
રોને દે આજ હમકો, તુ આંખે સુજાને દે. બાંહોમેં લેલે ઔર ખુદ કો ભીગ જાને દે, હૈ જો સીને કેદ દરીયા વો છુટ જાયેગા. હૈ ઇતના દર્દ કી તેરા દામન ભી ભીગ જાયેગા.
આંસુ એક એવુ દ્રાવણ છે જે કદાચ બધા જ રોગોમાં દવાનું કામ કરે છે. આંસુ લાવવાના કારણ ગોતવાના ના હોય. આંસુડાને વહી જવા દેવાના હોય, આંસુ ને રંગ હોતો નથી એટલે જ એ જ્યારે આવે છે ત્યારે મેઘધનુષ રચાતું હોય છે, આંખમાં નહિ, હ્ર્દયમાં. આંસુ આવવાના કારણો તો હોય જ છે. પણ કારણ વિના રડી લેવુ એ ઈશ્વરની બંદગી છે. આંસુ એટલે બીજુ કંઇ નહિ. ઈશ્વર ! કદાચ ઈશ્વર પણ આંસુ જેવો જ છે. એ કોઈનું માનતો નથી. વળી આ આંસુ ક્યાં કોઇનું માને છે. ટાણેને કટાણે આવી જ પહોચે. આંખોમાં ભીનાશ બધી મુશ્કેલી સામે લડવા માટેની પૂર્વ તૈયારી છે. આંસુ એ શક્તિ દેવી છે. આંસુ વિના નજર હોઇ શકે પણ દ્રષ્ટિ ના આવી શકે. આંસુ એ પ્રેમનાં પુષ્પો છે. પ્રેમ અને આંસુ નો અફેર તો વર્ષો થી ચાલ્યો આવે છે. બન્ને એકબીજા વિના કેમ રહી શકે. પ્રેમમાં હોય એને આંસુ આવતા હોય, પ્રેમ પછી આવે એતો ક્ષારનું દ્રાવણ જ છે. પ્રેમને ટકાવી રાખવા માટે અને એને વેગ આપવા માટેનું ઉદ્દીપક છે. જો આંસુને ઈશ્વર ના માનતા હોવ તો ઈશ્વર સુધી પહોચવા માટેનું સાધન છે. આંસુને કોઇ મોસમ નથી. બારે માસ… આંખમા આસ !
આંસુને દ્રષ્ટી છે. એ જુએ છે. આંસુ વાચાલ છે. એના શબ્દો સાંભળવા માટે કાન નહીં સંવેદનાની જરુર પડે છે. આંસુ ચાલે છે. એનો જન્મ ક્ષણમાં થાય છે. એનું સુકાવું એ મોત નથી એનું ફરી મિલનની ઋતુ માટેનું ગાયબ થવુ છે. આંસુ વિના હાથે કામ કરે છે. આંસુને સંવેદનાનાં શસ્ત્રો છે. આંસુ એકતરફી ના હોય, આંસુને એનો પ્રેમ છે. આંખની આંસુ બાહોમાં આળોટે, એને પરવાહ છે આંખોની એટલે જ તો એ આંખોનો ખયાલ રાખવા અડધી ક્ષણમાં હાજીર થાય છે. આંખમાં કણુ પડે એટલે આંસુ ને પણ આંસુ આવે અને એ આંખોમાં હાજર થઇ જાય. આંસુને કોઇ જેન્ડર નથી. ના મેલ ફિમેલ, એ ગંધર્વની જેમ જ્યાં મનફાવે એમ વસી જાય છે. આંસુની જરુર બધા ને છે. કદાચ જીવ વિના શરીર ના ટકી શકે પણ જીવ પછી જો સૌથી જરુરી ચીજ હોય તો એ આંસુ છે. મને તો આંસુને ચીજ કહેવું પણ બરાબર નથી લાગતુ કારણ કે હુ તો એને જીવંત સમજુ છું. આંસુ એકાંત નો દોસ્ત છે. ખુશીઓમાં ગર્લ-ફ્રેન્ડ છે, ગમમાં પોતાની છાતી પર લગાવતી માં છે. આંસુમાં શ્વાસ છે, આંસુમાં આશ છે. એટલે જ તો આંસુ આટલા ખાસ છે.
છેલ્લે બસ આંસુ વિશે સાંભળેલી બે પંકિત જે ઘણુ કહી જાય છે.
વરસાદ હોય તો તો દેખાવુ પડે, આંસુડા ને એવો નીયમ લાગુ પડતો નથી…
nice one!!!!!!!
Reblogged this on crthakrar.