
આના પર લખતા પહેલા ક્રિષ્ન એટલે શું એ લખવુ ખુબ જરુરી મને લાગે છે. ક્રિષ્ન એટલે જ્સ્ટ અર્જુનનો સારથી નહીં, દેવકી નંદન એટલે ક્રિષ્ન? ના. આ પાચસો ઈ.સ પૂર્વે પાચસો વર્ષ પહેલાનો ક્રિષ્ન હોઇ શકે એકવિસમી સદીનો ક્રિષ્ન કેવો હશે?
ક્રિષ્ન છેતરવા વાળો છે. ક્રિષ્ન કપટી છે, એ સ્વાર્થિ છે, એ ચોર છે, એ બે બાપ અને બે માંનો છે કદાચ એને ઘણી બધી ગાળો લાગુ પડી શકે. મને વધારે બોલવી નથી. પણ ક્રિષ્ન મુસીબતે અન્નપુર્ણા છે, એ ચીરપુર્ણા છે, એ પ્રેમ પુર્ણા છે, એ રાસપુર્ણા છે, એ મોહન છે, હેન્ડસમ છે, એના સામે આજનો રણબીર કે ઋત્વિક કંઈ ના કેવાય. એ તડ ને ફડ વાત કરવા વાળો છે, જ્રુરર પડે ત્યાં ગોળ ગોળ વાત ઘુમાવવા વાળો પણ છે, ક્રિષ્ન એ બધુ જ કર્યુ જે આજે કોઈ કરે તો દુનિયા એને સ્વિકારવા પર બે વાર વિચારે.
જો હું ક્રિષ્ન હોવ તો મારી પાસે વાંસળી નહીં હોય. પણ મારી પાસે સ્માઇલનાં સુર હશે. કારણ કે એ સમયમાં નોઈસ પોલ્યુશન નહોતું એટલે વાંસળી બધાને દૂર દૂર સુધી સંભળાતી. સ્માઇલ દૂર સુધી સંભળાઇ તો ના શકે પણ એ દેર સુધી સંભારી શકાય. મોરપીંછની તો વાત દૂર જ કારણ કે ક્રિષ્ન બનવા માટે લોકો મોરપીંછ લગાવવા માંડે તો મોર ને ટકો કરવો પડે. એટલે આજનો ક્રિષ્ન જો હું હોવ તો મારે ઉધાર પીંછાનીં જરુર નથી હું મારા વાળ ને સેટ વેટ ઝ્ટેકથી જ મોર પીંછ જેવા બનાવી દવ. આજનો ક્રિષ્ન દુનિયા સાથે અપડેટ હોવો જ જોઇએ. અલૌકિક શક્તિઓ તો અલોપ થઇ ગઈ છે કોઇ પણ ઇન્ફોરમેશન માટે આઈફોન મારી પાસે હશે જેથી આજના જમાનાના કંસનું સ્ટેટસ અપડેટ જોઇ શકાય અને વળતી વિરોધી કમેન્ટ કરી શકાય. SMS થી રાધાને મેસેજ કરી મળવા બોલાવી શકાય, અને ઘરેથી અવાય એમ ના હોય તો વિડીયો ચેટ કરી શકાય. ફેસબુક પર ફોટ અપલોડ કરવાની સુવિધા પેલાનાં ક્રિષ્ન પાસે નહોતી એટલે રાધા સાથે પડાવેલા ફોટા હું અપલોડ કરુ. ગોપીઓ સાથે ગૃપ ચેટ કરુ. સાથે આજના યુગમાં ગરીબી તો છે જ, નાશ કરવી મુશ્કેલ તો છે અશક્ય નથી. ક્રિષ્ન તરિકે હું N.G.O બનાવીને જુરુરિયાતોને હેલ્પ કરી શકુ. સુદામાનાં પગ પખાળવાના તો રહ્યા પણ રાતે ટાઢથી ઠરતા લોકો ને ધાબળા ઓઢાડી શકાય. વનમાં રાસ તો હવે વન કપાવા લાગ્યા એટલે ક્યા રહ્યા? પણ પાર્ટી પ્લોટની રમઝટ જોઈને ભૂતપુર્વ ક્રિષ્ન થનગન્યા વિના રહી શકત? ચારે બાજુની હરિયાળી સાથે હું ક્રિષ્ન તરીકે જાતભાતાનાં સ્ટેપ રમુ. નંદિગ્રામની વિધાલયમાં કયાં એ.સી હતી. આજે તો હું એ.સીમાં એજ્યુકેશન ઈન્ફો ઓન ક્લિક. કોલેજ સ્કુલ તો ક્રિષ્ને નંદિગ્રામમાં જ કરી. પણ એણે ફ્રેશર્સ પાર્ટી ક્યાં કરી હતી. તો આજના ક્રિષ્ન તરિકે હુ ફ્રેશર્સ અરેન્જ કરીને નાચીશ…. એવા જલસા ક્રિષ્ન ને હતા … ૨૧ મી સદીનો ક્રિષ્ન આ જલસા કરશે. મુવિની તો વાત જ છોડો નાટક પણ ના હતા. નવથી બાર રાધા સાથે એક થા ટાઇગર જોવાનું ક્રિષ્નને તો ખાલી સપનું જ જોવાનુ. માણે તો આજનો ક્રિષ્ન જ. ભગાડવાની એક એવી બાબત છે જેમાં બન્ને ક્રિષ્ન સેમ છે. આજે પણ હું કોઇ રુકમણી ને ભગાડુ. લોકો એનો વિરોધ પણ કરે જ, પોતાની જાત માટે પણ ક્રિષ્ને જેમ દ્વારિકાને બચાવવા માટે ચતુરાઇ વાપરી એમ હું પણ રીચ બનવા થોડી હોશિયારી વાપરુ. શીશુપાલની સો ભુલ એણે માફ કરી પણ આજના ભ્રષ્ટાચારીઓને એક ભુલે લટકાવી દવ.
યુધ્ધ થી ડરવાનુ થોડુ હોય. ઓલા ક્રિષ્નએ અર્જુનને શું કહ્યુ, “યુધ્ધ કર, યુધ્ધ કર” એમ કહી કહીને બિચારા અર્જુનનેં તોડાવી નાખ્યો.”, ક્રિષ્ન મળે તો હું જરુર કવ કે જો આવી એ.કે ૫૬ હતી તારી પાસે? આવી તોપો અને ફાઇટર વિમાનો હતા? રથ લઈને દ્વારિકાથી હસ્તિનાપુર જવુ પડતુ તારે તો. હું જો પેટમા પાણીય નો હલે એવી ઔડી અને મર્સીડીઝમાં ફરુ છું આવી જાહોજલાલીનાં તો તારે શમણા જ.
ફ્રેન્ડસની બાબતે પણ હું પાછો નહિ પડુ. જે સ્માઇલથી ફ્રેન્ડ બનાવ્યા છે, ગોપીઓ એટલે કે ગર્લ ફ્રેન્ડસ બનાવી છે, રાધા એટલે કે જે એક્માત્ર ટ્રુ લવ છે અને રુકમણી એટલે એકમાત્ર વાઇફ એને હું બરાબર હેન્ડલ કરી શકુ એમ છું. ગોપીઓ સાથે ગૃપ ચેટ કરીશ. અઠવાડીયામાં એક વાર રાધા અને પાંડવોને મળવા જાવ છું એવુ બહાનુ કરીને સાપુતારા ફરવા લઇ જાવ (આખરે ક્રિષ્ન કંઇ ઓછું ખોટુ નહોતો બોલ્યો) પણ રુકમણી કંઇ ડવલી થોડી છે. દર શુક્રવારે એને મુવી, ધ ગ્રાન્ડ ભગવતીમાં ડિનર અને કોફી કાફે ડે મા કોફી. એટલે રુકમણી હરખ ઘેલી બની જાય.
પરામર્શની બાબતમાં તો હું પ્રવિણ છું એટલે હેપ્પી ટુ હેલ્પ એવુ ફ્રી કોલ સેન્ટર ખોલીશ જેમા મુંજવણ પડે કોઈ પણ કોલ કરી શકે અને મલ્ટીટાસ્કિંગ ફેસીલીટીથી હું એ બધુ હેન્ડલ કરીશ.
એણે ભલે દુર્વાસાની ટોળીને એક ચોખાના દાણાથી ધરવી દીધા હોય. આજે એક ચોખાના દાણાથી કદાચ પોસીબલ ના થાય પણ હું ફ્રી ભોજન શાળા બનાવીશ. જેમાં કોઇપણ ગમે ત્યારે આવી ને જમી શકે.
એણે આખુ ભારત ખુંદી વળીને બધાને ઘેલા બનાવ્યા એમ હું દુનિયા ફરુ એ પણ પર્સનલ ફ્લાઇટમાં. બધાને પ્રેમ કરુ. નાચુ, ગાવ, બધા દેશોનીં બધી જાતની બ્યુટી માણુ, મીસ વર્લ્ડની સ્પર્ધાઓમાં જજ તરીકે જાવ. એણે મહાભારતને ડાયરેક્ટ કરી અને હું કોઇ બીજી મુવીને ડાયરેક્ટ કરુ. જેમા હીરો પણ હું અને વિલન પણ હું જ હોવ. છેલ્લે તો રાધા સિવાય મારી પાસે બીજું છે શું? તો કશ્મિરનાં નૈનીતાલ પાસે કોઇ વેરાન જગ્યામાં ઝુપડુ ખરીદીનેં વ્હાલી રાધા સાથે જન્મો જનમ સુધી રાધાના સંગમાં રવ (જે ક્રિષ્ન ના નસીબ માય નહોતું)
કૃષ્ણ કરે તો રાસ લીલા ઔર હમ કરે તો સાલા કેરેક્ટર ઢીલા ! 🙂 બહુ જ મસ્ત લખ્યું છે દોસ્ત !
ક્રિષ્ન વિષે ગમે તે લખો મસ્ત જ હોય… બાપુ