નવલા નોરતા નીરખવાની અને યુવા હૈયાને થનગનવાના ગણતરીના દિવસો જ બાકી છે, પંદર વર્ષના પોયરા પોયરીથી માંડીને પંચોતેર વર્ષનાં પંચાતીયાનાં પગને મીરાનાં પગની જેમ થનગનાવવાનો આ તહેવાર વર્ષોથી ગુજ્જુઓનો પ્રિય જ રહ્યો છે. ખાસ કરીને એજ એઈટીન્સ તો આ તહેવારની કાગડોળે રાહ જોતા હોય છે. કારણ કે આ એક મોકો છે. દિલને ચોરવાનો અને દિલને ખોલવાનો, આંખો લડાવવાનો આનાથી સારો મોકો ક્યારે મળી શકે? મનમાં મોરલાને થનગનાવવાનો જુમજુમતો સોનેરી મોકો પછી ક્યારે મળે? સો લેટ્સ ટોક અબાઉટ થ્રી N’s of નવરાત્રી. જે ગઈ નવરાત્રીએ લખેલો લેખ છે.

1) Naughty નવરાત્રી

નૌટી નો અર્થ કંઈ સમજાવો ના પડે. નૌટી એટલે તોફાની તમને લાગે છે નવરાત્રી તોફાની હોવી જોઇએ? (હાસ્તો આવ્યો ને દિલમાથી અવાજ !). નવરાત્રી હંમેશા તોફાની હોવી જ જોઈએ અને રહી પણ છે. કારણ કે આ નવ દિવસ જ તો છે જ્યારે નતનવી શરીરની અદાઓથી માં અંબે ને રીજવવાનો રાસ રસીલો મોકો. નવરાત્રીની નવે નવ નાઇટસ. નવયુવાનો અને નખરાળી નાજુક નારો ને પોતાના અંદરનાં નોન સ્ટોપ નાચની અભીવ્યક્તિ કરવાનો મોકો.

પણ તમને શુ લાગે છે? કે આપણે જ્યારે ગરબાની રાસ રમજટની તાલ થનગટમાં નાચતા હોઇએ ત્યારે આપણી જાત નાચતી હોય એમ? જે રીતે ગરબા ક્રિષ્ન એ શરુ કર્યા એના પરથી તો એમ કહી શકાય. રાસે રમતો કોઈ પણ રંગીલો ખેલૈયો ક્રિષ્ન છે જ નહિ. રાસ હંમેશા ગોપી ભાવમાંથી જ પ્રગટ થતો હોય છે. અંધશ્રધ્ધાનાં એક રુપમાં જ્યારે માણસની અંદર જેમ દેવીનોં ઓતાર આવે એવી રીતે જ્યારે કોઈ ખેલૈયો એના પગને અવનિ ઉપર થનગનવા મુકે છે ત્યારે તેમાં ગોપીની આત્મા નાચતી હોય છે. તેથી જ તો આપણા શાસ્ત્રો એ આપણા આત્માને નર્તક કહ્યો છે. ગોપીને પ્રેમની ધજા પણ કહેવામા આવે છે. એટલે જો પગમાં આંતકી અરેરાટી ફેલાવાનું બીજુ કારણ કહુ તો એ છે પ્રેમ. પ્રેમમાં માણસ નાચ્યાનેં ગાયા વગર નથી રહી શકતો. પ્રેમ એટલે પરમ સાંથેનોં સંબધ. નવરાત્રિ તોફાની અને નવરાત્રીનાં ખેલૈયા તને તને તોફાની હોવા જોઇએ. જ્યારે ગોપીનોં આત્મા માણસનાં શરીરમાં પ્રવેશે એટલે એ જાલ્યો કેમ જીલાય યાર. એ નાચે નહીં તો જીવ ચાલ્યો જાય. આત્મા નો અહોભાવ આજસુધી કોઇ રોકી નથી શક્યુ……

૨) Nocturnal નવરાત્રી

નોકટરનલનો મીનીંગ થાય છે. જે રાતે એક્ટીવેટ થાય તે. દુનિયામાં એવા ઘણા ઓછા તહેવારો હશે જેની ઉજવણી રાતે થતી હશે. ગુજરાતનો આ એક માત્ર તહેવાર છે જેમા ઉજવણીનોં શણગાર મોડી રાત સુધી ચાલે છે. એકવીસમી સદી. અઢારમી સદીનાં આભુષણો પાછળ દોટ મુકે છે. એ પણ ગાંડી દોટ. ઇશ્વર સુધી પહોચવાની પધ્ધતીમાં સાધના રાતે જ કરવાનું મહત્વ છે. મારા મતે તો નવરાત્રીની રાત્રીનો થનગનાટ એક ઉપાસના અને સાધના જ છે. વીચ બીકમ્સ એક્ટીવ એટ નાઇન નાઇટ્સ. રાતે થતી સાધના ઈશ્વર સાથે બવ વહેલો ભેટો કરાવી દેતી હોય છે. એવું આ દેશનાં મનિષિઓ કહી ગયા. પણ અહીંયા કોને ઇશ્વરનીં પડી છે. જે મોજ ઇશ્વર સુધી પહોચવાના રસ્તામાં એ ક્યા એને પામવામાં.  એટલે ખેલો ડાંડીયા ખેલો. ગરબા લેવા એતો એક પ્રકારની કળા જ છે ને. નતનવી અદાઓ જાટકવી એ કંઇ નાની માના ખેલ નથી. કળા એ માણસને ઇશ્વર સાથે ભેટાની વાત તો ઠીક પણ માણસ ને ઇશ્વર બનાવી દેતી હોય છે. સદીઓથી નૃત્ય એ તો ઇશ્વરને રીજવવાનું હોટ ફેવરીટ સાધન રહ્યુ છે. નવરાત્રીનાં કેટલાક ફાયદા આપણા શરીરનેં પણ ખરાજ. મસમોટા શરીરને ડાયેટિંગ વિના લચકતુ અને કામણગારુ કરવું હોય તો કુદી પડો નાઈન નાઇટ્સનાં નવલા રાઉન્ડમાં. નવ દિવસમાં ચાર પાંચ કિલો વજન તો ઘટી જ જશે. ગામડાનાં લોકો કઇ જીમ બીમમાં જતા નથી હોતા એમના અડીખમ સ્વાસ્થ્યમાં ઓછે વતે નવરાત્રી પાર્ટીસીપેટ છે જ. વર્ષનીં એક આ કસરત ની શીબીર. તેથી જ ગામડાની નાર પદમણી ગોરીઓને કસરત અને યોગા કરવાની જરુર હોતી નથી. બાકી ખેતરો મા મોલાત કાપવાની અને પાણી વાળવાની કસરત તો રોજ થતી જ હોય ને. બસ રમજટમાં રાતડા શરીરને વિના સંકોચે મુકી દેવો એજ નોકટરનલ નવરાત્રી.

૩) Nano નવરાત્રી

નેનો એટલે સુક્ષ્મ. હવે તમને એમ થાય કે નવરાત્રી અને નેનોને શું લાગે વળગે? જવાબ પણ તૈયાર જ છે. નવરાત્રી એટલે માત્ર વિશાળ ગ્રાઉંડ વચ્ચે રાસ લેવાતા ગરબાનોં જ તહેવાર નથી. ગોળ ચકરડામાં દાંડીયા લઈને રમવું એજ જસ્ટ નવરાત્રી નથી. એક નાનકડી નવરાત્રી આપણી અંદર પણ ચાલતી હોય છે. કંઈક હાંસીલ કરવાનો થનગનાટ. કોઇને મળવાની ઉતકંઠા. માં અંબેને રીજવવા માટે આત્મામાં ઉઠતો અતિ સુક્ષ્મ આંતકી ડાન્સ જે કોઇને દેખાતો નથી પણ માત્ર દ્રાવક દિલથી જ મહેસુસ કરી શકાય છે. બસ આ જ છે નેનો નવરાત્રી. ટુંકમાં દેખાય નહિ પણ મનને નવ દિવસ તરબતર કરી નાખે એ નેનો નવરાત્રી. રાસની રમજટ વચ્ચે એકબીજાની બે નજરોથી રમાતા દાંડિયા રાસ. ઇશારાથી ગવાતા ગરબા એ પણ નેનો નવરાત્રી જ છે.

નવરાત્રી રંગીન રહી જ છે, વધારે રંગીન પણ બનતી જાય છે. ગામડાનાં મંદિરથી શરુ થયેલી નવરાત્રી લાર્જ અને લાઇટફુલ બની છે. લાગે કે નવરાત્રીએ દુલ્હનનું પાનેતર ઓઢ્યુ હોય. શેરી ગરબાનો ઉમંગ કંઈ ઓછો નથી હોતો. આજના યંગીસ્તાન માટે આજ તો હોય છે. નેનો મુલાકાતનોં દિવસ.

તો હવે તૈયાર થઇ જાવ પ્રેમ રુપી બે દાંડિયા અને કુદી પડો જીંદગીની નવરાત્રીમાં જોમીલા જોશ ભરીને.

“પ્રેમ ભરેલા ગોપી ભાવ ની, બે આંખોની નજરોનાં દાંડિયા વડે રમાતી નવરાત્રી એજ – Naughty, Nocturnal and Nano નવરાત્રી”

સો હેપ્પી નવરાત્રી બીફોર ટુ ડે. નાચો ગાવ અને જુમો.


hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: