
એ ઉપર રહેનેવાલે મેરે યાર, તુજ્કો તો મે ઇબાદત કર રહા હુ, ક્યોંકી એ બલમ તુને મુજે પિચકારી મારી હૈ. ઓર યહીં તો હૈ બલમ પિચકારી.
ઘણા દિવસો પછી એવું ગીત સાંભળ્યુ છે, જે વારેવારે પીવાનુ મન થાય, અને આ ગીત પસંદ આવવાના ઘણા કારણો છે. પ્રીતમનું ચટાકેદાર મ્યુઝીક જ નહિ પણ એના લીરીક્સ જો જાનેમન ક્રિષ્ન ને લક્ષીને ગાવા મા આવે તો એક તરફ રૂવાટા ઉભા થઈ જાય, બીજી તરફ આંખોમાંં ધારાઓ ચાલુ થાય, અને જેમ શાસ્ત્રોમાં કહેવાયેલુ છે એમ આત્મા નર્તક બની જાય.
હું સવારે આ ગીતને એક બે વાર પ્રાર્થના મા ઈયર ફોન ચડાવીને યુઝ કરી ચુક્યો છું. તો લેટ્સ એન્જોય ધીઝ પ્રેયર વીથ મીનીંગ ઓફ બલમ પિચકારી.
બલમ પિચકારી એટલે શુ? જે જાનેમન ક્રિષ્ન અથવા તો આપણે જેને ખરેખર લવર જેવો ગોડ માનતા હોઇએ (મને તો લવરમેન ક્રિષ્ન જ નજીક લાગે એટલે એને લક્ષીને લખુ છું) એ લવ પાર્ટીકલ્સને આપણે જે લવની પ્રપોઝલ મોકલી છે, એ લવની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ થાય એની નોટીફીકેશન, એની કૃપા, એની કરૂણા અને એનો પ્રેમ આજ તો છે બલમ પિચકારી.
પર હાય બલમ પિચકારી જો તુને મુજે મારી તો સીધી સાધી છોરી શરાબી હો ગઇ. એ કાળીયા કાનુડા પીછાળા, ઈતના મજા ક્યું આ રહા હૈ, લગતા હૈ તુને હવા મૈ ભાંગ મીલાઇ હૈ. એ બલમ અચાનક આટલી મોજ કેમ પડવા લાગી એ કંઈ સળ નથી સુજતી. લાગે છે, કે તારા પ્રેમની ભાંગ તે હવામાં રેડવાની ચાલુ કરી દીધી છે. અને આ પિચકારી તે મારી એટલે સામાન્ય જીંદગી જીવતા મારી જેવાની તો હાલત કેવી થઈ? ખબર? નશો ઉતરવાનું નામ જ નથી લેતો, હું તો પાગલ શરાબી થઈ ગયો છું. સાલો આ શરાબ ક્યારેય ઉતરે એવુ લાગતુ તો નથી. ઔર જબ તુને જીન્સ પહન કે ઠુમકા મારા, હે મોરપીંછાળા ત્યાં તો બધ્ધા મને જોવા લાગ્યા. (લટ્ટુ થઇ ગયા એ હજુ તો ના લખી શકાય પણ અમુક મહાત્મા આવી પણ જોઈ છે, મિરા અને નરસિંહ આ બધામા ના છે) ના છુટકે જ્યારે કેદારો વાગતો કે ઝાંઝર ઝણકતા ત્યારે જીન્સ પહેરીને ઠુમકો લગાવવા આવવુ પડતુ.
તેરી કલાઈ હૈ, હાથો મે આયી હૈ, મૈને મરોડા તો, લગતા મલાઇ હૈ, આ તારૂ કાંડુ જે માખણ જેવુ છે, પણ માખણ ને મરોડી તો ના જ શકાય. એને તો મસળી શકાય, લપેડી શકાય, પણ કાડુ એટલે?
કાંડુ એટલે તારૂ નામ. આ તારૂ સુંદર ક્રિષ્ન નામ અને ક્રિષ્ની(એક અર્થ મા દ્રૌપદી નો સુંદર ચહેરો પણ) ચહેરો મારા હાથમાં આવી ગયો છે, જ્યારે જ્યારે હું મારા હોઠો પર લાવુ ત્યારે એમ લાગે છે કે હું માખણ ને ચુંબન કરી રહ્યો છું. કારણ કે બલમ પિચકારી જો તુને મુજે મારી તો સીધી સાધી છોરી શરાબી હો ગઈ. હાય આ તારો નશો ક્યારે ઉતરશે? (આ જનમમા તો શક્ય નથી)
પણ આ બધુ થાય ત્યારે પ્રોબ્લેમ મને નથી કે તને નથી. પણ બોલે રે ઝમાના ખરાબી હો ગઇ. લોકો મને પાગલ કહેવા લાગ્યા. મારુ મશીન અને મગજ બગડી ગયું હોય એમ કહે છે, કારણ કે મને તારા અધુરા જીન્સમાં રસ છે, મને તે પહેરેલા સુંદર ટોપમાં રસ છે, તારા કલરફુલ સ્લીવ લેસ ટી-શર્ટ મા રસ છે એટલે? મને તો તારા પતલા ઉનાળામા હવા ઉજાશ વાળા સમર સેન્ડલ મા પણ રસ છે? અને લોકો એ તો વગોવવાનુ ચાલુ કરી દીધુ અને કહે છે, કે ખરાબી હો ગઈ, હરિ વ્યાપક સર્વત્ર સમાના અને સર્વત્ર વ્યાપક જેવા શબ્દો કોઈ ને કેમ યાદ નથી આવતા એજ તો ટપ્પો નથી પડતો. હા મગજમાં ખરાબી આવી જ ગઇ છે, પણ હાર્ટ વધુ સારી રીતે ચાલવા લાગ્યુ છે.
તુ તો હર તાલે કી આજ ચાબી હો ગઇ, પણ હવે તો તુ જ બધા તાળાઓની ચાવી છે, એટલે ભલે ને લોકો ને જે કહેવુ હોય એ કહે. કે બોલે રે જમાના ખરાબી હો ગઇ.
Recent Comments