
રીડીંગનાં દિવસો એટલે એવા દિવસો જ્યારે રીડીંગ સિવાય બધુ જ કરવાનુ મન થાય. રીડીંગ એટલે હું કોઇ સ્ટોરી બુક. કવિતાઓ, કોઈ નોવેલ, કોઈ આત્મકથા કે કોઈ ન્યુઝ પેપરના આર્ટિકલ વાંચવાની વાત નથી કરતો કારણ કે આ બધુ વાંચવાનુ મન પણ આ દિવસોમાંં થતુ હોય છે. પણ હું તો કોલેજ કે સ્કુલની એક્ઝામમાં જે ટેક્સ્ટ બુક વાંચવાની હોય એની વાત કરુ છુ.
કોલેજ જતા હોઇએ ત્યારે એક્ઝામ તો હોય જ. અને એકઝામ હોય ત્યાં રેલા આવવાના જ. અને રેલા આવે એટલે વાંચવું પણ પડે. બુલશીટ ટુ ધીઝ એજ્યુકેશન સીસ્ટમ કે જે ગમતા કામોથી દૂર લઇ જાય. પણ આ એક્ઝામનાં રીડીંગ વખતે કેવા કેવા કિમિયા સુજે છે એનુ લીસ્ટ બનાવીએ.
સવારે નવ વાગે જાગીએ અને સાડા નવે તૈયાર થઇને રીડીંગ કરવા બેસીએ પછી શરુથાય તલાશ મૌકો કી. વાંચનું શરુ જ થયુ હોય ત્યાંતો પાણીની તરસ પણ લાગી જાય. વાંચવાનુ તો ગમતુ જ ના હોય, એટલે ધ્યાન તો બીજે ક્યાંક જ હોય. વાટ જોવાતી હોય કે રુમમાં કોઈ ટાઇમ પાસ કરવા આવે. એવાજ ટાણે કોઈ પઢાકુ વાંચી-વાંચીને રુમમાં ફ્રેશ થવા આવે, એટલે મળી જાય વાતો કરવાનું બહાનુ. ફરી પંદરેક મિનિટ સ્ટડી બુકમાં આંખો રાખીને એને શ્વાસ રોકવા મજબુર કરવાની. બવ થયુ, કેટલું વાંચી નાખ્યુ, મારે તો એક નંબર જવુ છે. એક નંબરનાં બહાને આંટો મારવાનું બવ જુનુ બહાનુ. ફરી શ્વાસ રોકવા બેસીએ, પણ ત્યાં તો બાર વાગે એટલે જમવાનો ટાઇમ.
આવા ઘણા બહાના છે જે વાંચતી વખતે રોકતા જ હોય છે, બટ, મારે જે આજે વાત કરવી છે, એ રીડીંગની પોઝીટીવ સાઇડની કરવી છે.
સ્ટીવ જોબ્સની એક સ્પીચ છે. જેમાં એ એની લાઇફની ત્રણ સ્ટોરી કહે છે. એમાં જ એ કહે છે જે હું અહીં ગુજરાતી ભાવાનુવાદ કરીને મુકુ છું.
“ક્યારેક જિંદગી તમારા માથા પર લોઢા જેવી ઇંટનો ઘા કરે છે, પણ શ્રધ્ધા અને વિશ્વાસ ના ગુમાવો. હું કહું છું કે જે વસ્તુએ ખરેખર મને જીવતો રાખ્યો છે, જે વસ્તુ એ ખરેખર પળે પળે મારા જીવને પણ જીવીત રાખ્યો છે એ બીજુ કંઇ નહિ, હું જે કામ કરુ છું એને પ્રેમ કરુ છું, ચાહુ છું. તમારે એ વસ્તુ શોધવાની છે જેને તમે ખરેખર પ્રેમ કરો છો. એજ તમારુ સાચુ કામ છે, કારણ કે એજ તમારો ખરો પ્રેમ છે. તમારુ કામ તમારી જિંદગીને નવા રંગોથી ભરી દેશે, અને તમારુ કામ જ તમારી જિંદગીના મોટા ભાગને આવરી લેશે. ખરેખર સંતોષ ત્યારેજ મેળવી શકાય જ્યારે ખુદ તમે છાતી ઠોકીને કહી શકો એટલો વિશ્વાસ હોય કે હા, હું મહાન કામ કરુ છું. મહાન કામ કરવાનો એક જ રસ્તો છે કે જે તમે કરો છો એને પ્રેમ કરો, એને ચાહો, એની પાછળ પાગલ થઇ જાવ. જો એ કામ તમને હજુ ના મળ્યુ હોય તો શોધતા રહો, ત્યાં સુધી શાંતીથી ના બેસો. કારણ કે આ બધી વસ્તુ હ્રદય સાથે સંકળાયેલી છે, એટલે તમને એ વસ્તુ મળશે એટલે ખબર પડી જ જશે. અને એક સારા સંબધની જેમ જેમ જેમ વર્ષો વિતતા જશે એમ એ ગાઢ બનતી જશે, (મારા મતે જેમ રાતે દુધ મેળવ્યુ હોય અને જેમ રાત વિતે એમ દહિં જામતુ જાય અને સવારે તમે એમાથી માખણ કાઢી શકો એમ). તો સ્થાયી થાવમા. ભુખ્યા વરુની જેમ શોધતા રહો જ્યાં સુધી તમને એ વસ્તુ ના મળે જેને ખરેખર તમે પ્રેમ કરો છો.”
આ સ્પીચ જ્યારે મે સાંભળી ત્યારે તો મને પણ ખુબ મજા આવેલી પણ પછી સવાલ થયો કે મને ગમતી વસ્તુ કઈ? પણ, વેલ મારે મારી વાત નથી માંડવી.
પણ રીડીંગ અને ઉપરની સ્પીચ ને શું લાગે વળગે. એ ના હોય તો હુ લખત જ નહિ,
રીડીંગ જ એવો સમય છે જ્યારે તમને ખબર પડતી હોય છે કે ખરેખર તમને શું ગમે છે, ગમતી વસ્તુ શોધવી ઘણી વાર ખુબ મુશ્કેલ હોય છે અને ક્યારેક તો આપડે આમા જિંદગીના ટોર્નેડોમાં ફસાઈ જતા હોઇએ છીએ. આ કોઈ ફટાકા છોકરીનાં પ્રેમની વાત નથી. કે ઇક્લીપ્સના હીરો જેવા હેન્ડસમ છોકરાની. એ તો બધાને ગમે જ.
પણ રીડીંગ વખતે કદાચ તમને હિન્ટ મળી શકે કે મને શું ગમે છે. જો તમે ક્રિકેટનાં રસીયા હશો. તમને ક્રિકેટ ખરેખર ગમતી હશે. ક્રિકેટ તરફ તમને લગાવ હશે તો મોબાઈલમાં વારા ઘડીએ સ્કોર જોવાનું મન થશે. રીડીંગ પડતુ મુકીને પણ પહેલા ન્યુઝ પેપરની હેડલાઈન નહીં પણ છેલ્લેથી ચોથું પાનુ જે સ્પોર્ટ્સનું હોય છે એ પહેલા ખુલશે. કંટાળાનાં સમયે ફરી મોબાઇલમાં અપડેટ સ્કોર જોવા માટે આંગળા તડપતા હશે.
જો તમને ખરેખર રીડીંગ મા રસ હશે તો તમને બીજું કંઈ સુજશે જ નહિ, તમે એમા પુરેપુરા ઇન્વોલ્વ્ડ થઇ જશો. સમયનું ભાન તમને નહિ રહે. પણ જો, તમને રીડીંગ કરતી વખતે એમ થાય કે Data compression ના ત્રણ ચેપ્ટર પતે એટલે રંગરેઝ મુવી જોઇ નાખવું છે, ડી.વી.ડી પ્રિંટ આવી ગઇ છે, તો પતી ગયું. રીડીંગ તમને નથી ગમતુ એ કમીટ કરી દો. કારણ કે તમે મુવીને વધારે પ્રાયોરીટી આપી છે. મોસ્ટ ઓફ, આપણે જ્યારે કંટાળ્યા હોય ત્યારે ક્યાં જતા હોઇએ, જ્યાં આપણને આરામ મળતો હોય અને ખરેખર આપણ ને ગમતુ હોય, એવી જ રીતે જેને મુવી જોવા ગમતા હોય એનો આરામ ઓટલો જ મુવી છે. હવે એ પ્રશ્ન પણ થાય કે મુવી જોતા જોતા આખી જિંદગી થોડી જાય, એમા ખાવા ના રોટલા નાય પૈસા ના નીકળે, પણ જો ખરેખર તમે મુવી ના દિવાના હશો તો તમે એનો અલ્ટરનેટીવ પણ શોધી કાઢશો, આજકાલ મુવી રીવ્યુવર પણ સારા રૂપીયા કમાય છે, ટાઇટેનીક જેવી મહામુવી ફરીવાર રીલીઝ થવાની હતી ત્યારે ઘણા મુવી રીવ્યુવરો અને ખગોળવિજ્ઞાનીઓએ બતાવ્યુ કે તમારી મુવીમા ભુલો છે, જ્યારે ખરેખરમાં ટાઇટેનીક ડૂબ્યુ ત્યારે એ વખતેનું આકાશમંડળ જે તમે મુવીમાં દેખાડ્યુ છે એ પ્રમાણે નહોતું, અને બીજી ઘણી ભુલો કાઢી અને એ ભુલો ટાઇટેનીકના રીરીલીઝમાં સુધારવામા આવી ભુલો શોધવાવાળા ને કરોડો ચુકવવામા આવ્યા. તો મુવી જોવામાં પણ કરીઅર છે ખરુ.
જો રીડીંગ કરતી વખતે ફ્રેશ થવામાં તમારા મોઢામાંથી હમણા જ રીલીઝ થયેલ કોઈ મુવીનું સોંગ્સ પણ નીકળી જાય તો એનો મતલબ એ કે તમને ગાયકીમાં રસ છે, યુ કેન બી નેક્સ્ટ લતા મંગેશકર. બવ ઉપર ચડાવ્યા? અચ્છા ચલો શ્રેયા ઘોશાલ બસ? ના ના બન્નેમાંથી એકેયે નહીં બનવાનુ કારણ કે આ જ સ્પીચમાં સ્ટીવ જોબ્સ કહે છે કે પારકી જિંદગી તમે ક્યાં સુધી જીવશો? ઉધાર માંગેલી જિંદગી જીવવાની બંધ કરો અને પોતાની જિંદગી જીવવાની શરુ કરો. એટલે જો આપણે ચુન્નુ હોઇએ તો ચુન્નુ બનીને જ ગાવુ અને મુન્ની હોઇએ તો મુન્ની બનીને જ ગાવુ. કારણ કે હું, હું છું બીજુ કોઇ નહિ.
જો રીડીંગ કરતી વખતે તમારા મનમાં જાવામાં બનાવતા પ્રોજેક્ટમાં આવતી એરરનીં યાદ આવે અને તમારુ મન ત્યાંથી હટતુ જ ના હોય તો એ બુકને સાઈડમાં મુકીને લેપટોપ ખોલો અને એ એરર પહેલા સોલ્વ કરો, પહેલા જે તમારુ દિલ કહે છે એ કરો. કારણ કે ઓશો નામના મહાન સંત, વિચારક અને સાધુએ કહ્યુ હતુ કે જ્યારે તમને જે ઇચ્છા જાગે એ પહેલા પુરી કરી લો અને પછી બીજુ કામ કરો, પોતાની જાતને પામવાનો બીજો કોઈ રસ્તો નથી.
જો તમે વાંચતા હોવ અને તમારુ નવુ લાવેલું ગીટાર તમને બુમો પાડી પાડીને બોલાવતું હોય તો પછી વાર ના લગાડવાની હોય કારણ કે એ ગીટાર જ છે જે તમારી લાઇફ વધારે બ્યુટિફુલ બનાવી શકે છે, કારણ કે જે વસ્તુ તમારો સ્ટ્રેસ દૂર કરી શકે એ જ વસ્તુ તમને કોઇ પણ પડતી ક્ષણે સંભાળી શકે, એટલે બુક પર આવેલો ગુસ્સો તમે તમારા ગીટાર પર તમારી આંગળી ફેરવીને દર્દનું અને ખુશીનું સંગીત ચારેતરફ રેલાવી દો.
જો તમે વાંચતા હોવ અને તમારો ફ્રેન્ડ કે તમારી ફ્રેન્ડ કંટાળો આવતો હોય એટલે ફ્રેશ થવા કોઈ સોંગ વગાડે અને જો તમે એના સુર પર બે ઘડી જુમી ઉઠો અને તમારા પગ પર કાબુ ના રહે તો તમે કદાચ ડાન્સીંગમાં પણ રસ ધરાવો છો. એટલે કદાચ તમે પ્રભુદેવા કે પછી મૃણાલિની સારાભાઈ સામે કમ્પીટ કરી શકો એવી કલા ધરાવો છો, એટલે પગમાં ઘુંઘરુ બાંધીને જુમી ઉઠો, પણ એ કલામાં ડુબવા માટે નેપોલીયન કહે એમ બર્નીંગ ડીઝાયર જોઇએ.
વાંચવાના કંટાળા સમયે ફ્રેન્ડસ સાથે રુમમાં ટાઇમ પાસમાં તમે કોઇ ફ્રેન્ડની મજાક ઉડાવવા ન્યુઝ રીડીંગ ના ઢાળ મા એના વિષે સમાચાર વાંચવા લાગો અને તમારા ફ્રેન્ડનું ઈન્ટરવ્યુ લેવા માંગો તો, ઈન્ડીયાના બેસ્ટ ઈન્ટરવ્યુવર અને જેમની સામે મોદી જેવા મોદીના કપાળે પણ પરસેવો વળી જાય, પાણી માંગવુ પડે, આટલુંજ નહિ, ત્યાં સુધીનુ કહેવુ પડે કે ભાઇ કેમેરો બંધ કર “દોસ્તાના બના રહે” તો એવા કરન થાપર જે ઈન્ડીયાના બેસ્ટ ઈન્ટરવ્યુવરો માના એક છે, એના વશંજો કદાચ તમે હોઇ શકો. એટલે તમે તમારી ફિલ્ડ જે એક્ચ્યુઅલી તમારી ફીલ્ડ છે જ નહિ એ છોડી એમા પણ આગળ વધી શકો. શર્ત બસ ઇતની હૈ, યુ હેવ ટુ બી ઇન લવ વીથ ધેટ વર્ક.
તો આટલુ બધુ લખ્યુ એ માત્ર એ માટે જ લખ્યુ કે રીડીંગ ટાઇમ ખરેખર એક ફ્રેન્ડ બનીને આવે છે, ભલે એ કંટાળા જનક હોય પણ એ કંટાળો જ તમને બતાવી શકે કે ખરેખર તમને રસ શેનામા છે, જો તમે એ ગમતા કામને મેળવી લો તો કોન્ગ્રેચ્યુલેશન. ગો અહેડ વીથ ઇટ. સ્ટે ફુલીશ સ્ટે હંગ્રી. પણ જો આ રીડીંગ ટાઇમમાં પણ ના મળે તો જેમ સ્ટીવ જોબ્સ કહે છે એમ, ડોન્ટ સેટલ. કીપ લુકીંગ અન્ટીલ યુ ફાઇન્ડ ઈટ.
મજા આવી વાંચવાની…..
વાંચવાના ટાઈમે ભણવાની બુક્સ વાંચવાની ઈચ્છા થતી હોય એવા તો ઘણા ઓછા હશે…
ઇવન અત્યારે હું અસાઇન્મેન્ટ લખતા લખતા મારી ફેવરીટ બુક “ધ અલ્કેમીસ્ટ” વાંચવા બેસી ગયો અને એમાં પણ એજ લખ્યું છે…. કે “જે ગમે છે એ જ કરવા જાઓ.. દુનિયા મંઝીલ સુધી પહોંચવામાં મદદ કરશે જ…”
બાય ધ વે મારા એક ફ્રેન્ડને આ વાંચ્યા પછી એક ક્વેશ્ચન એ થયો છે કે એને વાંચતી વખતે ‘ચેટીંગ’ કરવામાં વધારે રસ પડે છે…..તો એનું ફ્યુચર ક્યાં?? 😛
lol………. કદાચ એ ચેટીંગ મા વધારે રસ દાખવે તો ભવિષ્ય મા સોશીયલ નેટવર્ક તો વધવાનુ જ છે, એટલે ચેટીંગ ગાઇડા બની શકે…. અને ચેટીંગ થ્રુ સેટીંગ કેવી રીતે કરવુ એ શીખવાડી શકે… હાહાહા..
સરસ લખ્યું છે , જો ગમતા કામમાં જ જિંદગી વિતાવી શકાતી હોય તો તે શ્રેષ્ઠ છે , અને આવું જે લોકો કરી શકે છે તે સહુ ખુબ જ ભાગ્યશાળી છે , હું પણ કહું છું કે do what you are born for પણ દરેક માટે માત્ર એ જ કરી ને બેસી રહેવું શક્ય નથી હોતું એ પણ સિક્કાની બીજી બાજુ – કડવી વાસ્તવિકતા છે , કારણ કે દરેકનું ભાગ્ય ચમકી શકતું નથી , લતા મંગેશકર ના લેવલ સુધી પહોંચવા એ લેવલનું લક પણ જોઈએ. કેટલાય સારા ગાયકો સ્ટ્રગલ કરી કરીને મરી જાય છે , અથવાતો સ્ટેજ શો એમને મળ્યા કરે જેમાંથી પૂરતી કમાણી ના થાય . ગમતું કામ – તમે જેના માટે સર્જાયા છો એ કામ ચાલુ જરૂર રાખી શકાય – પણ સાઈડમાં ! મુદ્દે તો પછી માથે પડેલો નોકરો કે ધંધો પૂરી જિંદગી નિભાવ્યે જ છૂટકો
અમુક હદ સુધી તમારી વાત સાચી છે. પણ હુ તમારી સાથે ૧૦૦% તો સહમત નથી જ. કારણ કે જ્યારે વાત ગમતા કામ ની જ હોય ત્યારે એ વસ્તુ કરતા આપણે ક્યાં પહોચશુ એની આપણ ને જ ના ખબર હોય, કારણ કે સાચુ ગમતુ કામ એ જ છે જે સમય નુ ભાન ભુલાવી દે, માત્ર એક્ઝામ્પલ માટે કહુ તો… સપોઝ કોઇ છોકરો કે છોકરી જે બન્ને ને એકબીજાને પ્રેમ કરે છે એ મળવા જાય, તો એના મળવા ના ટાઇમ મા એક બે કલાક ક્યારે ચાલ્યા જાય એ ખબર રહેતી નથી….
હુ પણ હજુ સ્ટડી જ કરુ છુ, અને મને મારા ફીલ્ડ મા થોડો ઘણો રસ પણ છે.. પણ છતા મારુ પણ એવુ જ માનવુ છે.
કે ગર્લ ફ્રેન્ડ અને વાઇફ ને એક જ ઘર મા રાખવી થોડી મુશ્કેલ છે.