હેપ્પી ફાધર્સ ડે….

 

“પપ્પા આજે ઓફીસ થી વહેલા આવી જજો ને.”, એક ઓગણીસ વર્ષની સમજદાર છોકરી કહે છે જેની આંખો જોઇને કોઇ પણ બાપ ‘ના’ પાડી ના શકે.

“પપ્પા મારી ગ્રામરની બુક ભરાઇ ગઇ છે, વીસ રૂપિયા આપોને.”, એક આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો છોકરો બોલે છે.

“પપ્પા કોલેજ જવા માટે બાઇક લેવુ છે.”, એક યુવાન એના પપ્પાને કહે છે.

“પપ્પા તમારી તબીયત હવે કેમ છે?”, પરિણીત અને પપ્પાની લાડલી ફોન પર એના પપ્પાને પુછે છે.

“પપ્પા તમે ચોકોલેત કેમ ના લાવ્યા? હું આજે  જમીશ નહિ.”, એક નાનું બાળક એની તોતડી ભાષામાં બોલે છે.

“સોરી, પપ્પા આજે હું આવતા આવતા લેઈટ થઈ ગઈ.”, સાંજે ઘરે પહોંચવામાં મોડી પડેલી એક યુવાન છોકરી બોલે છે.

“પપ્પા, તમે જમતા કેમ નથી?”, પરિણીત છોકરાની પત્ની એના સસરાને કહે છે.

“પપ્પા, ડીપ્લોમા કરી લવ એટલે જોબ મળી જશે, પછી તમારે કામ કરવાની જરુર નહિ પડે.”, એક સમજુ છોકરો એના પપ્પાની ઉંમર થયેલી જોઇને કહે છે.

“પપ્પા, તમે ઘુટણ પર વોલીની ક્રીમ કેમ નથી લગાવતા? એનાથી સાંધાઓ નહિ દુખે.”, એક યુવાન એના પપ્પાને કહે છે.

“પપ્પા મને તમારા ખભા પર બેસવુ છે.”, એક પાંચ વર્ષનુ બાળક જે હજુ ખંધો ઘોડો કરવાની આદત નથી ભુલ્યુ એ બોલે છે.

Daddy...

“પપ્પા એડમીશન માટે ઇનકમ સર્ટિકિકેટ જોઇશે એટલે તમારે કલેક્ટર કચેરીએ આવવુ પડશે.”, એક યુવાન એના પપ્પાને એક દિવસની રજા લેવા માટે કહે છે.

“પપ્પા મને નોકરી મળી ગઇ.”, એક ગ્રેજ્યુએટ અભિમાનથી કહે છે.

“પપ્પા તમે આમ ચુપ રહીને કેમ બેસો છો, તમે કઇ બોલો.”, એક પપ્પાની પંદર વર્ષની પુત્રી બોલે છે.

“પપ્પા પ્રવાસ થવાનો છે, અને ક્લાસની બધીજ છોકરીઓ જાય છે.”, પપ્પાની સામે એક ચૌદ વર્ષની ચારણ કન્યા બોલે છે.

“પપ્પા, તમે ચિંતા ના કરતા હું બવ ખુશ જ છું.”, સાસરે ગયેલી દિકરી બોલે છે.

“પપ્પા, તમારી દવા બરાબર લઇ લેજો, તમે દવા લેવાનું બવ ભુલી જાવ છો.”, ઘરથી બહાર રહીને સ્ટડી કરતી એક છોકરી એના પપ્પાને ફોન પર કહે છે.

“પપ્પા, તમે રડો છો શાને, હુ બેઠો છુ ને. તમારે કંઇજ ચિંતા કરવાની જરુર નથી, બધુ જ કામ પતી જશે.”, પુત્રીના લગ્ન માટે ચિંતીત બાપને એનો દિકરો કહે છે.

પણ,

“પપ્પા, તમારે વધારે બોલવાનુ નહિ, તમે ખરેખર હવે હદ વટાવી રહ્યા છો.”, એક દિકરો એના બાપને સલાહ આપે છે.

“પપ્પા કેટલુ ખાવ છો? ઘરમાં કઇ પૈસાના ઝાડ નથી ઉગાડેલા.”, મેરેજ થઇ ગયેલ છોકરાની પત્નિ કહે છે.

‘પપ્પા, તમને કઇ ખબર પડે છે કે નહિ. દેખાતુ નથી? રશ્મિનું બધુ કામ બગાડી નાખ્યુ.”, એક મેરીડ દિકરો ગુસ્સામાં શું બોલે છે, જેનુ એને ભાન નથી.

“બાપુજી, વારે વારે આ તમારા ભાભલાઓને ઘરે લાવો છો? ખબર નથી પડતી કેટલો ખર્ચો થાય છે?”, એક ડોસો એના દિકરાને સહન કરી રહ્યો છે.

“પપ્પા, મે ફૈસલો કરી લીધો છે, હુ તમારી ઇચ્છા પ્રમાણે વર્તી ના શકુ, આશીક મને એ ખુશીઓ આપશે જે તમે આપી નથી શક્યા..”, પોતાની દિકરો ઘર છોડીને બીજા છોકરા સાથે ભાગી ગઇ છે, એની ચીઠ્ઠી વાંચે છે, જે વાંચતા વાંચતા ચીઠ્ઠી પલળી ગઇ છે.

“પપ્પા, બોલ. બેટા, પ પ પપ્પા…” વીસ કે ૨૫ વર્ષ પહેલા એક બાપ એના દિકરાને બોલતા શીખવાડે છે.

“લે, જેમ્સ ખા…”, કામ પરથી આવેલો બાપ એના દસ વર્ષના છોકરાને કામ પરથી આવીને રમાડતા કહે છે.

father-and-son-rise

“આમ મોં ચડાવીને શું બેઠો છો?”, વિડીયો ગેમ લાવવી છે ને? આવતા પગારે આવી જશે.

“ કેમ હમણા ખાતો નથી? બહાર નાસ્તો કરીને આવે છે? કે ભાવતુ નથી?” પોતાનો દિકરો જ્યારે ઓછું ખાય છે, ત્યાર નો ચિંતીત બાપ.

“બેટા જાળવીને ચાલજે, ત્યાં કાંટા છે.”, પોતાના દિકરાને ચાલવાનું શીખવાડતો બાપ.

અંતે, “મારી દીકરીનું ધ્યાન રાખજો.”, દિકરીની વિદાય વખતે અડધો ઘરડો થઇ ગયેલો બાપ બોલે છે, જેની આંખોની સાથે આજે એનુ હ્ર્દય પણ રોવે છે.

તો પપ્પા પિતા, બાપુજી એટલે શું?

બાપને આપણે લોકોએમાંની સાથે કમ્પેરીઝન કરી કરીને કઠોર બનાવી દીધો છે, માણસની પરખ કોઈની સાપેક્ષે ના થવી જોઇએ. માં તે માં પણ એમાં બાપની ડેફિનિશન જોયા જાણ્યા વિના કઠોરતાની કેટેગરીમાં ના કરવી જોઇએ.

પપ્પા એટલે જેના હ્ર્દય માં એના સંતાનો પ્રત્યે કદી હીન ભાવ નથી, એ પિતા જે કલ્યાણની મૂર્તિ છે. જેનું હ્ર્દય કોમળ છે, કદાચ નિર્ણયો ક્યારેક થોડાક ગોળના ખાંગડા જેવા કઠણ હોઇ શકે પણ એ પત્થર જેવા ન ભાંગી શકાય એવા તો ના જ હોય. પપ્પા એટલે એ માણસ જેને અપેક્ષાઓ હોય છે, પપ્પા એટલે એ માણસ જેને પોતાના દિકરાને પોતાના જેવો જ બનાવવો છે. પપ્પા એટલે પોતાના દિકરાની એજ સ્માઇલ માટે ઘોડો બનીને બાંખોડીયા ભેર ચાલે છે. પપ્પા એટલે એને એવા સંતોનો પણ ક્યારેક પાકે છે, કે જેને એ યાદ નથી હોતુ કે મારા પપ્પા એજ મને ચાલતા શીખવાડ્યુ હતુ.

પુરુષનો સ્વભાવ જ થોડો કઠોર હોય છે, અથવા તો ખુલીને એમની સાથે વાતો કરીને સમજવાની કોશીષ જ નથી કરી. પપ્પા પોતાના દિકરા સાથે ઓછું બોલવા વાળા હોય છે, અને પોતાની દિકરી સાથે નટખટ હોય છે. પણ એ દિકરા માટે બધુ જ કરવા માટે તૈયાર હોય છે, એને એના દિકરાની બાઇકની ખ્વાહીશ પુરી કરવાની હોય છે. એને સ્કુલ કે કોલેજ ની ફી ભરવાની હોય છે. એને ઘરનું કરિયાણું ભરવા એક પતિ તરીકે પૈસા આપવાના હોય છે, એને ઓફીસમાં કલીગ્સને સંભાળવાના હોય છે.

કોઈ બાપ ને લારી ઢસડીને રાતે સુકો રોટલો લાવવા સીક્કા ભેગા ક્રરવાના હોય છે, કોઈ બાપને રીક્ષા ફેરવી ફેરવીને થાકેલા પંડે આવીને પણ ઘરનો કંકાસ સાંભળવાનો હોય છે. કોઈ બાપને હીરાના કારખાના માં કામ નથી થતુ એવી ઘરે આવીને હૈયારળ કાઢવાની હોય છે. એને આખા દિવસની માથાકુટ સાથે ઘરે આવીને બે પ્રેમની વાતો કરીને પ્રેમની એનાસીન લેવાની હોય છે. એના સ્વભાવ માં કઠોરતા નથી જ. આપણે બધાએ ચગાવી મારેલુ છે કે બાપ હંમેશા કઠોર હોય છે.

શું કઠોરતા એટલે મોઢામાંથી શબ્દો ઓછા કાઢવા? બસ બાપ ઓછું બોલે છે, કારણ કે એની ભાષા મૌન અને કરૂણાની છે.

“પપ્પા એટલે, એની દિકરીની ખુશીયો માટે હંમેશા કોરી આંખો સાથે હસવા તૈયાર છે, ભલે એ આંખો ભીની થવાની તૈયારીમાં હોય, પપ્પા એટલે, પોતાની મહત્વકાંક્ષાઓને પોતાના દિકરામા જોઈ રહેલી આંખો. પપ્પા એટલે, પોતાના દિકરાને વારસામાં આપી રહેલ છે, એ પોતાના અવાજ નો રણકો”

એન્ડ એટ લાસ્ટ યુ ટ્યુબ ખોળતા મળેલી પપ્પા પરની કવિતા, જે કાનને ટાઢક આપશે.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 6 Comments

 • માં તે માં , બાકી વગડાના વા . . . તેવી જ રીતે ,

  પપ્પા તે પપ્પા , બાકી બધા ટાઢા પહોરનાં ગપ્પા 🙂

  ખુબ જ સુંદર લખ્યું છે , મિત્ર .

 • yuvrajjadeja says:

  હંમેશા ની જેમ સરસ લખ્યું છે બંધુ ….
  અને મારી બહેને પણ એક જોડક્નું બનાવ્યું છે – બાપ એ બાપ , એની તોલે ન આવે બીજા કોઈની લાગણી નું માપ

 • pramod says:

  barobar,aaje first time pappa mate atalu saru sambhalu

  • kavadhiren says:

   થેંક્સ… એન્ડ પપ્પા વિષે આપણે ત્યાં એક જ વસ્તુ કહેવાય છે, એ કઠોર છે, પણ ફળોના ગર્ભ જેવા કોમળ પણ છે, એ જોવાની તસદી કોઇ લેતુ નથી.

Leave a Reply

%d bloggers like this: