ભગવદ ગીતામાં એક શ્લોક છે. એનો એક ટુકડો, “સ્વધર્મે નીધનમ શ્રેય પરધર્મો ભયાવહ”, મીન્સ ક્રિષ્ન અર્જુનને કહે છે કે તું પોતાનો સ્વધર્મ પકડી રાખ. બીજો ધર્મ તને ભય આપશે.

હવે તમને એમ લાગે કે આ શ્લોક અને વિધા બાલનને શું લેવા દેવ? પણ જે ક્રિષ્ન એ ગીતામાં કહ્યુ છે, એ ડર્ટીમાં લેડી ક્રિષ્ના(માત્રા આ મુવી પુરતી) વિધા એ આ કરી બતાવ્યુ છે.

તો પહેલા ચાલો વિચારીએ સવધર્મ એટલે શું? હિન્દુ, ઇસ્લામ, સીખ, ઈસાઇ શું આ બધા સ્વધર્મા? ના ભાઇ ના, આ તો બચ્ચા છે. મહાપુરુષોને સાંભળતા અને મને પણ જે ગળે ઉતર્યુ એ પ્રમાણે. આ સ્વધર્મ છે જ નહીં. દરેક માણસને પોતાનો સ્વધર્મ હોય છે, એ અલગ જ હોવો જોઇએ. નો ડુપ્લીકેશન.

એટલે જ સિલ્કનો સ્વધર્મ એક્ટીંગ હતો.  સ્વધર્મમાં સાચુ કે ખોટુ કંઈ આવતુ જ નથી. જે કરીએ સાચુ જ હોય. એ જુનુનથી જીવે છે. કપડા ઉતારવા એ એનો પેશન છે એટલે એમા વલ્ગારીટી છે જ નહીં. આ વાત કહેવામાં તો બીજા એક શ્લોકનો ટેકો ગીતા માંથી જ મળે. કે “સહજમ કર્મ કોન્તેય સદોષમ અપી ન ત્યજેત.”. ક્રિષ્ન જ કહે છે. “Just do your natural work it even if it’s wrong.’ અને શું સારુ અને શું ખરાબ એનો ફેસલો કોણ કરશે? ધાર્મિક માણસ એની પુર્વ ગ્રંથી જોડી જ દેશે. બીજો કોઇ એના વિચારો.  સિલ્ક તો કોઇ નુ સાંભળ્યા વિના મન ભરીને જીવી છે.. બારી માથી કુદી ને ઘર છોડે છે..,  વીસ રૂપીયા ની નોટ થી પેટ ના ભરી ને પોતાના ટાર્ગેટ ને માણવા જાય છે… એના મખમલી બદન પર ચાબખા ખાય છે અને છવાઇ જાય છે…

પાછું વળી ને જોવુ ક્રિષ્ન ની જેમ સિલ્કનાં સ્વભાવમાં પણ નથી, મોટા મોટા સંતો આ વાતને એક ભક્તિનાં સિધ્ધાંત તરીકે મુકે છે, “ ભક્તિ માર્ગમાં ઇશ્વર મળ્યા પછી પણ જેનાથી ઇશ્વર મળ્યો એ સાધન ને છોડવાની છુટ નથી.” તો સિલ્ક તો એક ડાયલોગમાં બોલી નાખે છે. “જ્યારે તુષાર કપુર સિલ્કને પુછે છે કે, તુ આ બધુ શાને નથી છોડી દેતી?”  ત્યારે સિલ્ક સેઇડ. “જીસ ચીઝને મુજે સિલ્ક બનાયા ઉસે કૈસે છોડ દુ.” ધીઝ ઇઝ ધ નેચરલ નેસ.

ભગવદ ગીતાનાં એન્ડ પહેલા તો ક્રિષ્ન કહે છે.. “અનપેક્ષઃ શુચીરદક્ષઃ ઉદાસીનો ગતવ્યઃ” મીન્સ કોઇ પાસેથી અપેક્ષા ના રાખો, પવિત્રતા, અને ઉદાસીન એટલે જે કોઈનાં પક્ષમાં ના હોય એવુ. એ જ પરમ ગતીને પામે છે.”

સિલ્કને કોઇ પાસેથી અપેક્ષા નહોતી. એ એની ખુશીઓ માટે જીવે છે.  એ માટે ૫૦૦ વાર ટ્યુનીંગ કરતા એ ખચકાતી નથી. ક્રિષ્ન પાસે પણ ૧૬૦૦૦ પટરાણીઓ………….

વાત આવે પવિત્રતા ની તો, એ માણસનાં વિચારો પરથી પણ નક્કિ થવી જોઇએ. કોઇ પોતાની સહજ આર્ટનુ ડેમોસ્ટ્રેશન કરે તો ક્રિષ્ન ટેકો કરી જ આપે છે. “ સદોષમ અપિ ન ત્યજેત.” ક્રિષ્ન જ કહે છે, વિધા ઇઝ પ્યોર.

ઉદાસીન એટલે કે જસ્ટ એન્ટરટેઇનમેન્ટથી જ પોતાને જજ કરે છે, એ એના ચાહકો નેય ચાહે છે અને દુશ્મનો ને પણ, અને આજ છે મધ્યે મહાભારતે.

એને એની લાઇફનોં કોઈ છોછ છે જ નહિ, એ લેરથી જીવે છે અને બીજા ને લેરથી જીવવાનુ કારણ પણ આપે છે. એની પાસે ક્રિષ્નની બ્યુટીફુલનેસ અને બોલ્ડનેસ છે. જેનું પ્રદર્શન કરવું એ કોઇ ગુનો છે જ નહિ. એ મન ભરીને જીવે છે પણ કોઈનેં માન આપવા નહિ મન ને પામવા. એના બટરફુલ બદન પરથી પળે પળે બોલ્ડનેસ કે ટ્રેજેડી ના રુપે મોટીવેશન જરે છે.

જ્યારે આ લખ્યુ ત્યારે ભગવદ ગીતા સાથે નહોતી અને એટલા બધા શ્લોક પણ યાદ નહોતા, પણ છેલ્લે જે ત્યારે લખ્યુ’તુ એમ.

જો સિલ્ક એઝ ક્રિષ્ન તો સ્યુસાઇડ કેમ?

એ હારી નહોતી અને આ એન્ડ નથી. કારણ કે ક્રિષ્નને પણ રણ છોડીનેં ભાગવું પડ્યુ હતુ જયારે એને ઇનસીક્યોર ફીલ થયુ હતુ. રામનેં પણ એનું કામ પત્યુ એટલે સરયુ નદિમાં જઈને જળ સમાધી લેવી પડી હતી. તો શું રામની આ ખુશીથી કરેલી સ્યુસાઇડ નહોતી? સો સિલ્ક એઝ અ શ્યામ  હેઝ વેપન ઓફ હર બોડી.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 4 Comments

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: