Self

બસ મારે યાદ રાખવું છે કે અત્યારે મારામાં હું જ છું. અરિસાની સામે હું જોવ તો મને હું જ દેખાવ. અને રોડ પર ચાલતો હોવ તો હું મને જ યાદ કરુ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? આ દુનિયામાં એક જ પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ પોતાને ભુલવાની. જ્યારે માણસ પોતાની જાતને ભુલી જાય છે, ત્યારે એને બધી જ પ્રોબ્લેમ્સ થતી હોય છે. વિ હેવ ટુ ઇમેજીન વી આર ગોડ. ધેર ઇઝ નો ગોડ, ઓર એવરી હ્યુમન ઇઝ ગોડ.  જાતને ભુલી જવી એટલે એક્ઝામનુ વાંચતી વખતે યાદ ના રહેવુ, જાત ને ભુલવી એટલે પોતાનુ મન ગમતુ કામ કરીને બીજા કામોમાં અટવાવુ, જાત ને ભુલવી એટલે રડવુ નહીં. પણ જાતને ભુલવી એટલે એવું હસવુ કે જે બીજા માણસો જોવે એટલે આપણો ચહેરો એને અજીબ લાગે અને એ આપણા હાસ્ય પર ભદ્દુ હસે, જાતને ભુલવી એટલે કોઈ આપણાથી સારુ કામ કરતુ હોય ત્યારે જલન થવી.

જાતને ભુલવી એટલે ભીડમાં જવુ, એકાંત એ તો જાતને શોધવાનો મેળો હોય છે, એકાંત ત્યારે જ તમને અકળાવે જ્યારે તમે પોતાને ભુલ્યા હોવ, બાકી એકાંત ઇશ્વરને પામવાનું અને પોતાના માટે ઇશ્વર બનવાનું પરફેક્ટ સ્થળ છે. એકાંત તો આંખો ભરી ભરીને પીવું જોઈએ કારણ કે એકાંત ક્યારેય એકલુ મહેસુસ થવા દેતુ નથી. પણ એકાંતને આપણે ત્યાં અંધારાની ઉપમા આપવામાં આવી છે, એકાંત શબ્દ આવે એટલે બધાની સામે એક અંધારી ઓરડી જ આવે, ખરેખર તો એકાંત એટલે અંજવાળુ જ્યા બધા જવાબ મળતા હોય છે, પણ એકાંતમાં એકલા પડી રહેવું પણ મુશ્કેલ હોય છે. એકાંતમાં જો જાત ભુલી ગયેલા હોઇએ તો ઘણા બધા હુમલા થતા હોય છે, પહેલો હુમલો તો કામદેવ નો હોય, તો ક્યારેક કોઈની યાદોનાં માથાના દુખાવો, ક્યારેક ગાંડપણ પણ લાવી શકે એવા અણધાર્યા અટેક્સ આવતા હોય છે. પણ એ ત્યારેજ બની શકે કે જ્યારે તમે કંઇક ભુલ્યા હોવ, કે આપણે કોણ છીએ?

અહીં નામની વાત છે જ નહિ, અહીં પોતાની અંદરની તાકાત જે આપણી આત્મા સાથે જોડાયેલી છે એની વાત છે. કારણ કે અહીં એવા ઘણા લંગરીયા હોય છે એ એમ કહીને હાલતા થતા હોય છે કે મારુ નામ તો હું ભુલ્યો નથી, હું તો ફલાણો ઢીંકડો છું. આપણી જાત આપણાથી ઘણી જ નજીક હોય છે, એ ક્યારેક થોડીક થોડીક ક્ષણો માટે આપણને ટ્રેઇલર બતાવીને ચાલી જતી હોય છે. પણ પૂરેપુર મુવી રીલીઝ એજ થવા દેતી નથી. પણ હા આ મોમેન્ટસ કોઇ મુશ્કેલ પરિસ્થિતિમાં જ આવતી હોય છે, જ્યારે આંસુઓ સથવારો આપવા આવે ત્યારે જ કદાચ જાત પણ સથવારો આપવા આવતી હોય છે. પણ આપણે? હા આપણે જ ક્ષણભંગુર, જે એક રીતે સારી વાત અને એક રીતે બવ દુખદ વાત છે. દુખની વાત લખવી તો મને પણ ઓછી ગમે છે. પણ કદાચ આંસુ તો ઘણાનેં ગમતા જ હોય છે. કારણ કે એ સુખ અને દુખ બન્ને વખતે કામ લાગે છે. પણ અંદર જે ફીલીન્ગ્સ હોય એને તમે ક્યાં ઉકરડે નાખવા જશો. એ તો દુખમા ભયંકર જ લાગશે. અને એ થશે ત્યારે રીવર્સીબલ વાક્ય જ કહી શકાય, કાંતો આપણે જાત ભુલ્યા છે એટલે આવુ થાય છે. અને આવુ થાય છે એટલે આપણે એ માનવું કે આપણે જાતને ભુલ્યા છીએ.

અંતે ફરી ફરી ને તો આ જાત પાસે જ આવવાનુ હોય છે. આપણે અહીં શામાટે છીએ તો એમ કહી શકાય કે આપણે બધાને એક જ વસ્તુ જીંદગીમાં જોઇએ, એ છે હેપ્પીનેસ પણ એ કેવી રીતે આવશે. એ બીજામાં ડુબી જઇને તો નહિ જ આવે, કોઈને યાદ કરીને આવી શકે. આ ક્ષણભંગુર હેપ્પીનેસ જીવી લેવી જોઇએ. બટ વ્હાય આર વી હીઅર? ઇફ વી આર હીઅર ટુ એન્જોય એવરીથીંગ, ધેન વી હેવ ટુ ડુ ધેટ થીંગ્સ ધેટ ગીવ અસ ગોર્જીયસ મોમેન્ટસ. ત્યારેજ ખુશીયોનાં વાદળ ઉપર ચડીને વરસશે. હા આપણે દુવા કરવી હોય તો એક જ વસ્તુની કરવી જોઇએ કે મને એવા મોકા મળે કે હું મારુ મનગમતુ કામ કરી શકુ, અને સાથે એવી સતબુધ્ધી પણ મળે કે હું એ મોકા ને જડપી શકુ. કારણ કે મોકા ક્યારેક મળતા હોવા છતા એ દેખાતા નથી.

બટ વ્હાય આર વી હીઅર? આપણે અહીં કેમ અને શામાટે? ઇશ્વરને શોધવા માટે અને એને પામવા માટે નહિ, એ ડેસ્ટીનેશન નથી. એ રસ્તામાં આવતુ પાણીનું પરબ છે, જ્યા આપણે પાણી પીને, ટાઢા છાંયડે બેસીને થાકોડો ઉતારવાનો છે, ડેસ્ટીનેશન આપણી પોતાની જાત જ છે, જે આપણી સાથે જ છે, છતા આપણે એને ભુલ્યા છીએ.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 2 Comments

 • yuvrajjadeja says:

  ખૂબ જ અગત્યની વાત – સુંદર રીતે કરી શક્યા છો – અભિનંદન . એકલતા, ખુશીઓની શોધ , તક ઝડપી લેવી અને આપડે અહી શા માટે આવ્યા છીએ અને મને શું ખુશી આપે છે વિગેરે વિષે જે કઈ કહ્યું એ દરેક વિચારને હું હંમેશાથી ફોલો કરતો આવ્યો છું અને એટલે જ વર્ષે એકવાર એક અઠવાડિયા માટે હું હરી ઓમ આશ્રમના મૌન રૂમમાં એકલો રહું છું ! આ વાંચ્યા પછી એટલું ચોક્કસ કહીશ – સહી જા રહે હો ભીડુ , મંઝીલ મિલે યા ના મિલે , તું બસ એસે હી સફર કા આનંદ લેતા જા …. 🙂

  • kavadhiren says:

   થેંક્સ…. પહેલા તો એક વાત કે “સુંદર રીતે કહી શક્યા છો”, એમ નહિ, તે કીધી છે એમ જ કહો… અને વાત રહિ મંઝિલ ની તો ક્યારેક બે પંક્તિ લખેલી છે એ જ લખુ કે,
   ” મંઝિલ ની મને ખબર નથી,
   રસ્તો તો મારો ખુબ મસ્તો છે”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: