Dedicated to all College Friends


તુમસે ભી જ્યાદા હોગી, અબ યાદે પ્યારીયા, અબ હસતે હસતે તુમ પે લે ખુશીયાવારીયા,

મર્ઝ ભી હૈ દેતી, ચેન ભી હૈ દેતી, દર્દ ભી હૈ દેતી, જાન ભી હૈ લેતી, યારીયા…

ના છોડે યારીયા…

College Besties

B.E IT VGEC09IT

કોકટેલ મુવીનું યારીયા સોંગ, હાલતો મલમ જેવુ કામ કરે છે, વિ ઓલ આર મીસીંગ અવર ફ્રેન્ડ્સ.  એન્ડ એના શબ્દો પણ સટીક છે.

કોલેજનાં ફર્સ્ટ ડેથી માંડીને લાસ્ટ ડેની જર્નીમાં ઘણુ બધુ શામેલ છે. જો કોઈ એમ કહેતુ હોય કે યાદગાર મોમેન્ટ્સ માત્ર ખુશીઓથી જ બનતી હોય તો એ અધુરુ સત્ય છે.

કારણ કે ફ્રેન્ડશીપ મજબુત ના હોય એ ફ્લેક્સીબલ હોય. પહેલા ફ્રેન્ડ્શીપ બને છે, પછી ઇગો એને બ્રેક કરે છે, સોરી અને સમજણ જ્યારે એકબીજાના ગળે મેળવે ત્યારે જ ફ્રેન્ડશીપ ફ્લેક્સીબલ બને છે.

બટ એટ ધ એન્ડ જો બચે છે તો સ્વીટ મેમરીઝ એન્ડ લવ.

એ મેમરીઝમાં સીનિયરો કે કરાવેલ ઓરીએન્ટૅશન અને લીધેલ ઇન્ટ્રો હશે.

એ મેમરીઝમાં EG ની લેબમાં આઇસોમેટ્રીક પ્રોજેક્શન ના આવડતુ હોય ત્યારે બીજા પાસે માંગેલી હેલ્પ હોય છે.

એ મેમરીઝમાં MOS માં આવેલી પહેલી K.T ની બેડ ફીલીંગ હોય છે, જે હવે સ્વીટ બની ગઇ હશે.

એ મેમરીઝમાં EG ની લેબમાં ગમતી વ્યક્તિ સાથે પહેલી વાર વાત કરવાનો મળેલો મોકો હોય છે.

એ મેમરીઝમાં ફ્રેશર પાર્ટી હશે, એન્ડ એના માટે ચુકવવા પડેલ પૈસા પણ હશે કારણ કે કડકાઇ પણ એ મેમરીનોં એક પાર્ટ છે.

એ મેમરીઝમાં વર્કશોપમાં વેલ્ડીંગ કરતી વખતે કરેલી ધમાલ હોય છે.

એ મેમરીઝમાં CPU સબજેક્ટનો લાગેલો ડર હશે, અને એનું સોલ્યુશન કરવા માટે ફ્રેન્ડ્સની થયેલી મીટીંગ હશે.

એ મેમરીઝમાં કેમેસ્ટ્રીની લેબમાં વનસાઇડેડ લવ કેમેસ્ટ્રી હશે.

એ મેમરીઝમાં મનથી નક્કિ થઇ ગયેલી ક્લાસની બેન્ચીસ હશે.

ફર્સ્ટ બેન્ચ પર બેસવાનો રોમાંચને સરનો ગુડ રીસ્પોન્સ પણ એ મેમરીમા શામેલ હશે,

એ મેમરીઝમાં છેલ્લી બેન્ચ પરથી નોટબુક્સના પેજ ફાડી ફાડીને એરોપ્લેન બનાવીને ઉડાવવાનો જલસો પણ હશે.

એ મેમરીઝ ફર્સ્ટ રીઝલ્ટ આવ્યુ હશે એની યાદ અપાવતી હશે કારણ કે એમાં 8 SPI આવ્યા હશે એની ઉમળકાભેર હૈયાફાટ ખુશી હશે, તો એ મેમરીઝમાં EG એન્ડ MOS માં આવેલી કે.ટીની ગંભીર એન્ડ હાલ તો હાસ્યાસ્પદ લાગતી યાદ હશે.

એ મેમરીઝમાં રીઝલ્ટ બાબતે ઘરે મળેલા ઠપકા અને ટેન્શન પણ શામીલ હશે.

“ આવતા સેમથી તો પહેલેથી જ વાચવાનું ચાલુ કરી દેવુ છે.”, દરેક સેમેસ્ટરના રીઝલ્ટ વખતે લેવાતા આવા સંકલ્પો પણ આ મેમરીઝમાં 1MB ની સ્પેસ રોકતા હશે.

આવી મેમરીઝમાં થર્ડ સેમેસ્ટર પણ આવે છે.

એ મેમરીઝમાં “D2D માં કોઇ સારી છોકરી આવે” એની રાહ પણ હશે.

એ મેમરીઝમાં શરુઆતમાં D2D સ્ટુડ્ન્ટ તરફ થયેલી થોડી જલન પણ શામેલ હશે.

એ મેમરીઝમાં ડેટા સ્ટ્રક્ચરના શીતલમેમ નો પહેલી બેન્ચ પર ના સંભળાય એટલો લો વોલ્યુમ અવાજ પણ કઇક સ્પેસ એલોકેટ કરીને બેસેલો હશે.

એ મેમરીઝમાં એડ હોક ટીચર્સનીં સ્ટ્રાઇક વખતે કોલેજમાં કરેલી રખડપટ્ટીની જલસાપાટી પણ હશે.

એ મેમરીઝમાં D2D સ્ટુડન્ડો ને મેથ્સમાં આવેલી ATKT હશે.

એ મેમરીઝમાં DLD માં AND OR GATEs સાથે કરેલી માથાકુટ હશે.

એ મેમરીઝમાં ફોર્થ સેમમાં આવેલા ઓપરેટીંગ સીસ્ટમનાં લેકચરમાં આવેલી ઉંઘ હશે.

એ મેમરીઝમાં ઇન્ટરેસ્ટીંગ સબજેક્ટ કોમ્પુટર નેટવર્ક છતા એના લેકચરમાં ખાધેલા બગાસા હશે.

એ મેમરીઝમાં ૧૦૦૦ વાર લખવા આપેલુ ATM નું ફુલ ફોર્મ હશે.

એ મેમરીઝમાં H.O.D સરની કેબીનમાં જતા પહેલાની મુંજવણ અને ગભરામણ હશે.

એ મેમરીઝમાં ફર્સ્ટ ટેકનોમાં મારેલા ધુબાકા હશે.

એ મેમરીઝમાં ક્લાસમાં પડી ગયેલા ગૃપ્સ હશે.

એ મેમરીઝમાં “આપડા ક્લાસમાં યુનીટીજ નથી” એવા ફેસબુક પરના સ્ટેટસ અપડેટ્સ હશે.

એમેમરીઝમાં કોલેજમાં ફર્સ્ટ ટાઇમ ફ્રેન્ડ્સ સાથે સેલીબ્રેટ કરેલ બર્થ ડે હશે.

એ મેમરીઝમાં ફ્રેન્ડસ જોડે કરેલ હેન્ગઆઉટ હશે.

એ મેમરીઝમાં પિકનીક તો સૌથી વધારે સ્પેસ રોકે છે,

એ મેમરીઝમાં પિકનીક મા કરેલો ડાન્સ અને ધમાલ હશે.

એ મેમરીઝમાં ગમતા વ્યક્તિનો ફોન નંબર લેવા જવા માટેનોં ડર હશે.

એ મેમરીઝમાં આપડો ક્ર્શ ના આવ્યો હોય એન્ડ એની જગ્યાએ કોઈ બેસેલુ હોય ત્યારે અણગમતી અનૂભુતી હશે. એન્ડ અચાનક એની લેકચર શરૂ થઈ ગયા પછી ક્લાસમાં એન્ટ્રી થાય એન્ડ ચહેરા પર આવી ગયેલ ફુલ ગુલાબી સ્માઇલ હશે.

એ મેમરીઝમાં સબમીશન વખતે કોપી-પેસ્ટ હશે.

એ મેમરીઝમાં આખુ સેમ ના આવ્યા હોય એન્ડ સર ફાઇલ્સમાં સાઇન કરવા બોલાવવા આવે એ માટેનોં ગર્વ હશે.

એ મેમરીઝમાં લાઇબ્રેરીમાં બેસીને સબમીશનની ફ્રેન્ડ જોડે બેસીને લખાઇ રહેલી ફાઇલ હશે.

એ મેમરીઝમાં લાઇબ્રેરીમાં ટેબલ પર બેસ્યા હોઇએ એન્ડ લાઇબ્રેરીયને આવીને ખખડાવી નાખ્યા હોય એ વખતે મનમાં આવતી હસી એન્ડ સરની સામે એ હંસીને બહાર ના કાઢવાની મુંજવણ હોય.

એ મેમરીઝમાં કેન્ટીનનો બકવાસ નાસ્તો હશે.

છતા એ જ કેન્ટીનની ચા યાદ હશે,

એ મેમરીઝમાં પોતાનો હાથ ચ્હાની ગંડેરી સાથે અથડાયો હોય એન્ડ ગંડેરી કોઇના ઉપર પડે ત્યારે કહેલુ સોરી હશે.

એ મેમરીઝમાં Operation Research સબજેક્ટ શીખવા માટે આવ્યા હોય એ યાદો હશે.

એ મેમેમરીઝમાં ટીચર્સ ડેના દિવસેનોં જલસો હશે.

એ મેમરીઝમાં TCS ના પ્લેસમેન્ટ વખતે કરેલ હાર્ડવર્ક હશે,

એ મેમરીઝમાં TCS એ સર્જેલો અપસેટ હશે.

એ મેમરીઝમાં ઇ-કોમર્સ સબજેક્ટમાં મારેલા ગપ્પા હશે.

એ મેમરીઝમાં મેનેજમેન્ટના લેકચરને એન્જોય કર્યાની ફીલીંગ્સ હશે.

એ મેમરીઝમાં સરથી કંટાળીને “BE પતે એટલે આ સરનો વહિવટ કરી નાખવો છે” મારેલા ફાંકા હશે.

એ મેમરીઝમાં CPDP જેવા પપલુ સબજેક્ટમાં આપેલા પ્રેઝેન્ટેશનને એન્જોય કર્યુ હોય એ પળો હશે.

એ મેમરીઝમાં પ્રોજેક્ટનાં પ્રેઝેન્ટેશન માટે લાગતો ડર હશે.

એ મેમરીઝમાં જે સેમેસ્ટરમાં કંઈ નથી કર્યુ એ સેમેસ્ટર પણ આવ્યુ હશે.

એ મેમરીઝમાં એન્ડનું આઠમું સેમેસ્ટર હશે.

એ મેમરીઝમાં 8th સેમેસ્ટરના UNITED ITians હશે.

એ મેમરીઝમાં છેલ્લા મહિનામાં પતાવેલા અને બહાર બનાવરાવેલા પ્રોકેક્ટ હશે.

એ મેમરીઝમાં નજીક આવતો એન્ડ હશે.

એ મેમરીઝમાં ફેરવેલ હશે.

એ મેમરીઝમાં કોલેજનોં લાસ્ટ ડે હશે. જ્યારે બધા એકબીજાના ફ્રેન્ડ્સ છે, કોલેજના પહેલા દિવસે યાદ કરો તો ખબર પડે કે કેટલુ બદલાયુ છે, પહેલા દિવસે વાતો થતી હોય કે “પેલો છોકરો મારી સામે લાઇન મારે છે”, અથવા “ઓય તારા ભાભી મળી ગયા.” એન્ડ લાસ્ટ દિવસે બસ એક જ શબ્દ હોય કે યાદ ચાર વર્ષ કેવી રીતે ચાલ્યા ગયા એ ખબર જ ના પડી.

બીછડના કિસીકો મંઝુર નહિ, મગર અગર બીછડેંગે નહિ તો ફીર મીંલેંગે કૈસે? બધા એકબીજાને કહેતા હોય છે કે સેન્ટી મત બન યાર, પણ જ્યારે હોસ્ટેલ છોડીને ઘરે જવાનો દિવસ આવતો હોય છે, ત્યારે આંસુ અનકંટ્રોલ્ડ હોય છે, ત્યારે “રડવાનુ ના હોય” આવા શબ્દો કામ નથી લાગતા. ત્યારે તો એકબીજાની વાર્મફુલ હગ જ કામ આવે છે. કારણ કે સંવેદનાઓ બન્ને બાજુ કામ કરે છે. બાકી બીજે દિવસે વોટ્સ એપ અથવા ફેસબુક પર તો ચેટ કરવાના જ હોઇએ.

પણ જો આટલી બધી મેમરીઝ બનાવી હોય તો યે બીછડને કી મોમેન્ટ કો ભી મેમરી બનાયા ના જાયે? આંખો ના આંસુ જ આ બી્છડને કી મોમેન્ટને મેમરી બનાવે છે. બાકી તો ઘરે જતી વખતે બસમાં આખી રાત યાદોને જ વાગોળવાની હોય.

પતા હૈ દોસ્તી કી ઉમ્ર કીતની હોંગી?, દોસ્તીકી ઉમ્ર હવા જીતની હૈ, જ્યાં સુધી હવા છે, ત્યાં સુધી મીત્રતા છે. બટ યુ કેન સે ફ્રેન્ડશીન ડ્ઝન્ટ હેવ એજ, ઇટ ઇઝ એજલેસ. ક્યોંકી, ના છોડે યારીયા…

આપસે બીછડના ઈતના આસાન નહીં,
ભલે હી આપ કહે આંસુ મત આને દેના,
પર આંસુ કે લીયે આંખ નમ હોને કી શર્ત નહીં.
વો સીર્ફ દીખતે નહિ, બાકી યે આંખે હર પલ રોતી હૈ.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: