
“IRON MAN” મુવી તો હોલીવુડે થોડા વર્ષો પહેલા બનાવ્યું. પણ એક આયર્ન મેન ગુજરાતે પણ પેદા કર્યો છે. આ આયર્ન મેન એટલે સરદાર વલ્લભભાઇ પટેલ.
આ આયર્ન મેન અને મુવીનાં આયર્ન મેનમાં ઘણી જ સિમિલારીટી છે. ફ્રેન્ડસ દસમાં ધોરણની પરીક્ષા આપતી વખતે છોકરાની ઉમર કેટલી હોય? ૧૫,૧૬ વધી વધી ને ૧૭, કે અઢાર. પણ ક્રાંતી તો અહીં થી જ શરુ થઇ ગઇ છે. ૨૨ વર્ષની ઉમરે મેટ્રીકની પરીક્ષા. આમ તો આ બધુ પહેલા જ શરુ થઇ ગ્યુ’તુ. નિશાળમાં જ ધમાલ કરવામા આગળ પડતો વલ્લભ જેને અંગ્રેજી શીખવામાં વધારે રસ હતો. એટલે જ તો ૨૨ વર્ષે મેટ્રીકની એક્ઝામ આપી.
જે માણસ ઉત્પાતનોં અનુભવ કરે એજ શાંતી લાવી શકે. જેને ખબર જ નથી કે અશાંતી શું છે એ શાંતી શું લાવવાનો? સરદારે આ વસ્તુ અનુભવી એટલે જ એ પાછળથી અહિંસાનાં માર્ગે અને સત્યાગ્રહનાં માર્ગે જોડાયા. “ કાળજુ સિંહનું રાખો” એવું કહેવા વાળાનું કાળજુ સિંહનું હોવુ જ જોઇએ. એના માટે ઘણા પ્રસંગો છે.
સરદારના પત્નિનાં મૃત્યુનાં સમાચાર એને કોર્ટમાં કેસ લડતી વખતે મળ્યા હતા છતા એણે પેશન્સ ગુમાવ્યા વિના કેસ લડવાનું ચાલુ રાખ્યુ અને એ જીત્યા. જડબા તોડ જવાબ તો એ બધાને આપી જ દેતા. ઇંગ્લેન્ડમાં ભણીને ઇંગ્લેન્ડ વાળાનેં બહાર કાઢવાની તાકાત સરદારમાં હતી. સત્યાગ્રહ છતા જરુર પડ્યે ટફ ટેક ઓફ પણ એણે કરેલુ. કાશ્મિર મુદ્દે જ્યારે પાકિસ્તાને લડાઈ કરી ત્યારે સરદારે મદદની માંગણી આવી એટલે ફોર્સ તો મોકલી જ પણ એ ભડ નો દિકરો ત્યાં ગયો પણ. ખાલી દિલ્લીની એ.સી ઓફીસમાં બેઠા બેઠા નિર્ણયો નહોતા લીધા. UNOને પણ આ બાબતોથી દૂર રહેવા કહી દીધુ કારણ કે બે વચ્ચે ત્રીજો ફાવી જાય એવુ એ માનતા હતા. કાશ્મિર મુદ્દે એણે આવું જ વલણ દાખવ્યુ અને આજે આપણી પાસે કાશ્મિર હોય તો એ સરદાર ના આ ડિસીઝન્સને કારણે જ છે. સરદાર એઝ અ એસ્ટ્રોલોજીસ્ટ એણે તો નેહરુ ચાચા ને અગાઉ જ કહી દીધેલુ કે આ ચાઈના ક્વોન્ટીટીમાં જ માને છે એટલે એના થી ચેતતા રહેજો. એની લોભામણી વાતોમાં ભોળવાઇ ના જતા. એનુ સબુત તો સરદારે મીસ્ટર નહેરુને લખેલ બહુચર્ચીત પત્ર છે.
કોમ્યુનિકેશન્સનાં પાઠ એ ક્યાંય નહોતા ભણ્યા પણ પ્રાયમરીમાં જ ટોળકી બનાવવાની ટેવને લીધે એણે ભારતને એક ટોળકીમાં ફેરવી દીધી. બાકી જુનાગઢ અને હૈદરાબાદ ભારતનાં હાથમાં નહોતા.
આજે સરદાર હોય તો સારુ જ, પણ જો ખાલી આજે સરદારી વલણ આવી જાય તો પણ ખરુ. જડબા તોડ જવાબ. જે ખોટું લાગે એની સામે બેપરવાહ પગલા. પરફેક્ટ પ્લાનિંગ જેના લીધે દાંડીનો સત્યાગ્રહ સકસેસ ફુલ એક્ઝેક્યુટ થયો. પોલિટિક્સમાં શરુઆતમાં રસ ના હોવા છતા. ઓનલી ફોર કંન્ટ્રી. એણે પોલિટિક્સ જોઈન કર્યુ અને છેલ્લે એને જ્યારે એમ લાગ્યુ કે હવે બરાબર ચાલે એમ નથી ત્યારે રીઝાઇન કરી દીધુ. હેપ્પી બર્થ ડે ટુ ધીઝ આયર્ન મેન…
So this is સરદાર એક ધારદાર તલવાર…
જુસ્સો આવી ગયો , સરદાર પટેલ નું જીવનચરિત્ર યુવાનો એ ખાસ વાંચવું જોઈએ .
ખરેખર આ લોખંડી પુરુષ ને વાંચો તો તમેય થોડી વાર તો લોખંડ બની જ જાવ..