
હું કોણ છું? એક આત્મા. આખી દૂનિયામાં એક આત્મા? કારણ કે ક્રિષ્ન તો કહે છે કે તમે જ મારા અંશો છો. અંશ એટલે ભાગ. શું આત્માનાં ટુકડા થઇ શકે? કદાચ આ તો સર્વર શેરીંગનોં કન્સેપ્ટ છે. જેમા ક્લાયન્ટ પાસે પોતાનું પ્રોસેસર જ નથી. એ તો પ્રોસેસિંગ માટે સર્વરનો જ ઉપયોગ છે. એની પાસે જસ્ટ પોતાની હાર્ડ ડિસ્ક છે. જે એની બુદ્ધી છે અને એનું મગજ પણ. એના હાર્ડવેર્સ એટલે કે હાથ પગ, એ કેબીનેટ કે બીજા રમકડા.
સર્વર અને ક્લાયન્ટ વચ્ચે કોમ્યુનિકેશન લિંક પણ જોઇએ. એ લીંક કઇ? ઇશ્વર કે પરમ આત્મા મા શ્રધ્ધા, અને જો કોઈ નાસ્તીક એટલે કે રેશનાલીસ્ટ હોય તો પોતાનામાં જ હૈયાફાટ વિશ્વાસ. સર્વર સાથે કોમ્યુનિકેશન હોય પણ લોગીન માટે આઇ.ડી પાસવર્ડ ના હોય તો ગોડ.com નકામુ છે. પણ એ લોગીન પાસવર્ડ અને યુઝર આઇ.ડી કયુ?
શાંત ચીતે કરેલી પ્રાર્થના. પ્રાર્થના એટલે ભજન નહિ, માત્ર ઇશ્વર ના વખાણ અને એના ગુણગાન એટલે પ્રાર્થના નહિ. પ્રાર્થના એટલે જેનાથી આપણને પરમ શાંતી મળે એ પ્રાર્થના. જેનાથી આપણને ખુશી મળે એટલે પ્રાર્થના. એટલે સવારે ઉઠીને નાહિ, ધોઇને મનમાં કોઇ ગીતની ધુન ચડી હોય તો મંદિરયા સામે દીવો કરીને હાથ જોડીને પ્રાર્થના કરવાની જરૂર નથી. એ ગીત જ પ્રાર્થના છે. એ કોઇ મુવીનું હોય કે પછી એકોનનું “ઇટ હેઝ બીન સો લોંગ વ્હેન આઇ હેવ સી યોર ફેસ.”. પ્રાર્થના સકસફુલ્લી સબમીટેડ. આપણે ઇશ્વર કે પોતાના પોર્ટલ પર લોગીન કરી લીધુ છે.
પણ આપણે એવી પ્રાર્થના ચાલુ કરી દીધી છે કે પ્રાર્થના કરતી વખતે પ્રાર્થના સિવાય બધુ જ યાદ આવે છે. બોયફ્રેન્ડ પાસેથી કીસ આપીને કઇ ડિમાન્ડ કરવાની છે ત્યાંથી માડીને આજે સર કાંય કેય એટલે જો સામુ જ ઠોકી દવ ત્યાં સુધીનું. કે પછી આજે તો ઓફીસે જવાનું લેઇટ થઈ જશે જલદી નાસ્તો કરવો પડશે. જો આ બધુ પ્રાથના કરતી વખતે યાદ આવે તો પ્રાર્થના ભેંસ ના પોદળા જેવી છે. અલબત ભેંસનો પોદળો તો છાણા બનાવીને ઇંધણ બનાવવા પણ કામ આવશે. સર્વર અને ક્લાયન્ટ સાથે સાચો પાસવર્ડ અને આઇ.ડી હોવા જોઇએ. જો આવુ થાય તો કદાચ જે ઓથેંન્ટીકેશન ડિટેઇલ્સ આપણે યુઝ કરી રહ્યા છીએ એ ખોટા છે. એટલે જ કદાચ અને ક્યારેક કહેવાતા નાસ્તિક જે પોતાના માટે પરમ આસ્તિક જ છે. એ લોકો પોતાથી વધારે નજીક છે. કારણ કે સર્વર પણ પોતે અને ક્લાયન્ટ પણ પોતે. એટલે જ તો ઓથેંન્ટીકેશન ડિટેઇલ્સ પણ પોતાને ખ્યાલ હોવાની જ. ના ખબર હોય તો ડેટાબેસ પણ પોતાની પાસે. સીલેક્ટ ની ક્વેરી ફાયર કરીને ચેક કરી શકાય.
જો લોકો અને સંતો એમ કહેતા હોય કે બને એટલુ ઈશ્વરની પાસે રહી શકાય એવા કામો કરવા. પણ ઈશ્વર તો ખુદ જ્યારે એમ કહેતો હોય કે હું તારી અંદર જ છું. તો જો આપણે આપણી જ પાસે રહીએ તો ઇશ્વર પાસે જવાની અને એને શોધવાની જરુર છે જ નહિ. બને ત્યાં સુધી આપણે આપણામા જ ડુબી રહેવુ. વો કૌન હૈ? ક્યાં ચાહતા હૈ? નહિ, નહિ, I am, I am, and I am. આ કોઇ અભિમાનની ઘોષણા નથી. આ પોતે ઈશ્વરને પોતાના રૂપમાં સાક્ષાત્કાર થયાની ખુશી છે. એમાં ઈશ્વર ખુશ છે. બીજા બધા ને જે લાગે તે, કારણ કે આ ઈશ્વર પોતાના માટે જ છે. બીજા માટે નથી, એટલે જ દરેક નો ઈશ્વર અલગ છે અને દરેકના ઈશ્વર ને પોતાનો ટેસ્ટ છે.
ઈશ્વર (સર્વર) અને વ્યક્તિ (ક્લાયન્ટ) વિષે તો ક્લાઉડથી માંડીને, પ્રોટોકોલ્સ કે પછી OSI મોડેલ ના લેયર વિષે કહેવું બધુ જ પોસીબલ છે. બધો જ ડેટા અને બધુ જ એક્સપ્લેનેશન ઓલરેડી સર્વર પર અપલોડેડ જ છે.
બસ આપણી પાસે સાચો યુઝર આ.ડી અને પાસવર્ડ હોવા જોઇએ.
યુઝર ગાઈડ તરીકે આ પોસ્ટ દરેકની લાઈફમાં કામ લાગે એવી છે…… 😀
મસ્ત!!
Well said . . . . Lets log in 🙂
thank you Friends…….. આ તો એન્જીનીયરીંગ ના અનુભવો છે.
” …..આ કોઇ અભિમાન ની ઘોષણા નથી. આ પોતે ઇશ્વરને પોતાના રૂપ મા સાક્ષાત્કાર થયા ની ખુશી છે. એમા ઇશ્વર ખુશ છે. બીજા બધા ને જે લાગે તે… કારણ કે આ ઇશ્વર પોતાના માટે જ છે. બીજા માટે નથી…. એટલે જ દરેક નો ઇશ્વર અલગ છે અને દરેકના ઇશ્વર ને પોતાનો ટેસ્ટ છે” WELL SAID, A GOOD POST
થેંક્સ યારો, તમારા લોકો ના સહયોગ ને કારણે જ તો, વધારે જુસ્સો મળે છે.
આહા !! ગમ્યું.