“હેય… બ્રો, ચાલ ને મેથીલ મા આવ્યા છીએ તો આંટો મારી આવીએ.”, લક્ષએ કહ્યુ. “પણ ડુડ આંટો ક્યાં મારીશુ અને બ્રો માસ્ટરને પુછવુ પડશે” રામે કહ્યુ. “એનુ ટેન્શન લેમા, હુ પરમીશન લવ છુ”,રામે ફરી કહ્યુ.

લક્ષ અને રામ મેથીલ ની ફાઇવ સ્ટાર હોટેલ જ્યાં ત્રણેય ને ઉતારા આપવામા આવ્યા હતા ત્યા જ હતા અને બન્ને વિશ્વેસ સર(માસ્ટર વિશ્વામિત્ર) ના સ્વીટ(રુમ) મા ગયા. રામ અને લક્ષ બન્ને એ કાનમા રાખેલા ઇયરફોન્સ કાઢીને એના માસ્ટર તરફ માન દર્શાવ્યુ. “સર આ લક્ષ ને મુડ ફ્રેશ કરવુ છે એટલે હુ એને ઘુમાવવા લઇ જાવ,..? અને આમ પણ હસબન્ડ સીલેકશન જોવા જવાનુ છે એટલે જેનકસર માટે ફ્લાવર બુકે તો લઇ જ જવુ પડશે એટલે એ લઇ આવશુ”, રામે કહ્યુ. “ઓકે, નો પ્રોબ્લેમ પણ, બી કેરફુલ, એન્ડ ટેક કેર ઓફ લક્ષ”, માસ્ટર વિશ્વેસ સરે કહ્યુ.

“ઓહ, માય ગોડ, આ ગોરો ગોરો અને ફ્રેન્ચ કટ બીયર્ડ વાળા ને તો જો યાર, મુઆઆઆ… જો ને કેટલા હેન્ડ્સમ લાગે છે”, બે જીન્સ પહેરેલી મીથેલ ની કોલેજ જતી છોકરીઓ એ રામ અને લક્ષ ને જોઇને એકબીજા વચ્ચે વાતો કરી. “જો બ્રો પેલા આર્ચીઝ સ્ટોર મા જઇએ ત્યા બધુ જ મળી જશે. એની બાજુ મા મેકડી પણ છે એટલે ત્યાં નાસ્તો પણ થઇ જશે.” લક્ષે કહ્યુ.

રામ અને લક્ષ બન્ને આર્ચીઝ સ્ટોર તરફ જાય છે. આજે વેલેન્ટાઇન્સ ડે હતો એટલે નેચરલી બહાર રેડ કલર ના હાર્ટ શેપ લટકાવેલા હતા. અને મોટા મોટા અક્ષરે  હેપ્પી વેલેન્ટાઇન્સ ડે લખેલુ હતુ. આમ પણ મેથીલ બારેમાસ વેલેન્ટાઇન માટે જાણીતુ છે. અને એમા પણ આ આર્ચીઝ એરીયા તો સ્પ્રીંગ એરીયા તરિકે ઓળખાય છે.આ એરીયા મા લવ ચારે બાજુ સ્પ્રેડ થયેલો હોય છે. બન્ને આર્ચીઝ ના સ્ટોરમા એન્ટર થયા. વેલેન્ટાઇન્સના લીધે રેડ રેડ જ બધે દેખાતુ હતુ. ફોટો ફ્રેમ, કાર્ડસ, રેડ ટેડીબેઅર, ગીફ્ટ્સ , રેડ રીબન્સ થી શણગારેલો આખો આર્ચીઝ સ્ટોર કઇ અલગ જ હતો. આવતિ કાલે વેલેન્ટાઇન હોવાને લીધે ખાસ્સી ભીડ પણ હતી. રામ એન્ડ લક્ષ બુકે ડિપાર્ટમેન્ટ તરફ જાય છે, જે આર્ચીઝ ના ગેટ તરફ હતો.

રામ અને લક્ષ વેરીઅસ બુકે જોઇ રહ્યા હતા. એમને થયુ કે  જેનક સર માટે બુકે લઇ જવાનુ છે એટલે આખે આખુ રેડ તો ના જ લઇ જવાય એટલે એ બીજા કલર ના ફ્લાવર ને જોવામા લાગી ગ્યા. એવામા જ પાંચ ગર્લ્સ આવી એમાની ચારે પીંક કલર ના ટોપ્સ પહેર્યા હતા અને એકે જે ખુબ બ્યુટીફુલ લાગતી હતી એણે રેડ કલર નુ ટોપ પહેરેલુ હતુ. જે બધાથી અલગ તરી આવતી હતી. આ જોઇને રામ એકદમ હક્કા બક્કા રહી જાય છે. એ પાંચેય બુકે-ડિપાર્ટમેન્ટ નિ સામે જ કાર્ડસ સીલેક્ટ કરી રહી હતી. એમા રેડ કલર ના ટીશર્ટ વાળી ગર્લ્સ માત્ર શાંતિથી ઉભી હતી. એ એના બેન્ને હાથ ભેગા કરીને અકળાયેલી હોય એમ મસળી રહી હતી અને આંખો ને વાળી વાળી ને રામ તરફ જોઇ રહી હતી. એની પાસે ઉભેલી એની ફ્રેન્ડ એના કાન મા કઇક ગણગણી રહી હતી.

“ઓય લક્ષ, પેલી બ્યુટી ને જોઇને હુ એના તરફ અટ્રેક્ટ થઇ ગ્યો છુ.”, રામે એકધારી પેલી રેડ ટોપ વાળી છોકરી તરફ નજર ટકાવી રાખતા કહ્યુ. “બ્રો એ કોણ છે તમને ખબર છે..?”,લક્ષે રામ ને પુછ્યુ. “ના” “એ, જેનક ની ડોટર સીત છે, જેના માટે આ હસબન્ડ સીલેકશન નો પ્રોગ્રામ ઓર્ગનાઇઝ થયો છે.”,લક્ષે કહ્યુ.

“પણ તને કેમ ખબર..?”,રામે લક્ષ ને તરત પુછી લીધુ.

“એના ટોપ ની પાછળ જુઓ, સીત લખેલુ છુ. અને આ એ જ હોવી જોઇએ, જસ્ટ એઝ્યુમ કર્યુ.”,લક્ષે ચોખવટ કરી.

“પેલા બે ને જો સીત, કોણ છે તને ખબર છે..?, એવધ ના પ્રીન્સ છે અને આપણા ગેસ્ટ છે, કેટલા હેન્ડસમ છે”, એક ફ્રેન્ડે સીત ને કહ્યુ. તરત સીતે એની ફ્રેન્ડ ની કોમળ કમર પર ચીટીંયો ખણ્યો, સીત રામ તરફ એકધારી જોઇ રહી. બન્ને આઇ ટુ આઇ કોન્ટેક્ટ કરી રહ્યા.

“એનો ચહેરો કેટલો કુલ છે, એનુ ગજીની સ્ટાઇલ જેકેટ અને હેર સ્ટાઇલ તો જો, એની સાથે ના એના બડી ને તો જો, એ પણ બવ કુલ છે યાર, એની વોચ થી માંડીને એના શુઝ, હુ તો બેભાન થઇ જઇશ”, સીત ની સખીયો ની આવી વાતો સાંભળી. એક પ્રીન્સેસ ની જેમ જ સીતે એની સખીયો તરફ આંખો પહોળી કરી, છતા તેના ચહેરા પર સ્માઇલ તો હતી જ.

રામ અને લક્ષ બન્ને એક મોટુ બુકે લઇને બુકે ડીપાર્ટમેન્ટ નો ગોળ વળાંક લઇને બન્ને ગીફ્ટ કાઉન્ટર તરફ ગયા. જ્યાંથી સીત અને એની ફ્રેન્ડ્સ દેખાઇ રહ્યા હતા. સીત એની ફ્રેન્ડ્સ ની પાછળ રહી રામ સામે સતત જોઇ રહી હતી અને રામ પણ કઇ નજર હટાવી રહ્યો નહોતો. રામ ને થયુ કે એને ઓળખાણ કાઢવી જોઇએ.

“લક્ષ ચાલતો, પેલી ગીફ્ટ્સ જોઇએ”,રામે લક્ષ ને એક આંખ મારી અને બન્ને સીત જ્યાં કાર્ડસ ખરીદી રહી હતી એ તરફ ચાલ્યા. સીત પાછળ ફરી ગઇ, એણે એની સાથે હાર્ટ શેપ નુ રેડ કલર નુ સોફ્ટ ટોય પોતાની છાતી સાથે ભીંસી દીધુ.

Ram-with-Sita

“સીત…સીત,”, એની ફ્રેન્ડ મેન્ડીએ( મંદાકિની )એ કહ્યુ. સીત હડબડાઇને પાછુ ફરવાઇ ગઇ ત્યારે જ રામ એની બાજુ માથી પસાર થયો અને સીત ની કોણી પસાર થઇ રહેલા રામની મસલ્સ સાથે ટકરાઇ. સીત ને વાઇલ્ડ સ્ટોન બોડી સ્પ્રે ની સ્ટ્રોંગ સ્મેલ આવી અને સીત ના હાથ મા હતુ એ સોફ્ટ ટોય નીચે પડી ગયુ.

“આઇ એમ, સો સોરી…”, સિતે કહ્યુ. “ઇટ્સ ઓકે,….”, રામે પણ કહ્યુ.

“તુ તો જેનક સર ની ડોટર જ ને…?, જેના માટે આજે બધો પ્રોગ્રામ છે.?”,રામે ઓળખાણ માટે નો સવાલ કરી લીધો.

“હા,હુ જ સીત અને આ બધી મારી ફ્રેન્ડ્સ, આ તમારા બ્રધર લાગે છે.!”,

“હા એ લક્ષ…. અમારે અહિ થોડા ફ્લાવર્સ ખરીદવા હતા એટલે આવ્યા હતા”,

“અમે પણ, આજે વર્શીપ છે એટલે ફ્લાવર્સ…”સીતે કહ્યુ.

“પણ તમે તો કાર્ડ અને ગ્રીટીન્ગ્સ…”, રામે વાત કટ કરતા જ પુછ્યુ.

“હા, મારી ફ્રેન્ડ્સ ને એમના બોય ફ્રેન્ડ્સ  માટે ખરીદવાનુ હતુ….”,

“ઓકે……”

‘૧ મિનિટ….,”, રામે કહ્યુ અને એ લક્ષ ને લઇને કાઉન્ટર ની પાછળ ની તરફ ગયો જ્યાં સીત એને જોઇ શકતી નહોતી. અને દોઢેક મિનિટ મા એ લોકો પાછા આવ્યા.

રામે એક ગુલાબ અને ગ્રીંટીન્ગ કાર્ડ સીતા સામે ધરીને કહ્યુ, “ધીઝ ઇઝ ફોર યુ…હેપ્પી વેલેન્ટાઇન્સ ડે”, ત્યારે રામ જાણે આજે સાંજે શુ થવાનુ હતુ એ બધુ જ જાણતો હોય એમ સીત સામુ જોઇ રહ્યો.

સીત પણ રામ ની આંખો મા બધુ જોઇ રહી હોય એમ ઉભી રહી અને એક પળ પછી રામે આપેલુ રોઝ અને કાર્ડ લઇ લીધુ. વધુ કઇ બોલ્યા વિના રામ સીત જે તરફ ઉભેલી હતી એની અપોઝીટ સાઇડ તરફ ચાલતો થયો.

પણ બન્ને દુર ગયા એ પહેલા રામ ને સિત નો હાથ એકબીજાને અડકયો. કોઇ જ ને ખબર ના પડે એમ એ બન્નેએ એકબીજા ના હાથ ભીંસી ને પકડી રાખ્યા અને પછી કોમળતાથી સરકાવ્યા.

 

આ ભાવાનુવાદ મારો છે. અને આજની જનરેશન ને માફક આવે એવો છે. બધા કેરેક્ટર્સ કોણ છે એ કદાચ તમને ખબર પડી જ ગઇ  હશે, છતા કહી દવ, આ પ્રસંગ મે જે લીધો અને મારા શબ્દો મા આજના સમય પ્રમાણે કનવર્ટ કર્યો એ રામાયણ નો પુષ્પવાટીકા નો સીન છે. રામ અને લક્ષમણ વિશ્વામીત્ર ની આજ્ઞા લઇને પુષ્પવાટીકા જોવા જાય છે ત્યાર નો આ સીન છે.

ચેન્જ ઇઝ ધ રુલ ઓફ નેચર, જ્યારે એમ કહેવાય છે કે આજની જનરેશન ને આપણ શાસ્ત્રો મા રસ નથી તો એનુ કારણ એ છે કે એને પોતાની જાત શાસ્ત્રો મા નથી દેખાતી. એ જીન્સ પહેરે છે એટલે એને પીતાંબરો મા રસ નથી. આજે વેલેન્ટાઇન છે અને વસંત ઋતુ પણ છે.

જે બાગ નુ વર્ણન રામાયણ મા છે એ બાગ મા બારે માસ વસંત રહેલી છે એવુ રસીક વર્ણન છે જે નીચેની પંક્તિ મા કહેલુ છે.

भुप बागु बर देखेउ जाइ। जह बसंत रीतु रहइ लो भाइ॥

અને રામ અને સિતા મળે છે ત્યારે એનુ વર્ણન, સીતા ની બાગ મા એન્ટ્રી નુ પણ ખુબ રસીક વર્ણન રામચરિત માનસ મા છે. જ્યારે રામ સિતા ને અને સીતા રામ ને જુવે છે ત્યારે એની શુ સ્થિતિ હોય છે એ થોડી ઘણી નીચેની પંક્તિ થી ખબર પડશે.

स्याम गौर कीमी कहौ बखानी। गिरा अनयन नयन बीनु बानी॥

सुनी हरषी सब सखी सयानी। सिंय हिय अति उत्कंठा जानी॥

પણ આ લેખ એ આજની ભાષા મા લખાયેલો છે. એના સીન્સ કોઇ બાગ બગીચા મા નથી હોતા, એ મોલ કે મેકડોનાલ્ડ  મા જાય છે. આજના રામ પ્રાસાદ મા નથી જન્મતા, એ કોઇ હોસ્પિટલ મા જ જન્મે છે. ફર્ક બસ એટલો છે કે એ વખત ના રામે એની મમ્મી ને ચતુર્ભુજ રુપ દેખાડેલુ અને આજનો રામ નથી બતાવતો.

જે બાગ મા બારેમાસ વસંત રહેતી હોય ત્યા વેલેન્ટાઇન ના ઉજવાય. પણ આજે તો વેલેન્ટાઇન એક જ દિવસ છે જ્યારે બે હાર્ટ ભેગા થાય છે. અને એકબીજા ને મોહબ્બત કરે છે. આજનો રામ કઇ માત્ર સીતા ને જોઇ ને એના ભાઇ લક્ષમણ ને એમ નહિ કહે કે મારુ મન ક્ષુભિત થયુ છે. અને લક્ષ એ સાંભળી ને એનો જવાબ કોઇ શાંત શબ્દો થી નહિ આપે. એટલે જ લક્ષમણ અહિ લેક્ષ કે લક્ષ બની જાય છે. સિતા સીત અને મંદાકિની મેન્ડી છે. એટલે એ લોકો બાગ મા નહિ આર્ચીઝ ના ફ્લાવર શોપ મા જ જશે. એના વસ્ત્રો મા જીન્સ અને ટી-શર્ટ હશે, ટોપ અને લેગીઝ હશે. એણે ઇતર ની બદલે બોડી સ્પ્રે છાંટયો હશે. એ પુષ્પો ની બદલે  બુકે લઇ જશે. પણ એ માત્ર જોયા જ નહિ કરે આજનો રામ ત્યાર ના રામ થી અલગ છે. એ સ્પર્શ સુધી પહોચશે. એ હાઇ હેલ્લો પણ કરશે. એ જમાના નો વિવેક એ જમાના ને મુબારક પણ આજના વિવેક ને કોણ ઓળખશે. જો જમાના સાથે માણસો ના વિચાર નહિ બદલે તો સામસામો વિરોધ જ થશે.

પ્રેમ ત્યારેય હતો અને આજેય છે જ. ત્યાર ના યુવાનો એને હાલતા ચાલતા પ્રેમ કહેતા અને અત્યારે લવ લવ કરે છે. ત્યારે એને વ્યક્ત કરવાની રીત અલગ હતી આજે એ કીસ કરીને એક્સપ્રેસ થાય છે.. એ વખતે એકબીજા ના વર્ણન માટે ના શબ્દો અલગ હતા. અને આજેય અલગ છે એટલે જ “એ કેટલો કુલ છે કે એ ખુબ જ હોટ છે” એમ કહેવાય છે. અને ત્યારે સિતાની સખીએ એ એમ કહ્યુ હતુ કે, મારાથી બન્ને ના વખાણનથી થતા, જીભ ને આંખ નથી અને આંખ ને જીભ. જે રામચરિત માનસ ની નીચેની પંક્તિ મા કહેવાયુ છે

स्याम गौर कीमी कहौ बखानी। गिरा अनयन नयन बीनु बानी॥

વેલેન્ટાઇન્સ ડે વર્ષો થી આ દેશ મા ઉજવાતો આવ્યો છે. એનુ નામ વસંત પંચમી હતુ અને છે. પણ આજના યંગસ્ટર્સ એને વેલેન્ટાઇન્સ ડે તરિકે ઉજવે છે. જો સિતા અને રામ ઇશ્વર હતા એવો સવાલ કે તર્ક ઉઠાવે તો રામચરિત માનસ મા જ સિતા ની રામની સામે આખો ના મિલાપ પછી ની સ્થિતિ જુઓ. તરત સિતાના મન મા પણ પ્રશ્નો ઉઠવા માંગે છે. કે મારા પિતા એ જે સ્વયંવર ના સંકલ્પો કર્યા છે એનુ શુ…? મારી મા એ વહેલા આવવાનુ કહ્યુ હતુ અને અમારે તો ખુબ મોડુ થઇ ગયુ. આવી અકળાવનારી સ્થિતિ રામ ગમી ગયા પછી સિતા ની હતી જ. એ સમય માટે એ લોકો લવર્સ હતા.

તો આજનો યુવાન આંશિંક ડર સાથે  જ પ્રેમ કરે છે. પણ પ્રેમ ની સ્ટાઇલ ટોટલી બદલાઇ ચુકી છે.  મોલ્સ, ગીફ્ટશોપ, થીયેટર્સ, મેળાઓ કે જ્યાં ચકડોળ સિવાય ની બધી જ એક્સાઇટ કરતી રાઇડસ આ બધા સ્થળો રામાયણ વખત ના બાગનુ પ્લેસ લઇ ચુક્યા છે.

So Love is Every Where, In Every Time and In Every Situation. Only you must have special heart to feel and special eyes to watch it. Wish you lovely and happy valentines day.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 5 Comments

  • yuvrajjadeja says:

    અદભુત અદભુત અદભુત ! જલસો પડી ગયો , અને દિવસ સુધરી ગયો ભાઈ !

  • મારા તરફથી પણ એક અદભુત, માત્ર લખવા ખાતર નથી લખ્યુ તમે, ખુબ ઉંડી છણાવટ છે.

  • Saralhindi says:

    ભારત મેં સબ દેવતાઓ કી પૂજા કી જાતી હૈ લેકિન કામદેવ કી પૂજા નહીં કી જાતી, કયો ? વેલેનટાઈન દિન કા નયા નામ કામાદેવાધિન દિન રખકે ત્યોહાર મનાના ચાહીએ .

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: