
આજે હતો વિશ્વ કાવ્ય દિવસ (વર્લ્ડ પોએટ્રી ડે).
તો આજે શું લખી શકાય? શેના વિષે લખી શકાય?
શું રોડ પર વાવ વાવ કરતા ફાયર બ્રીગેડ ના લાલ બંબા વિષે લખી શકાય?
કે પછી ફેસબુકનાં ટુડુંક કરતા ચેટીંગ એલર્ટ વિષે?
ઉનાળાની શરુઆતમાં જ આવતી ખાટી બડા જેવી ખાગઠી કેરી વિષે?
કે પછી યુ.એસ પિઝાના અનલિમિટેડ પિત્ઝા વિષે,
સંમંદર કિનારે ઉટની સવારી વિષે કે,
પછી મર્સીડીઝ બેન્ઝના ચમકતા ટાયર વિષે.
કુદરતની જાન રૂપી વરસાદ વિષે?
કે પછી પાણી ભરેલા વાદળોને આંબી જતી બિલ્ડીંગ્સ વિષે.
લખી તો શકાય કુતરાએ ઉંચા કરેલા ટાંગા વિષે,
અને ફેક અકાઉન્ટ બનાવી બનાવીને સેક્સી ચેટ કરતા છોકરા વિષે.
એના સિવાય શું લખી શકાય?
પળે પળે કુદરત જે ઘડીક ટાઢ આપે તો ક્યારેક તડકો અને પછો મન ફાવે ત્યારે ઋતુ બદલે
એ અણધાર્યા અંદાજ વિષે.
એમ તો આ અંદાજ જ ઘણુ કહી જાય છે, કે મારી જેવા અનપ્રીડિક્ટેબલ અને સેલ્ફડીપેન્ડ બનો.પણ એતો કુદરતની વાત, આપણે શું લખી શકીએ?
કદાચ કોઇ છોકરી છોકરાને ભાવ આપે એના વિષે? ના રે, તો?
કિસ કરતી વખતે જે સુધારસ પીવા મળે એના વિષે? જુનુ થઇ ગયુ, તો?
અરે યાર, ફોટા પર કોઇ લાઈક્સ અને કમેન્ટ નથી મારતુ એના વિષે?
કે પછી આ, યુનિવર્સીટી વાળાને માય પેપર ચેક કરતા આવડે છે, એના વિષે, આ પણ હવે કોમન થઇ ગયુ, પણ તો લખવું શું? શેની કવિતા લખવી ?
કદાચ ઘરની બહાર રહેતા હોય ત્યારે જે બકવાસ ટિફિન આવે એના વિષે પણ લખી શકાય,
અને ઇયર ફોન કાનમાં ઘાલેલા હોય અને કોઈ ભાભો બોલાવેને આપણે સાંભળીએ નહિ ત્યારે એ ભાભલાનોં પીતો જાય એના વિષે લખી શકાય.
હા, સીટી બસની ભીડમાં કોમળ બદનને ટચ કરવાના મોકા તલાશતા લંગુરીયા વિષે લખી શકાય.
તો જ્યાં છોકરી જોઈ ત્યા ભુખ્યા વરુની જેમ દોડતા ભડનાં દિકરાઓ વિષે.
લખી તો કદાચ વાચનારા કરતા કવિતાઓ લખનારા ની સંખ્યા વિષે પણ શકાય,
અને મારા આવા ટાઇમ પાસ અને માત્ર એન્ટરટેઇન્ટમેન્ટ અને મોજ ખાતરની લાંબી સ્ટેટસ અપડેટ વિષે,
બસ કદાચ લખતા લખતા ઘણુ લખાઈ ગયું અને ઘણુ બાકી પણ રહી ગયું. ફરી એકવાર હેપ્પી વર્લ્ડ પોએટ્રી ડે.
happy world poetry day ! કવિતા સ્ફૂરશે ત્યારે આપોઆપ લખાઈ જશે , વિષય નહિ શોધવા જવું પડે , અત્યારે તો આ પોસ્ટ વાંચી ને મને મારી જ એક જૂની કવિતા (સ્કૂલ ટાઈમમાં લખેલી ) યાદ આવી ગઈ , એ કવિતા નો ભાવ પણ એવો હતો કે કયા કયા વિષય પર લખી શકાય તેની અટકળો !
પણ જોકે એ અગત્ય નું નથી કે તમે કવિતા માટે વિષય નવો શોધી લાવો છો કે જુના કોઈ વારંવાર લખાયેલા -વંચાયેલા વિષય પર લખો છો , અગત્યનું તો એ છે કે તમે વિષયને કેવી રીતે પ્રસ્તુત કરો છો ! એક જ વિષય ને અલગ અલગ લોકો અલગ અલગ રીતે લખે , પછી જોવાનું એ રહે કે સૌથી વધુ રસપ્રદ વાત કોની !
હા મે ખરી વાત કરી, પણ આ કવિ વિષય કદાચ એમ કહી શકાય કે કવિતા ના વિષયો ની કવિતા..
હા, ખરી વાત વિષય ગોતવા નહિ જાવો પડે, પણ આ એજ રીતે લખાઇલી કવિતા છે, આ કવિતા ના વિષયો ની કવિતા છે, જે સહજ પણે લખાયેલી છે…. કોઇ પણ કારણ વગર.
આ વાંચીને મારા મનમાં પણ , ” ટુડુંગ ” થયું 😉
આભાર…