સાંજ ઉપર ટ્રસ્ટ ના કરતા, સાચુ કહું છું.
આની પાછળ આખો દિવસ વેસ્ટ ના કરતા સાચુ કહું છું.
આની પાસે રોજે સરપ્રાઇઝ હોય જ છે,
પણ એ તમને દરેક વખતે મેમરાઇઝ કરવી ગમશે એ ભ્રમમાં ના રહેતા. સાચુ કહું છું.

ઉનાળામાં ઢળતા સુર્યની સાથે ગરમ પવન સાથે આવે.
શીયાળામાં ઠીઠુર બનાવી દે એવા વાયડા વીન્ડ સાથે આવે.
આ રંગ બદલતી સાજ આજની છોકરી જેવી છે, કોણ જાણે ક્યારે મુડ બદલે? સાચુ કહું છું.

પણ સાચુ કહુ તો ચાલને સાંજ તારા વિષે બીજુ પણ કહુ.
ક્યારેક તુ ઓફીસે થી ઘરે લાવે, રસોડાથી રેસ્ટોરન્ટમાં લાવે,
પપ્પા ચાલો ને મેળામાં જઇએ, આ અવાજને જન્માવે. કદાચ હું સાચુ જ કહું છું ને.

ખબર નહીં સુકાયેલી આંખોની સાથે સાંજને શું દુશ્મની છે.
છલોછલ કરવા ક્યારેક કંકાસ રૂપે તો ક્યારે પેટની ચિંતા લઇને આવે.
ભલુ કરશે ભાળનારો, પાછી આ સાંજ જ બોલાવરાવે, સાચુ કહું છું.

બર્થ ડે પર સરપ્રાઇઝ પાર્ટી, અને લગ્ન ઉપર પીઠી ચોળવાનું ટાણુ પણ આ સાંજ લઇને આવે.
આજે શું રાંધીશ એની ચિંતા લઇને સાંજ આવે.
પરસેવા વાળો શર્ટ અને હાથમાં પકડેલુ ટિફિન આ સાંજ લઇને આવે. સાચુ કહું છું.

સાંજનો ડ્રેસ સરપ્રાઇઝ છે.
એના દુપટ્ટા ના બે ફાટા આંસુ અને સ્મિત, ક્યારેક આ ખભા પર તો ક્યારેક પેલા
એના સેન્ડલનો માર ચુમવો કે ના ચુમવો એ આપણે નક્કિ કરવાનુ, સાચુ કહું છું.

– હિરેન કવાડ (વ્હેન ફુલ ઓફ ટિયર્સ)

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: