દિવાળી અને નવુ વર્ષ એટલે? ગેટ ટુ ગેધર ઓફ સ્કેટર્ડ ફેમીલી.

ગુજરાત ઈઝ હબ ઓફ વેરીઅસ ઇન્ડસ્ટ્રીઝ. ચાહે એ સુરત હોય જ્યાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડનાં દિલદાર અને કઠણ માણસો હિરા તોડવાનો અને હિરાને સજાવવાનો ધંધો કરે છે, ડાયમન્ડસ કોઇને બ્યુટી આપે કે ના આપે પણ આ કાઠીયાવાડ ડાયમન્ડસ ને બ્યુટી આપવાનુ કામ કરે છે. પદંરસો રુપીયાની રુમ ભાડે રાખીને રહે પણ ઠાઠ માઠ પચાસ લાખનાં બંગ્લામાં રહેતા માણસ જેવો જ. સુરતની બીજી શાન સાડીઓ. એટલે જ એને સિલ્ક સીટી કહે છે. આ બિઝ્નેસ પણ મોસ્ટલી મારવાડી લોકો અને કાઠીયાવાડીઓ પર જ ડીપેન્ડ છે. અટે આ… કટે જાવરો… મારવાડી આવડતી નથી. પણ આ વર્ડ્સ સિલ્ક સીટીમાં સંભળાયા જ કરે. સાથે છુટક છવાઇ મજુરી માટે યુ.પી બિહાર અને ઓરીસ્સાનાં લોકો પણ. એવી જ રીતે ગુજરાતનાં બીજા શહેરો, મોસ્ટલી અમદાવાદ, અંક્લેશ્વર, વડોદરા, જામનગરમાં પણ ઇન્ડસ્ટ્રીઝને લીધે ગુજરાતનાં અને બહારનાં લોકો અલગ અલગ જગ્યાએથી માઇગ્રેટ થયેલા છે.

એટલે દિવાળી આવે એટલે તૈયારી શરુ ઘરે જવાની. દિવાળી મીન્સ પ્યોર બિઝ્નેસ, એવરીવેર. મુખવાસ વાળાથી માંડીને. કપડા, ઇલેક્ટ્રોનિક્સ, રંગોળીની ચિરોડી અને અગણિત વસ્તુઓની ખરીદી અને એટ લાસ્ટ ઘરે જવા માટેની એડવાન્સ ટિકિટની એડવાન્સ ખરીદી. દિવાળી એટલે બેલેન્સ. જેટલુ લોકો કમાય એટલું જ લોકો ઉડાવે. અહિની કમાણી તહીં અને તહીંની કમાણી અહીં. ટોટલી બેલેન્સ ઓફ મની.

દિવાળી પહેલાના પંદરેક દિવસ એટલે બાપરે… ઘરે જવાની ઉતાવળ એટલે કાળો કોપ. કોલેજનાં સ્ટુડન્ટસ, કપંનીનાં એમ્પ્લોય્સ અને મજુરો પણ ઘરે જવા માટે મીટ માંડીને જ બેઠા હોય છે. એક્ઝેક્ટ અઠવાડીયુ છે. ખરીદી પૂર જોશમાં અને ઘરે જવાની વાટ પણ એટલી છે. ઘરે પહોચ્યા પહેલા ત્યાંનું પ્લાનિંગ થઇ ગ્યુ હોય છે. મુવીનું એડવાન્સ ટિકિટ બુકીંગથી માંડીને બુકીંગ દિવાળી અને નવા વર્ષનાં દિવસે ક્યા કપડા પહેરવા સુધીનું.

વેકેશન પડે એટલે રેઇલવે સ્ટેશનો, ગવર્ન્મેન્ટ બસો, પ્રાઇવેટ બસો, હાઉસ ફુલ, પ્રાઇવેટ બસમાં ગરજનાં ભાવ તો લેવાય જ પાછા. એટલે બી કેરફુલ અગાઉથી બુકીંગ કરાવી લેજો. દિવાળીનાં ચાર પાંચ દિવસ પહેલા આવે છે આ દિવસ, આ અબ લૌટ ચલે નો. ઘર ભેગા થવાનો. એક માતૃભુમીની માટી ચાખવાનો. વિતેલી યાદો સ્મરવાનો, લંગોટીયા યારોને ભેંટવાનો. ગાંડી ગમ્મત કરવાનો. એન્ડ સ્ટ્રોંગ સેલીબ્રેશનનો. સો હેપ્પી દિવાલી એન્ડ હેપ્પી ન્યુ યર ઇન એડવાન્સ.

%d bloggers like this: