FRIENDSHIP. નવ આલ્ફાબેટનોં આ એક શબ્દ ઘણુ બધુ સંકોરીને બેઠો છે. ફિલોસોફી તો અહીં પણ કુંટી કુંટીને ભરી છે. પણ એના વિશે નથી લખવું. ફ્રેન્ડશીપ અને ફ્રેન્ડ્સ ઉપર ઘણુ બધુ લખાઇ ગ્યુ છે.

શું ફ્રેન્ડશીપને મેઇન્ટેઈન કરવી પડે? જ્યારે ફ્રેન્ડશીપને મેઇન્ટેઇન કરવાનો વારો આવે ત્યારે સમજવાનું કે ફ્રેન્ડશીપ ઈઝ ઇન ડેન્જર. પણ ફ્રેન્ડશીપને મેઈન્ટેઇન કરવાનો વારો આવે ક્યારે? ફ્રેન્ડશીપનાં પ્રખ્યાત રુલ્સ તો આપડે જ બનાવ્યા છે. નો થેંક્સ નો સોરી. નો ફોર્માલીટીઝ. જડબા તોડ જવાબ. ખોટું ના લગાડવાનું. પણ કેટલીક નેસેસરી નીડ્સ પણ છે એક ફ્રેન્ડની બીજા ફ્રેન્ડ પાસેથી.

કોમ્યુનિકેશન, આજનો સૌથી વધારે યુઝ્ડ વર્ડ છે. ફ્રેન્ડશિપમાં જો સૌથી વધારે જરુરત હોય તો એ છે કોમ્યુનિકેશન્સની. ફ્રેન્ડશીપ કાન્ટ બી બીલ્ટ ઓન બેઝ ઓફ ઇગો એન્ડ ઇગ્નોરન્સ. જો એક વાર ફ્રેન્ડસ બન્યા પછી પણ આ વસ્તુ આવે તો ફ્રેન્ડશીપ ખાડામાં જ પડશે. જો બીજી સાઇડનોં ફ્રેન્ડ આ ઇગ્નોરન્સને ઇગ્નોર કરતો રહેશે તો કદાચ આ ફ્રેન્ડશીપ ટકી શકે. પણ પછી ફ્રેન્ડશીપને બન્ને બાજુના રિસ્પોન્સની જરુર પડે જ. ચેંટીગ ઇઝ ધ મેઇન આર્ટરીઝ ઓફ ફ્રેન્ડશીપ. પણ ચેંટીંગ પણ બોથ સાઇડેડ હોવું જોઇએ. એક ફ્રેન્ડ સામેથી મેસેજ કર્યા કરે અને જસ્ટ સામે નો/ની વ્યક્તિ  ફોર્માલીટી વાળા વર્ડસ રીપ્લેમાં આપે એ ફ્રેન્ડશીપ છે જ નહિ. યસ… એમ જ હોય… હશે… ગુડ… ઓહ… ૧૬૦ કેરેક્ટર્સનાં મેસેજમાં જસ્ટ ૧૦ કેરેક્ટર્સનો રીપ્લે વ્યાજબી છે જ નહિ. ફ્રેન્ડશીપ નીડ્ઝ ક્વેશ્વન્સ. ઈટ નીડઝ ચુલબુલી ખટમીઠી બાતે. એમાં હોવી જોઈએ એકબીજાનેં ખેંચવાની વાતો, એમાં હોવી જોઇએ. હસવાની વાતો અને એકબીજાનેં હસાવવાની વાતો. જ્યાં ફોર્માલીટી ત્યાં ફ્રેન્ડશીપ નથી.

છોકરા છોકરીઓની ફ્રેન્ડશીપ વચ્ચે આવું જ થતુ હોય છે. છોકરાનાં સ્વભાવ પ્રમાણે વાત કરવાની શરુઆત પણ એણે જ કરવાની. કંઇ પણ એણે પૂછવાનું, દૂર ઉભેલી છોકરી સામેથી આવે તો નહિ જ. એટલે છોકરાને એની પાસે જવાનું. ત્ત્યાં જઇને સામેથી સ્માઇલ વાત કરવા માટે કોઇ સવાલ વિચારવાનો. ત્યારે તો ફ્રેન્ડશીપ આગળ વધે અને પછી અણદેખ્યુ પરિણામ પાછું શું મળે ખબર?“ છોકરીને એમ લાગે કે એ છોકરો મારી પાછળ લટ્ટુ છે.”, આવો વ્હેમ પણ ના રખાય. કારણ કે ફ્રેન્ડશીપ નો એક રુલ અત્યારે આ છોકરો જ નીભાવતો હતો, ફોર્માલીટીઝ શેની? ફ્રેન્ડશીપમાં નાક શરમ હોય જ નહીં, એક બીજા સાથે ખુલ્લા મને ઇગો સાઇડમાં મુકીને વાત કરવાની હોય. એમાં પહેલ કરવાની હોય. બન્નેનેં થોડું થોડું અંતર કાપીને પાસે આવવાનુ હોય. આ લવ નથી, લવમાં એકબીજા પાસેથી કદાચ એક્સ્પેક્ટ ના કરવાનુ હોય પણ ફ્રેન્ડશીમાં તો એક્સપેક્ટેશન હોય જ. મારો ફ્રેન્ડ છે એટલે મારા કપડાનાં વખાણ કરશે. વખાણ નહીં કરે તો કંઈ નહીં, બે ગાળો આપીને એમ તો કહેશે ને કે નથી સારો લાગતો. નો કમેન્ટ્સ કે નો લાઇક્સનેં ફ્રેન્ડશીપમાં કોઈ જ પ્લેસ નથી. કારણ કે આ બન્ને જ્યાં ના હોય ત્યાં ફ્રેન્ડશીપ નથી ત્યા ઇગો અને કોરો ધાકોડ એટીટ્યુડ જ છે. હું જ કહું છું જસ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટથી ફ્રેન્ડશીપ સાબીત નથી થતી. એક ફ્રેન્ડને બીજા ફ્રેન્ડની નજીક લાવવા માટે આ બેલ્ટ પણ ઘણુ કામ કરતુ હોય છે. ભલે હાર્ટ રિલેશનશીપ ના હોય પણ આ બેલ્ટ બે ફ્રેન્ડસને તો મેઇન્ટેઇન કરે જ છે. ત્યા ઇગો કે ઇગ્નોરન્સ નથી જ.

તો વધારે કોઇને પકાવવા નથી. બે દિવસથી કંઈક લખવાનો ઉભરો હતો. છેલ્લે એક જ વસ્તુ કહેવી છે, જે ઘસાઇ ગયેલી છે અને આ લેખ નો સાર પણ છે.

ફ્રેન્ડશીપ કાન્ટ બી વન સાઇડેડ, નો પ્લેસ ફોર ઇગ્નોરન્સ, ઇગો એન્ડ એટીટ્યુડ. હેવ અ બેસ્ટ ફ્રેન્ડસ !

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion One Comment

Leave a Reply

%d bloggers like this: