન તો ક્યારનુય તરસ્યુ થઇને થોભ્યુ છે.
એની બાહોંમાં જા,
એને જકડ, અને એના તનબદન ને ભીંજવ.
ખીસ્સા ખનકાવતા લોકોની મોજે વરસ,
બેઘરોને બેઘર કરવા વરસ,
ધારે ધારે જુમતા લોકો માટે વરસ,
ચુંવતા નળીયાને જોઇને વરસતી આંખો માટે વરસ.
આગ લગાવવા વરસ,
એ આગને બુજાવવા પણ તુ જ વરસ,
વરસ તુ એ આગને આનંદ બનાવવા.
દૂર જતા રસ્તાઓને ભીંજવ,
કોરા પડી ગયેલા હ્રદયના ખુણાઓને ભીંજવ,
ભીંજવ તુ પત્થરજેવા શબ્દોને.
ઠંડી ગરમ હથેળીઓને ભેળી કરવા વરસ,
બે ધૃજતા હોઠોની કસરત ખાતર વરસ,
વરસ તુ બે વક્ષોનું અંતર કાપવા.
તુ પણ સાલો બવ સ્વાર્થી છે,
તડકે વરસે, ફડકે વરસે,
દિવસ રાત ને ફાટા ફાટ વરસે,
પણ ભીંજવે બધાને,
ક્યારેક પોતાને ભીંજવવા,
તો ક્યારેક હિરલાને પલાળવા વરસ !
સરસ!
આભાર, સાહેબ.
ખુબ સરસ કવિતા
થેંક્સ…