જો તમે ખરેખર એમ માનતા હો કે તમારા જીવન મા સ્ત્રી ખરેખર મહત્વ ધરાવે છે અને તમને સ્ત્રી પ્રત્યે માન હોય તો વાંચો

સ્ત્રીની હોજરી ખુબ જ નાની હોય છે, એને બે મીઠા પ્રેમનાં બોલ બોલી દો એટલે એ ખુશ. સામાન્ય સ્ત્રીને ના તો એને હનીમુન માટે સ્વીઝરલેન્ડનાં સપના છે નતો જગતની મહારાણી બનવાના. એ ચાહે છે તો એનો પતી એણે લીધેલી સાડી જોઈને એમ કહે કે તને આ સાડી ખુબ સરસ લાગશે. એ તો માત્ર એ જ સાંભળવા માંગે છે કે તારા હાથનું ભીંડીનું શાક ખુબ સરસ બને છે. પછી જોઇલો, વગર કહે રાતે સુતા પહેલા દુધનો ગ્લાસ આવી જાય છે કે નહિ !

એને એના પતિનું માત્ર અને માત્ર અટેન્શન જોઈતું હોય છે. એને એક એવો સાથી જોઇતો હોય છે જે એની વાત ધ્યાનથી સાંભળે અને પોતાનો નિર્ણય પ્રેમથી સંભળાવે. કારણ કે રાડો પાડીને કે બરાડા પાડીને જે વસ્તુ કહેવામાં આવે એ કોન્ટ્રાડિક્શન જ પેદા કરશે. એને જોઇએ છે શું. ઓફિસે કે કામ પરથી આવતી વખતે એનો પતિ મુખવાસ તરીકે એક રૂપીયા વાળી પાંચ ઇક્લેર્સ ચોકલેટ લઇ આવે જે એ સુતા પહેલા ખાઇનેં મીઠુ મોઢુ કરી શકે. જે આડકતરી રીતે અડધી તો પુરુષનાં મોઢામાં જ જવાની હોય. એને જોઇએ છે, દિવસમાં એક વખતની યાદ કે શું કરે છે? બધા એ જમી લીધુ? તે જમ્યુ કે નહિ ?

એને જોઇએ છે થર્ડ ક્લાસ ટિકિટમાં થર્ડ ક્લાસ મુવી જેમાં એ ખુલ્લી ને હંસી શકે. એને જોઇએ છે એક એવો દોસ્ત જે એના બેફાટ હાસ્ય ને જોઇને સામેથી હંસી શકે. એને કામ કરવાની શક્તિ ઇશ્વરનું વરદાન છે. પૂરુષ કદાચ જીમમાં જઇને કસરત કરી શકે ડમ્બેલ્સ ઉઠાવીને બોડી બનાવી શકે પણ એ જ પુરુષને કપડા ધોવા નુ કહો, કપડા પર બ્રશ ઘસતા ઘસતા પંદર મિનિટમાં જ થાકી જશે. આજ એની કસરત અને ઘરની કપડા ધોવાની ચોકડી જ એનુ જીમ છે. પણ આંસુ એનું સૌથી મોટુ ડિસચાર્જર છે. જ્યારે એની આંખો ભીની થાય છે. ત્યારે એનો શ્રાપ શરુ થાય છે. અણશક્તિનોં શ્રાપ, નબળા વિચારોનોં શ્રાપ, કોઇકનીં મીંટ માંડીનેં પાછા આવવાની વાટ જોવાનો શ્રાપ. આ શ્રાપ જો સ્ત્રી પરિણિત હોય તો એનો પતિ મીટાવી શકે, જો કુંવારી કન્યા હોય તો એનો કોઈ સારો મિત્ર એને ગળે લગાવી ને મિટાવી શકે, ભાઇ હાથ પકડી ને કહી શકે “અરે વ્હાલી જલ્સા કર ને તારે શુ ચિંતા હું સવ ને.”, એક ઘરની વહુને એની સાંસુ હુંફ આપી શકે. “બટા બધા સાજા વ્હાલા થઇ જશે મે આજે મારા દિકરાને સમજાવવાનો ફૈસલો કર્યો છે.”, બસ આ જ છે, નફરત કે દુખના શ્રાપને મીટાવવાનો જાદુઇ મંત્ર, નફરતનો ઇલાજ પ્રેમ સિવાય કોઈ છે જ નહિ, કોઇ જ નહિ, જો તમારી નજરમાં હોય તો જણાવો હું સ્વિકારી લઇશ.

યસ નો ડાઉટ સ્ત્રીને સેન્સ હોય છે, પણ એની સેન્સની પરવાહ કરવી એ પણ પૂરુષની જિમ્મેદારી છે. પૂરુષની વાત તો અમુક હદ સુધી એવી હોય છે કે ” ખાટલામાં કબ્બડી કબ્બડી ત્યા સુધી બોલે જ્યા સુધી એ કબ્બ્ડી બોલવામા સારુ ફીલ કરે, પણ સ્ત્રીનાં પ્લેઝરનું શું? એને તો હજુ એક ઓર લેપ ને પાર કરવી છે. આવું થાય ત્યારે પુરુષ પાંગળો બની જાય. જેણે એની પુરી ફરજ બજાવી નથી. બસ આ એકતરફી ખાટલા કબ્બડી જેમા રોમાંચ પણ એકતરફો જ છે. એક સેન્સીટીવ સ્ત્રીને જોઇએ છે. એના પતીની કઠણ આંગળીઓ એના વાળમાં ફરતી હોય એનો અહેસાસ. એની ગરદન પાસે ગરમાહટ. એના કાન પાસે અચાનક કોઈ દાતકસી. વેસ્ટ કંટ્રીમા એક સ્ત્રી લેખીકા ઈ એલ જેમ્સે એક નોવેલ લખી, “ફીફ્ટી શેડ્સ ઓફ ગ્રે” જે સ્ત્રીઓમાં ખુબ વંચાણી કારણ કે એમા એઉ લખાણ હતુ કે જે પોતાના જીવનમાં પણ ચાહતી હતી, એ જ નોવેલ નો કેરેક્ટર ક્રિષ્ટીન ગ્રે મીસ. સ્ટીલ એની ગર્લ ફ્રેન્ડને ખુશ રાખવા જે નવા નવા કિમિયા વાપરે છે. એનું રોચક, માદક અને ઉત્તેજીત વર્ણન છે. અને સ્ત્રી બસ આવો નાનો અમથો પ્રેમ જ ચાહે છે.

લખવાનું અહીં થોભાવતા પહેલા એટલુ જ. એક સ્ત્રી શું બોલે છે? “ મુજે કોઇ નહીં ચાહિએ અગર તુ સુબહ મેં ગાલો પર એક પપ્પી દે દે ઔર સોને સે પહલે મેરે સીર પર ચુમ લે.”, ડેડીકેટેડ ટુ ઇચ વિમેન્સ.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 9 Comments

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: